Emangrol

Emangrol eMangrol is all about exciting, unusual and the most sought after products you always wish to have!

Another interesting interview of Suneel Darshan, only on Deshwale! Host Sanjay Shah  Andaaz 2 Unveiled! Ace filmmaker Su...
15/07/2025

Another interesting interview of Suneel Darshan, only on Deshwale! Host Sanjay Shah

Andaaz 2 Unveiled! Ace filmmaker Suneel Darshan spills exciting details about Andaaz 2! From a fresh, talented cast to soulful music by Nadeem (of Nadeem-Shravan fame), and stunning Gujarat locations that feel like exotic global destinations, this film promises grandeur! Hosted in Hindi by Sanjay Shah, this captivating interview will keep you hooked! Don’t miss it!

Watch now: https://youtu.be/2VRVC5R-quk

અચૂક વાંચવા જેવો અને શેર કરવા જેવો લેખ... ભાગ બે – હોતા હૈ, ચલતા હૈ, ગુજરાતી હૈ, ઇટ્’સ ઓકે… એવું ક્યાં સુધી? ક્યાં સુધી?...
07/02/2025

અચૂક વાંચવા જેવો અને શેર કરવા જેવો લેખ...
ભાગ બે – હોતા હૈ, ચલતા હૈ, ગુજરાતી હૈ, ઇટ્’સ ઓકે… એવું ક્યાં સુધી? ક્યાં સુધી?

નોંધઃ આ શ્રેણીમાં આપણી પોતાની, મીઠી ગમતીલી ગુજરાતી ભાષા વિશે

Rekhta Foundation's first ever Gujarati Utsav in Mumbai. Read more in an article on Deshwale in English and Gujarati:Eng...
12/01/2025

Rekhta Foundation's first ever Gujarati Utsav in Mumbai. Read more in an article on Deshwale in English and Gujarati:

English article link - https://shorturl.at/QUagY

Gujarati article link - https://shorturl.at/64u4g

મુંબઈમાં પહેલીવાર રેખ્તા ગુજરાતી ઉત્સવ યોજાયો. મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે મુશાયરા, સંગીતોત્સવ અને અંકિત ત્રિવે...

મારે સમગ્રતયા ગુજરાતી રંગભૂમિ, અને સાથે સંજય ગોરડિયા તથા સિદ્ધાર્થ રાંદેરિયાની તરફેણમાં કંઈક કહેવું છે. મારી જાણ પ્રમાણે...
21/10/2024

મારે સમગ્રતયા ગુજરાતી રંગભૂમિ, અને સાથે સંજય ગોરડિયા તથા સિદ્ધાર્થ રાંદેરિયાની તરફેણમાં કંઈક કહેવું છે.

