Dhabkar Mumbai

Dhabkar Mumbai Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dhabkar Mumbai, Arts and entertainment, 46 August Kranti Road, Gowalia Tank, Nana Chowlk, Grant Road West, Mumbai.

ધબકાર મુંબઈની કાવ્ય ગોષ્ઠિની પ્રવૃતિને ગઈ કાલે ૬ વર્ષ પુર્ણ થયા. ધબકાર પરિવારના મિત્રોનું સુચન હતું કે ધબકાર મુંબઈનું એક અલાયદું પેજ બનાવી ધબકારની દરેક પ્રવૃતિઓનો અહેવાલ તથા થનારી પ્રવૃતિઓની માહિતિ આ પેજ પર પોસ્ટ થતી રહે.
બીજું સુચન એ થયું કે ધબકાર કાવ્ય ગોષ્ઠિમાં રજુ થયેલ કાવ્યોને પણ અહીં રજુ કરાય.
ધબકાર મુંબઈ ઉંમરના હિસાબે હજી ઘણું નાનું છે, આપ સૌ મિત્રો, વડિલો અને ગુરુજનોના સાથ અને માર્ગદર્શનથી

ધબકાર મુંબઈ ગુંઠણીયાભેર ચાલતા શીખી રહ્યું છે.
આપ સૌનો સાથ, સુજાવ અને માર્ગદર્શન નિરંતર મળતા રહેશે જ.............

24/04/2020

* #ધબકાર_ગઝલ_સ્પર્ધા_૨૦૨૦*

* #વિજેતા_ગઝલો

*સ્થાન નં. ૧*
*રાજેન્દ્ર છગનલાલ મહેરા-અમરેલી.*
'તમારા હૃદયના કિનારે ઉભો છું'

*સ્થાન નં.૧*
*મુકેશકુમાર કનૈયાલાલ જોગી-કોસમડી અંકલેશ્વર*
'તકદીરની તસ્વીર જો દોરી શકાય તો'

*સ્થાન નં.૨*
*ડૉ હર્ષદ સોલંકી- કડી*
'જેને સમાન લાગે ધુમ્મસ અને ધુમાડો'

*સ્થાન નં.૩*
*દર્શન પરમાર-રકીબ અમદાવાદી- વીંછીયા-આણંદ*
'હવે શ્વાસમાં ટાંકણા જોતર્યા છે'

*પ્રોત્સાહન સ્થાન નં ૧:*
*ધ્રુવકુમાર પ્રફુલભાઈ દેસાઈ-ભાવનગર*
'કાયામાં ઝીણું કળતર જો થાય તો ભલે થાય'


*પ્રોત્સાહન સ્થાન નં ૨:*
*કિશોર બારોટ - વડોદરા*
'નથી જોઈ શકતો સૂરજનું ટશરવું'

*પ્રોત્સાહન સ્થાન નં ૩:*
*કિશોર જીકાદરા-ગાંધીનગર*
'કેમ અટકમાં લેવો છે સૂરજને રાતે'

*સુંદર શેર :*

*સ્થાન ૧ :*
*મુબારક ઘોડીવાલા 'દર્દ ટંકારવી'- ભરૂચ*
'આંચળ અજાણ્યા હાથમાં છે
ગાયો નહીંતર ભાંભરે નહીં'

*સ્થાન ૨:*
*ડૉ. વ્રજેશ મિસ્ત્રી - અમદાવાદ*
'કાનેથી ઉતરીને સીધા જીવ સુધી જે આવે છે
તીણા તીણા આ ભણકારા વ્હેલા ઉપર લઈ લેશે'


*સ્થાન ૩:*
*તખ્તસિંહ પી. સોલંકી- વડોદરા*
'હજી આ છોડનું સિંચન કરીને છાંયડો ઉછેરવાનું શક્ય છે મિત્રો
પડેલા ઝાડને પાછું ફરી ઊભું કરીને વાવવું મુશ્કેલ છે થોડું'

