19/06/2023
🙏🏻🚩જય શ્રી રામ🚩🙏🏻
ધાર્મિક સ્વભાવ ,ભગવાન પ્રત્યે લાગણીશીલ, ઉત્સાહ, ભક્તિ તથા મૂવી જોવાના શોખ ના કારણે આજે હુ રામાયણ દર્શાવતી ફિલ્મ "ADIPURUSH " પરિવાર સાથે જોવા ગયો હતો...
પેહલા તો હું ભગવાનની મારાં પરિવારની અને પોતાની માફી માંગુ છું કે હું "ADIPURUSH" મૂવી જોવાનું પાપ કર્યું...
તદ્દન બેકાર ફિલ્મ... મારાં જીવન માં અઢળક ફિલ્મો જોઈ છે પણ આટલી બેકાર માથું દુખાડી દે એવી ફિલ્મ પેહલી વાર જોઈ છે...
આખી ફિલ્મ માં અંધારું છે એવુ લાગે છે કે ત્રેતાયુગ માં સૂર્યોદય થતો જ ન હતો..
સાલા મૂર્ખાઓ પાછા દરેક થિયેટર માં હનુમાન દાદા ની શીટ બુક રાખી છે ખરેખર જો હનુમાનદાદા આ ફિલ્મ જોઈ લેશે તો થિયેટર નો પડદો એમની ગદા થી ફાડી નાખશે અને આ ફિલ્મ મેકર્સ ના બધા ભાગીદારો ને ગદા થી મારી મારી ને એમની બુદ્ધિ ઠેકાણે લાવી દેશે...
- પ્રભુ શ્રી રામ નું પાત્ર ભજવામાં મારાં પ્રિય સ્ટાર પ્રભાસ તદ્દન નિષ્ફળ છે તે હજી પોતાના બાહુબલી ના પાત્ર માંથી બહાર આવ્યા હોય એમ લાગતું નથી...એમના ચેહરા પર શ્રી રામ ભગવાન જેવું જરા પણ તેજ નથી
શેષનાગ નો અવતાર લક્ષ્મણ કે જેના ગુસ્સા થી ધરતી પણ કાંપી ઉઠે એને સાવ દયાળુ અને જાણે એના પાત્ર ની કોઈ વૅલ્યુ જ ના હોય એમ સામાન્ય બતાવામાં આવ્યા છે...
- હનુમાનજી નું પાત્ર ભજવાતા કલાકાર " તેલ તેરે બાપકા, આગ તેરે બાપ કી, જલેગી તેરે બાપ કી "
" જો હમારી બહેનો કો છૂએંગે હમ ઉનકી લંકા લગા દેંગે "
આવા અભદ્ર ટપોરી ભાષા ના ડાઈલોગ બોલી રહ્યા છે શરમ આવી જોઈએ તમે હનુમાન દાદા ને એક પાત્ર સમજી રહ્યા છો જે અમારા ભગવાન છે જે આવી ભાષા બોલી શું વિચારી પણ ના શકે...
- ત્રિલોકી વિજયી, મહાજ્ઞાની, શિવભક્ત દશાનન રાવણ કે જેના થી દેવો પણ કાપતા હતા
એના લૂક વિશે તો કઈ બોલવા જેવું જ નથી... સોનાની લંકા આખી કાળી કોઈ ભૂતિયા મહેલ જેવી બતાવામાં આવી છે...
રાવણ કોઈ ભૂત હોય એમ આજુબાજુ ચામાંચીડિયા જ ફરતા હોય અને બ્રાહ્મણ શિવભક્ત રાવણ ને ચામાંચીડિયા ને માંસ ખવડાવતા અને મજુર ની જેમ કામ કરતા બતાવામાં આવ્યો છે એની હાલ ચાલ, ભાષા તદ્દન બેકાર બતાવામાં આવી છે એક ડાઈલોગ " તુમ્હારે પાસ કોઈ કામધંધા નહીં હૈ જો એક બંદર કો ઉઠા લાયે " આવી ભાષા ત્રેતાયુગ માં હશે?
-રાવણ પુત્ર મેઘનાથ જે ઇન્દ્ર સામે યુદ્ધ જીતી ને ઈંદ્રજિત ની પદવી લીધી હતી એને કોઈ જાદુગર હોય એમ ફૂલ સ્પીડ માં આયા થી તય ને તય થી અય એમ આંટા ફેરા મારતો બતાવામાં આવ્યો એને પણ અભદ્ર ટપોરી ભાષા બોલી...
અને ફક્ત ગળુ દબાવીને એટલા મોટા યોદ્ધા ને જાણે કોઈ માયકાંગલો હોય એમ એક જાટકે ઇંદ્રજીત ને મારી નાખ્યો...
કુંભકરણ ને દરવાજા ની બહાર નીકળતા જ એક મિનિટ માં મારી નાખ્યો
છેલ્લે સીતામાતા શ્રીરામ ભગવાન નું મિલન પણ અમર્યાદિત બતાવામાં આવ્યું છે
ફિલ્મ મેકર્સ માટે હું અફસોસ કરું છું કે કાશ આ લોકો મહાકાવ્ય રામાયણ વાંચી લીધી હોત કા તો રામાનંદ સાગર ની રામાયણ જોઈ હોત...
તો આવી હોલિવુડ ટાઈપ હોલિવૂડ જેવી ફિલ્મ ના બનાવી હોત... ફિલ્મ તદ્દન હોલિવુડ પ્રેરિત છે સનાતન સંસ્કૃતિ જરાં પણ છે નહીં...
બાકી 600 કરોડ માં સોનાના મુંકુટ પણ આવી જતા મૂવી માં, સોના ની લંકા અને સુરજ દેવતાં પણ અજવાળું લાવી શકતા...
અમારા જેવા ધાર્મિક લોકો ભગવાન પ્રત્યે પ્રેમ રાખનારા લોકો ભગવાન ની ફિલ્મ બનાવશો તો જોવા તો જવાના જ છે પૈસા પણ ખર્ચવાના જ છે પણ કમ સે કમ લાગણી દુભાય એવી તો ફિલ્મ ના બનાવશો ફિલ્મ મેકર્સ...
કંઈક ખોટું બોલાયું હોય તો માફ કરજો બાકી ફિલ્મ તો બેકાર જ છે 🙏🏻😡
🚩🙏🏻જય શ્રીરામ🚩🙏🏻