મારી જાણ પ્રમાણે, સંજય ગોરડિયાની કારકિર્દીનો સંઘર્ષરથ જે નાટકથી સુવર્ણરથમાં પરિવર્તિત થવાની શરૂઆત થઈ, એ નાટક હતું ‘બા રિટાયર થાય છે.’ એક નખશિખ સુંદર, લાગણીસભર નાટક. પદ્મારાણી જેવાં દિગ્ગજ અભિનેત્રી અને શફી ઇનામદાર જેવા વિચારશીલ દિગ્દર્શકનું નાટક હતું એ. સંજય ગોરડિયા નિર્માતા હતા. મુદ્દે, કોઈકને ગોરડિયા આજે જે લાગી રહ્યા હશે એ તેઓ નથી. સંજય ગોરડિયા ખરેખર તો એવા કલાકાર છે જેઓ સર્જનની આવડતને સમયના પ્રવાહમાં જારી રાખવા સમર્પિત છે. એ વળી શું, એવું કોઈ વિચારે તો એનો જવાબ આગળ આવશે, માત્ર ગોરડિયાના મુદ્દે નહીં, આપણી રંગભૂમિના, ભાષાના મુદ્દે આવશે.
સિદ્ધાર્થ રાંદેરિયા ‘ગુજ્જુભાઈ’ થયા એ પહેલાં હાડોહાડ સત્ત્વશીલ નાટકોના માણસ હતા. એનો એવો અર્થ નહીં જ કરવાનો કે એમનાં હાલનાં નાટકો મનોરંજક નથી. એમનાં આજનાં નાટકો બસ એ રીતે મનોરંજન પીરસી રહ્યાં છે જેવી દર્શકોની હાલની અપેક્ષા છે. તો, એમણે ઘણાં સુંદર, વિચારશલ નાટકો આપ્યાં છે. ગુજરાતી રંગભૂમિ પર, દર્શકોને જીતવા આ ‘કોમેડા’ અને ‘કોમેડો’નો પ્રવાહ અનિવાર્ય જ થઈ ગયો એ પહેલાંનાં એમનાં અનેક નાટકો અલગ હતાં. અને હાલના દોરની પા પા પગલી વચ્ચે પણ એમણે ‘મિશન ઇસ્ટ પાકિસ્તાન’ નામે એક જૂના પણ ગુણવત્તાયુક્ત નાટકનું નવસર્જન કરીને દર્શકો રીઝવવાનો સંનિષ્ઠ પ્રયત્ન કર્યો હતો. સાથે દર્શકોને એ કહેવાનો પણ પ્રયત્ન કર્યો હતો કે ભલે અર્થવિહોણાં રમૂજી નાટકો જુઓ પણ બાપડા, સાથોસાથ સારાં નાટકો, ગુજરાતી ભાષા, નાટ્યલેખન, રંગભૂમિની ગરિમાનો ગુલાલ કરે એવાં નાટકો પણ અવશ્ય જુઓ. પણ ના. કોને ખબર કેમ પણ એ સમયથી દર્શક નામનો વા ફર્યો એ ફર્યો. એ સ્થિતિ કોઈનેય સમજાય એ પહેલાં તો હાથથી નીકળી ગઈ. આજે એ પહોંચી છે એવા મુકામે જ્યાં સૌને લાગી રહ્યું છે કે રંગભૂમિની આ પડતી અમુક ચોક્કસ કલાકાર-કસબીઓને આભારી છે. એવું કેવી રીતે થઈ શકે? મુંબઈ અને આખું ગુજરાત પણ ઉમેરીએ તો ગુજરાતી રંગકર્મીઓ કેટલા? પાંચસો? હજારથી વધુ તો નથી જ. આટલા રંગકર્મીઓની, છ-સાડાછ કરોડ ગુજરાતીઓ પર, “અમુકતમુક જ નાટક જોવાનાં” એવો કોરડો વીંઝવાની તાકાત, એવી ઓકાત છે ખરી? ના, નથી. ખરેખર નથી.
હાલની જ રંગભૂમિ પર, હજી હમણાં જ, ‘માણસ માત્ર લફરાંને પાત્ર’ નાટકનું રિવાઇવલ થયું હતું. ભૂતકાળમાં એ નાટક સુપર ડુપર હિટ હતું. આ વખતે શું થયું? નહીં ચાલ્યું. કેમ? કારણ દર્શકોની રુચિ તો બદલાયા કરે. એકનું એક નાટક, ક્યારેક અમુક કારણોસર એને ગમી જાય એટલે દર્શક એને માથે ચડાવી લે તો ક્યારેક ના ગમે તો પછાડી પણ દે. સમય સમયની વાત છે.
રંગભૂમિની કળા પણ સમય સમયની વાત છે. ભાંગવાડીનાં સંગીતમય, ગીતપ્રચુર નાટકોના દોર પછી પ્રવીણ જોશી, અરવિંદ ઠક્કર, ડો. મહેશ ચંપકલાલ, અરવિંદ જોશી, કાન્તિ મડિયા, વિજય દત્ત, વિષ્ણુકુમાર વ્યાસ… કેટલાંય નામ લઈ શકાય… એમનો દોર આવ્યો ત્યારે પણ રંગભૂમિએ કરવટ બદલી હતી. ભાંગવાડીનાં નાટકો કરતાં એ દોરનાં નાટકો સારાં હતાં કે ખરાબ હતાં? કે પછી એ દોર જ્યાં અટક્યો એ પછી આવેલાં નાટકો આજનાં નાટકોથી ચડિયાતાં હતાં કે ઊણાં ઊતરતાં હતાં? આજે પણ કાર્યરત અને રંગભૂમિને દિલથી સમર્પિત ફિરોઝ ભગત, હોમી વાડિયા વગેરેનો પણ સમય હતો. ક્યારેક સામાજિક નાટકોનો ડંકો તો ક્યારેક થ્રિલરનો, ક્યારેક ચોખ્ખી રમૂજનો તો ક્યારેક છીછરા ‘કોમેડા’નો. સમય સમયની વાત છે. દરેક સમયમાં એક વાત શિરમોર છે કે રંગભૂમિ પોતાના દમ પર ટકી શકી છે, ટકી રહી છે. આપણા રેડિયોની જેમ, લાંબો સમય તળિયે પહોંચેલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જેમ કે બિનફિલ્મી સંગીતના છેક મોળા દોરની જેમ સદંતર નિષ્ક્રિયતા રંગભૂમિએ જોઈ નથી. એનો જશ જેટલો જોશી, મડિયા, ઠક્કર વગેરેને આપવો જોઈએ એટલો જ એમના પછીના તમામ રંગકર્મીઓને આપવો જોઈએ. એમાં, બેશક, સંજય ગોરડિયા અને સિદ્ધાર્થ રાંદેરિયા પણ આવી ગયા.
