22/07/2023
https://youtu.be/sULXmGYgY3o
નમસ્કાર ,
પુરુષોત્તમ માસ નિમિત્તે કાંઠા ગોર ની પૂજા, ગોરમા ની પૂજા, ભગવાન શ્રી પુરુષોત્તમ નારાયણ ની પૂજા વખતે બહેનો દ્વારા ગાવા મા આવતું " આંબુડું જાંબુડું" તેના શબ્દો સાથેનો - Lyrics Video આપ સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છીએ ,ગુજરાત ના વિવિધ ભાગો માં મુખ્યત્વે ત્રણ પ્રકાર થી ગવાતા આ પારંપરિક ગીતો સંપાદન કરી ને મૂક્યા છે જે આપને જરૂર ગમશે. આ ગીત નું કમ્પોઝીશન એકદમ સરળ અને ડબીંગ સમયે જ બનાવેલુ છે. આપ સહુના સહકાર થી સફળતા પુર્વક ચાલી રહ્યુ છે.
હવે મુળ વાત: આ ગીત ની લિંક શેર કરો કે ન કરો તે અગત્યનું નથી જ, પરંતુ શબ્દો સહુને અવશ્ય શેર કરશો તો તમને પણ આપણી પરંપરા જાળવી રાખ્યાનો સંતોષ મળશે.
———————————-
પુરષોત્તમ માસ સ્પેશ્યલ “ આંબુંડુ-જાંબુડુ”
સંપાદક : ડૉ. ઉત્પલ જીવરાજાની
આમ્બુડું જાંબુડું, કેરી ને કોઠીમડું, રાય દામોદર નોતર્યા, ગણપતિ, ઈશ્વર ને ઘેર પારવતી ,
રાણી પૂજે રાજમાં, હું પુજુ મારા કાજમાં, વાણિયો પૂજે આડે દહાડે , હું પુજુ મારે ભર્યે ભાણે,
સવારમાં શામળિયાજી,બપોરે બળદેવજી,ત્રીજા પહોરે ત્રિકમજી,સાંજ પડે શ્રીનાથજી,
રાત પડે રણછોડજી,અધરાતે ઓધવજી,મધરાતે માધવજી,પરોઢિયે પુરુષોત્તમજી,
વાણુ વાયે વિઠ્ઠલજી,અમૃત પાન પીધાજી ,આટલા નામ લીધાજી,
જાત્રા કરવા નિસર્યા ,જાતા ન્હાયા ગંગાજી, વળતા ન્હાયા જમુનાજી
નાહી ધોઈને નીસર્યા , પાપ સર્વે વીસર્યા ,નાહયા ધોયા રેલાણાં, પાપ સર્વે ઠેલાણા
રાજાને રાજ દયો, અમને સૌભાગ્ય દયો, ઓધવરાય, માધવરાય, કેશવરાય, ત્રિકમરાય, પૂરણ પુરુષોત્તમરાય
સુખડા લ્યો શ્રી રામના
-------------------------Ambudu Jambudu-2
આમ્બુડું જાંબુડું, કેરીને કોઠીમડું, રાય દામોદર નોતર્યા, વાડી રાજા રામની,
વચમાં બેઠા ગોરમાં, ફરતી બેઠી ગોપીયું, રાજા પૂજે મંદિરમાં, રાણી પૂજે રાજમાં,
હું પુજુ મારા કાજમાં, વાણિયો પૂજે હાટમાં, શંકર ને ઘેર પારવતી , બ્રહ્મા ને ઘેર બ્રહ્માણી,
વિષ્ણુ ને ઘેર લક્ષ્મીજી ,રામ ને ઘેર સીતાજી,કૃષ્ણ ને ઘેર રાધાજી,ગોર ને ઘેર ગોરાણી ,
જાત્રા કરવા નિસર્યા, જાતા ન્હાયા જમનાજી, વળતા ન્હાયા ગંગાજી,
નાહી ધોઈને નીસર્યા , પાપ સર્વે વીસર્યા ,નાહયા ધોયા રેલાણાં, પાપ સર્વે ઠેલાણા
ડાળીએ બેઠા દામોદર
પાળે બેઠા પુરુષોત્તમ, કાંઠે બેઠા કાંઠાગોર,ત્રાજવે બેઠા ત્રિકામરાય,વાડીએ બેઠા વાસુદેવ,
સુદામાની ઝુંપડી, ખાવા આપો સુખડી, ભવની ભાંગો ભૂખડી, સુખડાં લ્યો શ્રી રામના
-------------------------Ambudu Jambudu-3
આમ્બુડું જાંબુડું, કેરીને કોઠીમડું, રાય દામોદર નોતર્યા, જાત્રા કરવા નિસર્યા, જાતા ન્હાયા ગંગાજી, વળતા ન્હાયા જમુનાજી,
નાહી ધોઈને નીસર્યા , પાપ સર્વે વીસર્યા ,નાહયા ધોયા રેલાણાં, પાપ સર્વે ઠેલાણા
ગાય રે ગાય, તું મોરી માય,
નિત નિત ડુંગરે ચરવા જાય, ચરતી ચરતી પાછી વળી,
ગંગાજળ પાણી પીવા જાય, પાણી પી ને પાછી વળી,
સામા મળ્યા વાઘ ને સિંહ, વાઘ કયે હું ગાય ને ખાઉં,
સિંહ કયે ખવાય નઈ, ગાયના દૂધ મહાદેવને ચડે,
ગાયના ઘીનો દીવો બળે, ગાયના છાણનો ચોકો થાય,
સોનાની શીંગડી, રૂપાની ખરી, ગાયની પૂંછડી હીરલે જડી,
ઓધવરાય, માધવરાય, કેશવરાય, ત્રિકામરાય, પૂરણ પુરુષોત્તમરાય, સુખડા લ્યો શ્રી રામના.
💐🙏🏻💐
શ્રીનાથજી ની ઝાંખી-ના શબ્દો સાથે ના કિર્તનો Lyric Video સાંભળવા માટે નીચે આપેલ પ્લેલિસ્ટ ની લિન્ક પર ક્લિક કરશો. https://www.youtube.com...