*પ્રથમ ચરણ-બાહ્ય બંધારણ*

*નિર્ણાયક :- ગઝલકાર ભાવેશ શાહ શહેરી (મુંબઈ)*
*કુલ કૃતિઓ 208*

*દ્વિતીય ચરણ - આંતરિક સ્વરૂપ-શેરીયત*

*નિર્ણાયક :- ગઝલકાર ભાવેશ ભટ્ટ (અમદાવાદ)*
*કૃતિઓ 100*

07/10/2018

શબ્દથી વાંધો પડ્યો છે
શબ્દથી સૌને છળ્યો છે

શબ્દે શબ્દે એને શોધું
સાર ક્યાં સાચો કળ્યો છે

શબ્દથી કુરાન – ગીતા
શબ્દથી આ જગ બળ્યો છે

શબ્દને ખણતા રહીએ
અમને શબ્દો-વા ચડ્યો છે

એ કહે સારું લખો છો
શબ્દને તો બસ અડ્યો છે

શબ્દના સ્વરુપ લાખો
મૌનમાં એ ઓગળ્યો છે

~ ચેતન ફ્રેમવાલા

11/09/2017

You are Invited to attand
102nd Dhabkar Kavy Goshthi
2 rmbr *Kavi Abd*
Sunday
17 Sept
4 pm
Chetan Framewala
Abhilasha
46 AK rd
Grant Road W

૮૫મી ધબકાર કાવ્ય ગોષ્ઠિ જનાબ આઈ. ડી. એકાર રાંદેરીનીયાદમાં દિ. ૧૭.૦૪.૨૦૧૬ નાસાંજે ૪ કલાકે ચેતન ફ્રેમવાલાના નિવાસ સ્થાને ય...
08/04/2016

૮૫મી ધબકાર કાવ્ય ગોષ્ઠિ
જનાબ આઈ. ડી. એકાર રાંદેરીની
યાદમાં દિ. ૧૭.૦૪.૨૦૧૬ ના
સાંજે ૪ કલાકે ચેતન ફ્રેમવાલાના નિવાસ સ્થાને યોજાશે.
સૌ કવિ મિત્રો અને ભાવકોને હાર્દિક નિમંત્રણ.
વધુ માહિતિ માટે સંપર્ક ૯૩૨૦૦૩૩૭૨૨

કલમના એક ગોદે બારના બાવન કરી લઈશું
પછી માળા જપીને દેહને પાવન કરી લઈશું.
ન્યાછાવર દેશ કાજે હર્ષથી તનમન કરી લઈશું
છતાં બે પેઢી ચાલે એટલુઁ સાધન કરી લઈશું.
અમે સેવાને નામે સ્ટેજ પર ક્રંદન કરી લઈશું
પછી ઝોળી ભરીને સર્વને વંદન કરી કરી લઈશું
અમે તો હેતને કિર્તી તણા ભૂખ્યાં છીએં કિંતુ
મફતનુઁ જો મળે તો ભાવતું ભોજન કરી લઈશું.
પ્રણય ગોષ્ઠિ મહીં ચંપલ તમે ઠોકી તો શો ગમ છે
તમારી પાદુકાનુઁ પણ અમે પૂજન કરી લઈશું.

આઈ.ડી. ' બેકાર' રાંદેરી

*ધબકાર મુંબઈ* દ્વારા માર્કંડ ભટ્ટ, નિદા ફાઝલી અને અકબર અલી જસદણવાલાને શબ્દાંજલી સંપન્ન*ધબકાર મુંબઈ દ્વારા ચેતન ફ્રેમવાલા...
27/02/2016

*ધબકાર મુંબઈ* દ્વારા માર્કંડ ભટ્ટ, નિદા ફાઝલી અને અકબર અલી જસદણવાલાને શબ્દાંજલી સંપન્ન*
ધબકાર મુંબઈ દ્વારા ચેતન ફ્રેમવાલાના ગ્રાંટ રોડ મુંબઈ સ્થિત નિવાસ સ્થાને ૮૩મી કાવ્ય ગોષ્ઠિમાં ગઝલકાર- ગીતકાર નિદા ફાઝલી અને માર્કંડ ભટ્ટ ને શ્રદ્ધાંજલી આપાઈ હતી. આ ગોષ્ઠિ ગઝલકાર અકબર અલી જસદણવાલાની યાદ માં યોજાઈ હતી. ગોષ્ઠિની અધ્યક્ષતા અને વિવેચન ગઝલકાર દેવદાસ અમીરે સફળતાપુર્વક કર્યું હતું. દીપા ગડાએ ભજનથી ગોષ્ઠિની શરુઆત કરી હતી. સંચાલન કરતાં ચેતન ફ્રેમવાલાએ માર્કંડ ભટ્ટ, અકબરઅલી સાહેબ અને નિદા ફાઝલી ના સર્જન અને જીવન વિશે સૌને માહિતગાર કર્યા હતાં અને એમની રચનાઓ વાંચી હતી. હસમુખ ગડાએ નિદા ફાઝલીની ગઝલો રજુ કરી હતી, સંગીત વિજય મામતોરાએ આપ્યું હતું. શૂન્ય પાલનપુરીના પુત્ર તસ્નિમ પાલનપુરીએ વિશેષ હાજરી આપી હતી. આ ગોષ્ઠિમાં અધ્યક્ષ દેવદાસ અમીર, શૈલ પાલનપુરી, નવિન શેઠિઆ, રામકૃષ્ણ નાયક, મધ્ય પ્રદેશથી પધારેલ હિન્દી કવિ અશોકકુમાર 'નિરદ', હાસિમ માંગરોળી, વિજય મામતોરા, હંસરાજ ખત્રી, રાજુલ ભાનુશાળી, ભારતી ગડા, ચેતન ફ્રેમવાલા સહિત કુલ ૩૩ કવિ મિત્રોએ એમની ગુજરાતી, હિન્દી, ઉર્દુ અને કચ્છી કવિતા રજુ કરી હતી.
આગામી ૮૪મી ધબકાર કાવ્ય ગોષ્ઠિ રવિવાર દિ. ૨૦. ૩. ૨૦૧૬ના સાંજે 4 કલાકે, ગઝલકારા મરયમ ગઝાલાની યાદમાં યોજાશે. સૌ કવિ મિત્રો અને ભાવકોને પધારવા હાર્દિક નિમંત્રણ. વધુ માહિતિ માટે સંપર્કઃ- ૯૩૨૦૦૩૩૭૨૨.