રંગભૂમિએ અનેક તડકીછાંયડી જોઈ છે. અનેક અખતરા જોયા છે. કારણ, દિગ્દર્શક રાજેશ જોશી કહે છે એમ, નાટક એટલે જ ના-ટક. પોરસાવા જેવી વાત એ છે કે દરેક સંજોગોમાં રંગભૂમિએ પોતાનો માર્ગ કાઢ્યો છે. એ સત્ય સમજી શકાય તો આજની રંગભૂમિ માટે થતી ઘૃણા કદાચ ઓછી થશે.
આ પોસ્ટ લખવાનું કારણ સંજય ગોરડિયાના નવા નાટક ‘ત્રંબક ત્રણ બાયડીવાળો’ના એક પોસ્ટરને લીધે એમના પર પસ્તાળ પડી એ પછી આવેલા વિચાર છે. એમ તો આ નાટકના હાલમાં ગાજેલા પોસ્ટર પહેલાં એક અન્ય પોસ્ટર પણ આવ્યું હતું. એ જુઓ, આ પોસ્ટ સાથે મૂક્યું છે. એમાં ત્રંબકને ત્રણ સ્ત્રીઓના હાથનું રમકડું થયેલું બતાવાયો છે. નવા પોસ્ટરમાં એનાથી અલગ માહોલ છે. બની શકે વાર્તા સાથે બેઉ પોસ્ટરને સંબંધ હોય. બની શકે નાટક જોયા વિના એનો જે વિરોધ થઈ રહ્યો છે એ સાવ અસ્થાને હોય. તો પછી પહેલેથી હાય હાય અને ઘૃણા શાને?
નાટકો કેવી રીતે બને છે? એમાં નિર્માતા સહિત સૌ કેવી રીતે આવક રળે છે? રંગભૂમિની હાલત બેહદ પ્રવાહી છે. આજકાલની નહીં, ઘણા સમયથી છે. અંદરની વાત કરીએ તો લગભગ તમામ કલાકાર-કસબીઓ જાણે છે કે નિર્માતા બાપડો ત્રણ-પાંચ ચેરિટી શોમાં જે કમાશે એ રવિવારે જાહેર પ્રયોગમાં લગભગ મૂકીને જ આવશે. અપવાદરૂપ બે-ત્રણ કલાકારોનાં (હા, એમાં ગોરડિયા-રાંદેરિયા ટોચ પર છે, પણ તો શું?) અને નિર્માતાઓનાં નાટક એવાં ખરાં કે જે રંગભૂમિની બોક્સ ઓફિસની દારુણ પરિસ્થિતિથી પોતાને બચાવી શક્યા છે. એ સિવાય મુંબઈ હોય કે અમદાવાદ, સુરત હોય કે રાજકોટ, સ્થિતિ બધે ભયાવહ છે. નાટક એટલે ખોટનો ધંધો એવો એક વણલખ્યો મત છે. છતાં, જેઓ નાટકઘેલા કલાકાર-કસબીઓ સતત નાટક બનાવ્યે જાય છે. એ પણ એવા સમયમાં જ્યારે એક મહિનો રિહર્સલ્સના તોડા કરવાને બદલે તેઓ ટીવી સિરિયલમાં, એડમાં કે અહીંતહીં ‘રોજગારી’ પર પણ કામ કરે તો ઘણું વધારે કમાઈ શકે છે. કોને ખબર કેમ પણ એમનાથી રંગભૂમિ છૂટતી નથી. તો પણ, એમની સરાહના કરવાને બદલે એમને ભાંડવા, કે ગુજરાતી રંગભૂમિ ખાડે ગઈ એવું બધું કહેવું એ ક્યાંનો ન્યાય?
ગોરડિયા-રાંદેરિયાની વાત. આજે બેઉ ગુજરાતી ફિલ્મોમાં મોટું નામ છે. બેઉ ધારે તો નાટકો પડતાં મૂકીને, અન્યત્ર કામ કરીને ખાસ્સું વધારે કમાઈ શકે છે. એવું એમણે નથી કર્યુંને? બેઉ સતત નાટકો બનાવ્યે જાય છેને? તો પછી?
બની શકે કે સાંપ્રત નાટકો અને વીતેલા સમયનાં નાટકોને સરખાવતાં પહેલાંનાં નાટકો બહેતર લાગે, સત્ત્વશીલ લાગે, અર્થપૂર્ણ લાગે. પણ જો નાટકો બનવાનાં જ બંધ થઈ જશે તો આવી તુલના થઈ શકશે ખરી? એટલે, નાટકો બનવાં જ જોઈએ એવો અભિગમ વધુ સારો છે. હા, જે નબળાં લાગે એને બોક્સ ઓફિસ પર, અરે, ચેરિટી શોમાં પણ કચકચાવીને જાકારો આપતા કોણ કોને રોકે છે? પબ્લિક શોમાં તો દર્શકોએ આમ પણ જાકારો આપવાની ચરમસીમા કરી છે. દર્શકોનો આ અભિગમ જ નાટ્યજગતનું દિશાસૂચન કરશે એ વિશ્વાસ રાખો. સાથે વિશ્વાસ રાખો કે તમામ કલાકાર-કસબીઓ પણ આ દિશાસૂચનની, દમદાર પરિવર્તનની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. મુશ્કેલી એટલી કે કઈને ખબર નથી કે પરિવર્તન ક્યારે આવશે.
