25/06/2023
એલા ભાઈ, ખબર તો મને પણ પડે છે. પણ લાગણીઓ અને સંબંધો વચ્ચે આ માણસ પીસાય છે.
કોઈક મૂર્ખ સમજી ને બનાવે છે. અને કોઈક પાસે મૂર્ખ થવાય છે.
જેને જે કરવું હોય તે કરે પણ પોતાના કર્મ થી થોડું ભગાય છે?
ખબર છે ને જીવન ના અંત માં ગુણાકાર ભાગાકાર તો થાય જ છે.
બાકી ખબર તો મને પણ પડે છે માટે સંબંધો ને પહેલા રખાય છે.