17/02/2016
10/02/2016

Dhbakar Gazal Spardha- 2016
List of Participants
1 Dr. Mukesh B. Joshi- Gandhinagar
2 Meera Asif-
3 Vijaya D. Garde. - Navsari
4 Dr. Ayna Trivedi ‘Ayu’- Bhavnagar
5 Kaushal Suthar- Mudarda- Jotana- Maheshana
6 Raksha Shukla- Bhavnagar
7 Hardik Pandya- Hard- Visnagar- Mahesana
8 Dinesh Desai- Garodiya- Amdavad
9 Hiteshkumar Patel ‘Tapasvi’ - Surat
10 Sagar Rakeshkumar H. Sagar- Vadodara
11 Naimish Khara
12 Bharat Chatvani- Rajkot
13 Gurudatt Thakkar- Amdavad
14 Sapana Vijapura- Amdavad
15 Jyoti BHatt
16 Hemshila Jagdish Shah- Matano Madh- Lakhpat- Kutch
17 Ravi Dave- Paryax d
18 Gunvatray Joshi- Upleta- Dist.: Rajkot
19 Dr. Alpesh Kalshaliya- Bhavnagar
20 Rajesh Laxmichand Hingu- Mumbai
21 Parmar Rupesh Laljibhai-Morbi
22 Varun M Mehta.
23 Dr. Kanaiyalal Bhatt- Ghandinagar
24 Jasmin Desai ‘Darpan’ - Rajkot
25 Khushbu Navinchandra Sarvaiya- Bhuj Kutch
26 Urvi Shaileshkumar Panchal- Navsari
27 Dr. Piyush. M. Chavada- Patan
28 Hemant Madrasi
29 Sanchaniya Manish Rajeshbhai- Rajkot
30 Bhavin Pathak- Bhavnagar-
31 Himal Pandya "parth"- Bhavnagar
32 Vishal Joshi- Sneh- Sanosara- Bhavnagar
33 Vaesha Barot- Zerda- Disa- Banaskantha
34 Kavita Raval- Rajkot
35 Abhijit Pandya-Bhavnagar
36 Minaxi Chandarana- Vadodara
37 Daksha B Sanghvi- Gandhidham Kutch
38 Praveen Garva Sajanava- Sanghipuram- Ta. Abadasa kutch
39 Do. Chitan Pandya- Amdavad
40 Mahendra Shah- Mumbai
41 Ashok Jani’ Anand’- Vadodara
42 Rajul Bhanushali- Mumbai
43 Vipul Pandya ‘ Sahaj-
44 Smita Shah- ‘Meera’
45 Vipul Patel- Kalol
46 Jyoti Hirani- Mumbai
47 Jigna Shah- Mumbai
48 Hemant Punekar- Mumbai
49 Solanki Vanrajsinh Jagarsinh- Rena- Panchmahal- Godhra
50 Vinu Bamaniya- Godhra
51 Amee Bhatt
52 Niva Joshi-Bharuch
53 Mehul Padiya- Mumbai
54 Purvi Trivedi
55 Mann Palanpuri (Manhar M.Mody- PALANPUR
56 Bhargavi pandya- Amdavad
57 HAILEN RAVAL – WANKANER-Dist. Morbi
58 Parshuram Chauhan- Vadodara
59 Divyangi Vasava- Surat
60 Bina Shah-Mumbai
61 Rameshbhai Vagela
62 Vaibhavi J Thakkar- Rajkot
63 Rana Baavaliya- Bhavnagar
64 Devdas Amir- Mumbai
65 Shobhna Thakkar- Navi Mumbai
66 Dilip Thakkar- Mumbai
67 Navin Shethia- Mumbai
68 Mahendrasinh Padhiyar (Marmi)- Junagadh
69 Parth Prjapati- Amdavad
70 Mahebub Badaudvi- Vadodara