એનું એક કારણ ચેરિટી શોઝ છે. એક તરફ બને એટલા પ્રયોગ કરવા છટપટિયાં મારતા રંગકર્મીઓ છે તો બીજી તરફ યેનકેન રીતે, ‘બજેટ’વાળું નાટક બતાવીને પોતાના ચેરિટી ગ્રુપ્સ ટકાવી રાખવા તરફડિયાં મારી રહેલા ગ્રુપ્સના સંચાલકો છે. એમાંના મોટાભાગનાં ગ્રુપ્સ વળી એવા ગુજરાતીઓએ ઊભા કર્યા છે જેઓ મૂળે વેપારી ખરા પણ આ પ્રવૃત્તિમાં એમણે ભાષાપ્રેમ માટે, સાહિતય-કળાના પ્રેમને લીધે ઝંપલાવ્યું છે. બેઉ પક્ષ જાણે છે કે નવો દોર લાવવો પડશે પણ બેઉને પડકારો નડે છે. તો પણ, દર્દ કા હદ સે ગુઝર જાના હૈ દવા હો જાના… એ નાતે પરિવર્તન તો આવશે જ આવશે.
એક આડવાત. આપણે ગુજરાતીઓએ આપણાં જ ગીત-સંગીત, ફિલ્મ, ટીવી, રેડિયો, સામયિકો અને અખબારોનું કાસળ કાઢ્યું છે. હવે આપણે આદુ ખાઈને રંગભૂમિની પાછળ પડવાની ગુસ્તાખી ના કરવી જોઈએ. ફિલ્મો માંડ બેઠી થવાને મથી રહી છે. રેડિયોનું કોઈ ભવિષ્ય દેખાઈ રહ્યું નથી. ગુજરાતી ટીવી ખાડે ગયું છે. આપણી સિરિયલ્સના નિર્માણ માટે પ્રતિ એપિસોડ જે પૈસા અપાતા રહ્યા છે એ સાંભળીને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનું મન થાય. ગુજરાતી કરતાં અન્ય લગભગ બધી ભાષામાં ટીવી સિરિયલ્સના નિર્માણ માટે ક્યાંય સારું બજેટ ફાળવાતું રહ્યું છે. માનપાનના મામલે પણ બિલકુલ એવી જ અવદશા છે ગુજરાતી સિરિયલ્સની. આવું શાને થયું? કારણ ગુજરાતીઓએ વરસોથી હિન્દીને પોતીકી અને ગુજરાતીને ઓરમાયી કરી. ગુજરાતીઓ ભણતરમાં અંગ્રેજી અને વહેવારમાં હિન્દીના એવા ઓશિયાળા થયા કે ના પૂછો વાત. એમાં ને એમાં માતૃભાષા પીંખાઈ ગઈ. એનું સાહિત્ય, મનોરંજનનાં માધ્યમો બધું ગરક થયું. ગુજરાતીઓને કારણે હિન્દી ફિલ્મો અને ટીવી ચેનલ્સ જંગી કમાણી કરે છે. એના પાંચ ટકા પણ આપણી ફિલ્મો-ચેનલ્સને કમાતા નવ નેજાં પાણી ઊતરે છે.
ટૂંકમાં, કરવું છે શું? ગુજરાતી પતાવી જ નાખવી છે? કે એને ટકાવી રાખવામાં ઉદ્વીપકનું કામ કરતાં સાહિત્ય-મનોરંજનનાં માધ્યમોને હૂંફ આપીને, જતન કરીને નવી દિશાએ દોરી જવાં છે? રંગભૂમિ કે ફિલ્મ સહિત જે માધ્યમથી જે પણ વ્યક્તિ, જે કાંઈ કરી રહી છે એમાંનું ગમતું સ્વીકારી લેવાનું અને અણગમતું નકારી દેવાનું. એટલું સરળ છે આ. પણ કોઈના માથે વ્યક્તિગત માછલાં ધોવાનો અર્થ શો? યાદ છે એક સમયે મરાઠીમાં દાદા કોંડકે જેવા સર્જક પણ હતા. એમનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો ત્યારે એમની કદર કરવાને બદલે એમના માથે પણ માછલાં ધોવાતા હતા. અરે સાહેબ, દાદા કોંડકેની સર્જનાત્મકતા એમની આગવી હતી. દર્શકોને ગમતી હતી ત્યાં સુધી ચાલી. એમની ફિલ્મો પણ પીટાઈ હતી. એમની વિદાય પછી લોકોને સમજાયું કે હાળું, એમના ટાઇપનું સર્જન કરનારું કોઈ બચ્યું જ નહીં, લે!
અને… આ જે બૂમાબૂમ થઈ છે એ ખરેખર ઉત્સફુર્ત જ હશે. એવી બૂમાબૂમ એક નહીં એક કરોડ વખત થવી જોઈએ. એમ થશે તો નાટકો સહિતનાં આપણાં સર્જનો ચર્ચામાં રહેશે. એના તરફ સૌનું ધ્યાન અને દર્શકો ખેંચાશે. એનાથી દર્શકો સારા-નરસાનો, હિટ અને ફ્લોપનો નિર્ણય વધારે ધારદાર રીતે લેશે. એ નિર્ણય સર્જકોને સતર્ક કરશે, વધુ પ્રયોગાત્મક થવા પ્રેરશે. આ બધું સકારાત્મક દ્રષ્ટિકોણથી થવું જોઈએ. નહીં કે અન્ય કારણોસર. આપણે આ કામમાં સોશિયલ મીડિયાનો પણ અસરકારક ઉપયોગ કરતા રહેવું જોઈએ. નથિંગ રૉન્ગ.
ફાઇનલી… અંગતપણે મને પણ ઘણાં સાંપ્રત નાટક નથી ગમતાં. અંદરની વાત કરું તો મારી જેમ અનેક રંગકર્મીઓને નથી ગમતાં. છતાં, જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહ-શામ અને જીવન હૈ અગર ઝહર તો પીના હી પડેગા - એ નાતે મારો મત છે કે નાટકો બનવાં જ જોઈએ, જોવાવાં જ જોઈએ, એમના વિશે નુકતાચીની થવી જ જોઈએ. બાકી જેમ આજે આપણી પાસે સમ ખાવા પૂરતાં સામયિક બચ્યાં છે, ભાગ્યે જ જેના માટે ગર્વ લઈ શકાય એવી ટીવી સિરિયલ્સ છે એમ એક દિવસ જોવા માટે નાટકો નહીં બચે. આપણે એવી સ્થિતિમાં ગુજરાતીને બિલકુલ મૂકવી નથી. બિલકુલ એટલે બિલકુલ નહીં.

સમંત છો તમે? ના હોવ તો પણ ઉત્તમ… પણ એક શરતે કે કે અહીં અસંમતિના વિચાર તો માંડો. એ પણ અંગત બળાપાવાળા નહીં પણ રંગભૂમિના સર્જનાત્મક ઉત્થાનમાં ઉપયોગી થાય એવા વિચાર. ખરેકર ગમશે.

(નોંધઃ આ પોસ્ટ લખવાની પ્રેરણા આપવા બદલ joshi.vaibhaviનો આભાર)

Do share it to all if you agree. __________________________________JIO: A Disheartening Experience______________________...
11/08/2024

Do share it to all if you agree.
__________________________________
JIO: A Disheartening Experience
__________________________________
There can't be a worse Internet service provider than JIO.

I have several reasons to say this, but let me start with the most critical: its extremely poor and unreliable connectivity and speed. But first, consider these points:

1. I once had a JIO connection that I surrendered after settling the payment. I repeatedly emailed them to collect their set-top box, but nothing happened. Months later, their executives started calling sporadically to retrieve the box. Despite multiple requests, they never responded to my emails, showing their complete lack of coordination.

2. JIO’s customer service is a nightmare to reach. Recently, I had an issue with an Amazon order, and it was resolved quickly with help available on their website, chat, and even a call. Mukeshbhai's JIO, while excellent at making money, has yet to learn the basics of customer service.

3. In my society, JIO consistently fails to deliver the promised speed and uninterrupted service. It's not just me—our society's WhatsApp group is often flooded with complaints about JIO.

4. At home, every task requiring the Internet takes five to six times longer than it does at my office, where we have an Airtel connection.

5. Our entire society is desperate for a trustworthy, dependable alternative to JIO so we can all switch together.

6. JIO started with the promise of revolutionizing Internet connectivity. We embraced it wholeheartedly, with better speed and cheaper services back then. But now? The speed, quality, and reliability have drastically declined, and we're stuck. Switching providers isn't easy.

7. I wish I could get rid of all my JIO connections once and for all.

8. But what options do I have? Why are service providers in my country so careless and profit-driven, with little regard for customer satisfaction?

This is truly disheartening.

Jio Airtel India Consumer Court The Times of India Department of Telecommunications, Government of India Amazon India

21/12/2023

The experience of watching DUNKI on the first day, in the 6.15 am show, was bad for two reasons. Firstly, the show at Moviemax cinema, Andheri East started 45 minutes late! It was so bad that the cinema management did not even bother to share updates on the delay with the audience.

Secondly, the film itself. I had not expected such an average movie from Rajkumar Hirani, especially when he first time teamed up with Shah Rukh Khan. How can such a great team go wrong? Oh no…

21/12/2023

સવારે સવાછ વાગ્યાના શોમાં ડંકી ડોવા જવાનો અનુભવ બે કારણસર મોળો રહ્યો. એક તો અંધેરી પૂર્વના મૂવીમેક્સ થિયેટરમાં શો પોણો કલાક શરૂ થયો. થિયેટર મેનેજમેન્ટે દર્શકોને વિલંબ વિશે સરખી જાણ કરવાની તસદી લીધી નહોતી. ઊંઘરેટી આંખોમાં આનંદ માણવાના ઓરતા લઈને આવેલા દર્શકોની એમણે બરાબર પિદુડી કાઢી.

બીજું કારણ હતું ફિલ્મની સરેરાશતા. રાજકુમાર હીરાની અને શાહરુખ જેવા બે મનગમતા એન્ટરટેઇનર્સની જોડી જાદુ સર્જશે એ આશા ફળીભૂત થઈ નહીં. ઇન્ડિયાની ટીમ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં હારી ત્યારે જેમ વિશ્વાસ બેસતો નહોતો એમ ડંકી જોતા પણ વિશ્વાસ બેસતો નહોતો કે હીરાનીએ સાધારણ ફિલ્મ આપી.