71 Sudha Zaver- Bhuj - Kutch
72 Momin Khdimhusen Gulmahamad Bebas- Ta. Nadiyad - Kheda
73 Lata Bhatt-Pune
74 Suresh Parmar ‘ Sur’- Vadodara
75 Ashok Mehta-Mumbai
76 Pushpa Mehta Parekh- Mumbai
77 Ravi Dangar- Morbi
78 Kusum Patel- Mumbai
79 Kavita Jiyalal Morya- Bilimora
80 Sanjay Chauhan- Vadnagar
81 Dharti Sharma
82 Mittal Purohit Muskan
83 RAHUL SHRIMALI- JUNAGADH
84 Shruti M Satani- Joravarnagar,- Surendranaga
85 Nandini Satani- Rajkot
86 Sudhir Datta- rajkot
87 Vipul Umakant Borisa - Amdavad
88 Divyakant Pandya- Pune
89 Druv Dave- Amdavad
90 Jigar Faradiwala- Bhuj- Kutch
91 Prasant Somani- Surat
92 Praveen Jadav- Anand
93 Bipin Agravar ‘ Vir”- Bhavnagar- 364002
94 Dr. Pravay Vaghela
95 Harshida Trivedi
96 Mehul Gadhvi 'MEGH'- Jam-Khambhaliya 361305
97 BHavesh Shah- Mumbai
98 Vinod Manek- Anjar (Kutch)
99 Naresh Dodiya- Jamnagar
100 Kirtikant Purohit- Vadodara
101 Natwar Jajal- Mumbai
102 Divya Rajesh Modi- Surat
103 RATHOD VINAYKUMAR MANUBHAI-AHMEDABAD
104 Algotar RatnaabhaI Rupabhai- Botad
105 Vipul G. Mangroliya- Surat
106 Mubarak Ghodiwala- Tankarvi- Bharuch
107 Bharti Gada- Mumbai
108 Neha Purohit-Bhavnagar
109 Masum Modasmi- Modasa
110 Jagdish Khant- Vadodara
111 Brij Pathak- Vadodara
112 Dr. P. A. Mevada - Vadodara
113 Jagdish Narsinh Patel – Gam Rakhiyal- Dahegam
114 Suryakant Narsinh- Surya’ - Mumbai
115 Hardik Vora- Rajkot.
116 Bhavin Bipinkumar Gopani- Amdavad
117 Atul Desai- Mumbai
118 Kumar Jinesh Shah- Gandhidham, Kutch
119 Nilesh Patel- Pariaa, Post Sayan- Taa. Olpad- Surat
120 Purnima Vakil- Mumbai
121 Parajit Dabhi- Bhavnagar
122 Dr. Pradeep Dholakia- Mumbai
123 Megha Chintan Fichadiya ( Soni)- Rajkot
124 Avin A. Pavani- Mumbai
125 Arving Karsandas Rukhana- Mumbai
126 Bharat Thakardas Kajariya- Mumbai
127 Alpa Vasa - Mumbai
128 Paresh Kalasariya- Bhavnagar
129 Kalpesh Solanki ‘Kalp’ - Amdavad
130 Harish Keslikar- Mumbai
131 Hasim Mangroli- Mumbai
132 Harish Dasani- Mumbai
133 Rakesh B. Hansaliya- Rajkot
134 Vijaykumar A Chauhan ‘Prem’ Morbi

ધબકાર ગઝલ સ્પર્ધાસતત સાત વર્ષથી મુંબઈમાં ધબકતી ધબકાર કાવ્ય ગોષ્ઠિ દ્વારા ગઝલ સ્પર્ધાસ્પર્ધા  માટે નિયમો આ મુજબ છેઃ-૧. સ્...
18/01/2016

ધબકાર ગઝલ સ્પર્ધા

સતત સાત વર્ષથી મુંબઈમાં ધબકતી ધબકાર કાવ્ય ગોષ્ઠિ દ્વારા ગઝલ સ્પર્ધા
સ્પર્ધા માટે નિયમો આ મુજબ છેઃ-