ખેર...

21/12/2023

ડંકીથી શાહરુખ હેટ-ટ્રિક કરશે?

રાજકુમાર હીરાનીએ દર્શકોને સતત જીત્યા છે. ડંકી દિગ્દર્શક તરીકે એમની છઠ્ઠી અને શાહરુખ સાથેની પહેલી ફિલ્મ છે. વિદાય લેતા વરસની એ છેલ્લી બે મોટી ફિલ્મોમાંની (બીજી સાલાર) એક છે. કેવીક છે ડંકી?

લંડનમાં શરૂ થઈ કથા 1995ની સાલના ફ્લેશબેકમાં પંજાબ પહોંચે છે. પઠાનકોટથી સૈનિક હાર્ડી સિંઘ ધિલ્લોન (શાહરુખ) એનો જીવ બચાવનારા યુવાનનો આભાર માનવા લાલ્ટુ ગામે પહોંચે છે. યુવાન મૃત્યુ પામ્યો છે. ઘરની આર્થિક સ્થિતિ બદલવા એની બહેન મનુ (તાપસી) લંડન જઈ પાઉન્ડમાં આવક રળવા ચાહે છે. મિત્રો બગ્ગુ (વિક્રમ કોચર) અને બલ્લી (અનિલ ગ્રોવર) પણ ઇંગ્લેન્ડ જવા છટપટિયાં મારી રહ્યા છે. હાર્ડી એમની ઇચ્છા સાકાર કરવાનું બીડું ઝડપે છે. શિક્ષણ, સંપન્નતા અને અંગ્રેજીનો એ સુધ્ધાં જેમને નથી આવડતો એવાં ત્રણને સીધે રસ્તે ઇંગ્લેન્ડના વિઝા મળતા નથી. અપવાદરૂપ બલ્લીને સ્ટુડન્ટ વિઝાથી લંડન જવા મળે છે. સુખી (વિકી) નામનો યુવાન પણ અનિવાર્ય સંજોગોને લીધે ઇંગ્લેન્ડ જવા પ્રયાસરત છે. એ આત્મહત્યા કરે છે. પછી હાર્ડી બીડું ઝડપે છે મનુ અને બગ્ગુને ડંકી મતલબ ગેરકાનૂની રીતે, (કે ડોન્કી એટલે ગર્દભની જેમ અથડાતા, કુટાતા) સરહદો વટાવવા જીવ દાવ પર લગાડીને પણ ઇંગ્લેન્ડ પહોંચાડવાનું.
એમનો લંડનનો જોખમી પ્રવાસ, એક પછી એક દેશની સરહદ ગેરકાનૂની રીતે વટાવવાનું કષ્ટ, સાથે જોડાયેલા અન્ય ત્રણનાં મોત જેવી ઘટનાઓ થકી વાર્તા આગળ વધે છે. ફાઇનલી તેઓ લંડન પહોંચે છે અને…
હીરાનીની દિગ્દર્શક તરીકેની, પહેલી ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસને બાદ કરતાં, પહેલાંની ચાર ફિલ્મોમાં શરૂઆત ગજબ હતી. દર્શકને ખ્યાલ સુધ્ધાં ના રહેતો કે ફિલ્મ ક્યારે શરૂ થઈ અને જામી પણ ગઈ. અહીં એવી જમાવટ નથી. માહોલ ધીમેધીમે બને છે. ઇંગ્લેન્ડ જવા માટેના યત્નો દર્શાવતા ગીતુ ગુલાટી (બમન ઇરાની)ના ઇંગ્લિશ શીખવતા ક્લાસ, ગીતો વગેરે ફિલ્મને પ્રગતિશીલ રાખવામાં મદદરૂપ થાય છે. છતાં, લગે રહો મુન્નાભાઈ, થ્રી ઇડિયટ્સ, પીકે અને સંજુના સ્તરે ફિલ્મની શરૂઆત કે એનો પહેલો અંક પહોંચતાં નથી.
ઇન્ટરવલ પછી ફિલ્મ બહેતર છે. ઉત્તરાર્ધ શરૂ થાય છે ડંકી તરીકે પાત્રોની જોખમી, ગેરકાનૂની વિદેશ સફર સાથે. ભારતથી પાકસ્તાન, અફઘાનિસ્તાન… કરતાં કરતાં, ત્રણ જણ ઇંગ્લેન્ડ પહોંચે છે. ફિલ્મનો આ ભાગ સારો છે પણ હીરાની-શાહરુખના કોમ્બિનેશન પાસેથી અપેક્ષિત ઊંચાઈ આંબતો નથી.
દેશભક્ત હાર્ડી ઇંગ્લેન્ડમાં શરણું મેળવવા સિદ્ધાંત સાથે બાંધછોડ કરતો નથી. એનાથી કથામાં ટ્વિસ્ટ આવે છે. ઉત્તરાર્ધની ઘટનાઓ વધુ રોચક, ક્યાંક ક્યાંક ઇમોશનલ હોવાથી ક્લાઇમેક્સ સુધી રહે છે.
ફિલ્મનું એક નબળું પાસું સંગીત છે. હીરાનીની ફિલ્મોમાં (અગેઇન, એમની પહેલી ફિલ્મને બાદ કરતાં) ગીતોને વાર્તા સાથે એકરસ થતાં આપણે જોયાં છે. શબ્દો અને વિચારના ઉત્કૃષ્ટ ચયનથી એમની ફિલ્મોનાં ગીતો સદાબહાર બન્યાં છે. ડંકીનાં ગીતો એ મુકામે પહોંચતાં નથી, કદાચ એકમાત્ર ગીત ચલ વે વતનને બાદ કરતાં. ફિલ્મથી હીરાનીએ પ્રીતમ સાથે કરેલું જોડાણ ફળદાયી રહ્યું નથી.
ફિલ્મની જાન શાહરુખ ખાન છે. એ પછી રંગ રાખે છે તાપસી. નાના પાત્રમાં બમન પરફેક્ટ છે. વિકી મહેમાન કલાકાર તરીકે દમદાર છે. દેવેન ભોજાણી નોંધ લેવડાવે છે. અન્ય કલાકારો પાત્રોચિત છે.
હીરાનીની ફિલ્મો ડિટેઇલિંગ માટે અલગ તરી આવતી હોય છે. પાત્રો, દ્રશ્યનું બેકડ્રોપ, વસ્ત્રો, રંગો, વસ્તુઓ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક… બધું સહિયારા જુદી આભા સર્જતાં હોય છે. એમનો પ્રબળ પરસ્પર સંબંધ હોય છે. આ તાકાતનો ડંકીમાં અભાવ છે. ડંકીના લખાણમાં જરૂરી ઊંડાણ નથી, દિગ્દર્શકે પોતે, એમના કાયમી સહલેખક અભિજીત જોષી સહિત આ વખતે લેખનકાર્યમાં કનિકા ધિલ્લોનને ઉમેરી છે. છતાં, વિષયની મૌલિકતાને, જબરદસ્ત સેટઅપને મળવો જોઈએ એવો ન્યાય સ્ક્રિપ્ટ નથી આપી શકી.
આવું વાંચીને રખે એમ ઠરાવતા કે ડંકી જોવાય નહીં. ડંકી બેશક જોવાય અને જોવી જોઈએ. એ સાફસુથરી ફિલ્મ છે. અમુક જગ્યાએ લાગણીના તેજ તરંગો પણ સર્જે છે.
ડંકી એટલે પણ જોવાય કે એ વિદેશ વસવાનો મોહ રાખનારાની સામે લાલ બત્તી ધરે છે. એ સ્વદેશનો મહિમા જણાવે છે. દેશ-દેશ વચ્ચે બનેલી સરહદોને લીધે ગરીબો અને અશિક્ષિતો માટે પરદેશ વસવાટનું શમણું કેવું દુષ્કર અને જીવલેણ બન્યું છે એ વરવી વાસ્તવિકતાને ફિલ્મ ઉજાગર કરે છે.
ફિલ્મમાં આ મુદ્દો ઘણી વધારે સારી રીતે રજૂ થઈ શક્યો હોત. એવું થાત તો ડંકી વધારે મનોરંજક અને અફલાતૂન બની જાત.
મેકિંગના મામલે ક્યાંય કચાશ નથી. એડિટિંગ અસ્ખલિત છે. બેકગ્રાઉન્ડ સ્કોર હાવી થાય એવો પાવરફુલ નથી.
ડંકી, ઇન શોર્ટ, સેક્સ, ગાળો, વ્યસનો, અનૈતિક સંબંધોથી દૂર એવી સોશિયલ ફિલ્મ છે. શાહરુખ મેનિયા અને હીરાની મેજિકથી બોક્સ ઓફિસ પર પહેલા રાઉન્ડમાં એ નિશ્ચિતપણે ડંકો વગાડશે. કેટલા સ્ટાર્સ? ત્રણ તો પાકા, ઓછા વધારે તમે જોઈને નક્કી કરો.
- સંજય શાહ (21 12 2023)

ધ આર્ચીઝ જોવી છે? આ રહ્યા થોડા ક્વિક મુદ્દા જે જણાવશે કેવીક છે આ ફિલ્મ… ધ આર્ચીઝ માટે બેએક કલાક સ્વાહા કરવા કે કેમ એ ઘણા...
08/12/2023

ધ આર્ચીઝ જોવી છે? આ રહ્યા થોડા ક્વિક મુદ્દા જે જણાવશે કેવીક છે આ ફિલ્મ…

ધ આર્ચીઝ માટે બેએક કલાક સ્વાહા કરવા કે કેમ એ ઘણા વિચારતા હશે. આ રહ્યા એના જવાબ…

તમે સ્ટાર કિડ્સ અગસ્ત્ય નંદા, ખુશી કપૂર, સુહાના ખાન અને અન્ય નવોદિતો વેદાંગ રૈના, મિહિર આહુજા અને યુવરાજ મેન્ડા કેવુંક પદાર્પણ કરે છે એ જોવા આતુર છો? આ યુવાનોએ સરર્સ શરૂઆત કરી છે. એમાં મને જે સૌથી ઇમ્પ્રેસિવ લાગ્યો એ અભિનેતા અગસ્ત્ય છે. પ્રભાવશાળી. અન્ય કલાકારોમાં, સુહાસ આહુજા, અલી ખાન અને વિનય પાઠક અસરકારક છે.
દિગ્દર્શક ઝોયા અખ્તરની 2019ની ગલી બોય પછીની ફિલ લેન્થ ફિલ્મ કેવીક છે એ તમારે જાણવું છે? જવાબ એવો કે એ સમાન જાદુ સર્જી શકી નથી. ગ્લોસ, સેટ, લુક, કોસ્ચ્યુમ વગેરે બધું ફિલ્મમાં છે, માન્ય, પણ કથામાં દમ ક્યાં છે? આ મુદ્દે દર્શક તરીકે માથું ખંજવાળવા સિવાય કશું કરવાનું રહેતું નથી આપણે.
નિરાશા કરાવે છે વધુ પડતું સંગીત અને ગીતોથી આવતો સતત વિક્ષેપ. ખબર નહીં શું કામ આટલાં બધાં ગીતો ફિલ્મમાં ઠઠાર્યાં છે. ધ આર્ચીઝ થોડાં અનિચ્છનીય ગીતો વિના વધુ મજાની અને માણવાસમ થઈ શકી હોત. અને હા, ગીતો રસપ્રદ નથી, નોંધી લો.
ઘણાં બધાં પાત્રો અને લક્ષ્ય વિનાના સબપ્લોટ પણ એટલો જ મોટો માઇનસ પોઇન્ટ છે. હકીકતમાં, એ દર્શકો જેઓને આર્ચીઝ સાથે સંબંધ નથી કે એનાથી ખાસ પરિચિત નથી એમને તો પડદે શું શું ચાલી રહ્યું છે એની સાથે તાલમેળ મેળવવામાં ખાસ્સો સમય લાગવાનો.
ફિલ્મનો મુખ્ય મુદ્દો ગ્રીન પાર્ક છે, એને વેપારીના હાથમાં સરી જતા અટકાવવાની યુવાનોની લડાઈ છે. ખેદની વાત કે આ મુદ્દો ક્યાંય કરતાં ક્યાંય અસરકારક રીતે વપરાતો નથી. સમગ્ર ફિલ્મમાં એવી ક્ષણ સુધ્ધાં આવતી નથી જ્યારે પેટમાં ફટાકડા ફૂટે.
આર્ચીઝ રજૂઆત સાથએ લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે તો એવાં કારણોસર જે મનોરંજન સિવાયનાં છે. એ કારણો એટલે ધૂમ પ્રચાર, સ્ટાર કિડ્સ હાજરી અને નેટફ્લિક્સની પહોંચ છે. એની શરૂઆત સારી રહેશે એમાં બેમત નથી જ. છતાં, બહુ જલદી એ ફિસ્સ થઈ જવાની એ પાકું છે.
ટૂંકમાં કહીએ તો, ધ આર્ચીઝ સરેરાશ ફિલ્મ છે. એ પણી આવી ટોચની ટીમ, મોટા રોકાણ સાથે. આ રિઝલ્ટ દમદાર ના કહેવાય, ઝોયા.

Want to watch The Archies? Read on a quick and point-to-point review… Investing a couple of hours in The Archies is wort...
08/12/2023

Want to watch The Archies? Read on a quick and point-to-point review…

Investing a couple of hours in The Archies is worth it if…

You wish to see how Agastya Nanda, Khushi Kapoor, Suhana Khan, all three star kids, and other newcomers Vedang Raina, Mihir Ahuja, and Yuvraj Menda make a debut. They all are worth the hype. Agatsya, among all, is my pick. He is really impressive. Of other actors, Suhaas Ahuja, Alyy Khan, and Vinay Pathak are effective.
Zoya Akhtar returns to a full-fledged movie direction after 2019’s Gully Boy. She fails to create a similar magic. Gloss, sets, looks, costumes, etc. are fine but where is the substance in the narrative, is what you will keep wondering throughout.
Too much music and constant interruption of songs is another huge letdown. I don’t know whether it was mandatory to go song-ing all the way here. The Archies could have been much leaner and lovable sans a few unwanted songs. And the songs are not interesting, please note.
Too many characters, and subplots without aim and effect is another minus here. In fact, many viewers who are not at all aligned with The Archies will take a good 30 minutes or more to be in line with what’s going on.
The central point of the movie is Green Park and the teenagers’ fight to save it from going into the hands of a businessman. This point is not used effectively.
If The Archies is attracting eyeballs soon after its release, it is merely because of reasons other than its actual true entertaining power. The reasons are excessive promotion, star kids, and Netflix's reach. While it will certainly do well for now, it won’t remain in the hearts of many for long.
In a nutshell, The Archies is just about an average fare. But, an average fare from such a team, with such an investment, and released after such hype, is not done!

Address

Vile Parle

Alerts

Be the first to know and let us send you an email when Emangrol posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Emangrol:

Share

Category