૧. સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ પાંચ શેરની એક ગઝલ મોકલવાની રહેશે,( ગઝલ મક્તા વિનાની હોવી જોઈયે)
ગઝલમાં સર્જક્નું નામ અથવા તખલ્લુસ ન આવે એની સપર્ધકે કાળજી રાખવી અન્યથા એવી ગઝલ અસ્વીકાર્ય થશે.
૨ દરેક સ્પર્ધક માત્ર એક જ ગઝલ પાઠવી શક્શે
૩.પાંચથી વધુ શેર હશે તો એવી ગઝલ સ્પર્ધામાં અસ્વીકાર કરવામાં આવશે.
૪.શક્ય હોય ત્યાં સુધી ટાઇપ કરેલ કોપી અથવા ઈ-મેઈલ દ્વારા જ એન્ટ્રી મોકલવી,
સુવાચ્ય હોય તો જ હસ્તલિખિત એન્ટ્રીનો સ્વીકાર થશે.
૫. ઈ-મેઈલથી એન્ટ્રી મોકલનારે ફોન્ટ સાથે એટેચ કરવા અથવા પીડીએફ / જેપીજી ફોર્મેટમાં ફાઈલ મોકલવી. વ
૬. સ્પર્ધકે પોતાનું પૂરું સરનામું, સંપર્ક માટે મોબાઈલ (વ્હોટસએપ) /લેન્ડલાઈન નંબર વગેરે અલગ કાગળમાં લખવું.
જો ભાગ લેનાર સ્પર્ધક ભારત બહાર રહેતા હોય તો પુરસ્કાર મોકલવામાં સરળતા રહે તે માટે ગુજરાત/મુંબઈમાં
સંપર્ક કરી શકાય તેવું સરનામું તથા વિગતો જણાવવી.

૭. સ્પર્ધામાં ભાગ લેવા માટે છેલ્લી તારીખ- તા.૦૪/૦૨/૧૦/૧૬

૮. પરિણામ જાહેર થવાની સંભવિત તારીખ- તા. ૧૬/૦૨/૨૦૧૬
(પરિણામ બાબતે સૌ સ્પર્ધકોને સામેથી જાણ કરવામાં આવશે.)

૯. પહેલા ત્રણ વિજેતાઓને પુરસ્કાર તથા પ્રમાણપત્ર. અને અન્ય ત્રણ વિજેતાઓને નોંધપાત્ર હોવાનું પ્રમાણપત્ર આપવામાં
આવશે. આ ઉપરાંત સ્પર્ધા માટે આવેલ વિવિધ ગઝલ માના બે સર્વશ્રેષ્ઠ શેર માટે પણ પ્રમાણપત્ર એનાયત કરાશે.

નોંધઃ- નિર્ણાયકો નિષ્પક્ષ નિર્ણય લઈ શકે એ હેતુથી સ્પર્ધકનું નામ ગુપ્ત રખાશે.

ગઝલ મોકલવાનું સરનામું
ધબકાર મુંબઈ- ચેતન ફ્રેમવાલાઃ-૧૧ સી અભિલષા, ૪૬ ઑગસ્ટ ક્રાંતિ માર્ગ, ગોવાલિયા ટેંક, ગ્રાંટ રોડ વેસ્ટ, મુંબઈ ૪૦૦૦૨૬.

ઇ-મેઇલ :- [email protected]

ધબકાર મુંબઈ દ્વારા આયોજીત ૮૦મી કાવ્ય ગોષ્ઠિ,ગઝલકાર- હઝલકાર- હસનભઈમુસા પટેલ- મસ્ત હબીબ- સરોદી- મુલ્લા રમુજીને શબ્દાંજલી આ...
01/11/2015

ધબકાર મુંબઈ દ્વારા આયોજીત ૮૦મી કાવ્ય ગોષ્ઠિ,
ગઝલકાર- હઝલકાર- હસનભઈમુસા પટેલ- મસ્ત હબીબ- સરોદી- મુલ્લા રમુજીને શબ્દાંજલી આપવા, રવિવાર, દિ. ૧૫.૧૧.૨૦૧૫ ના સાંજે ૪ કલાકે યોજાશે.......... જરુર પધારશો..........

કોણ જાણે શું ઘટા દ્વારા સૂચન થઈ જાય છે,
હું નથી પીતો છતાં પીવાનું મન થઈ જાય છે.
આપથી જો થૈ શકે કરજો અનુભવ એટલો,
કે થવામાં કોઈના કેવું જીવન થઈ જાય છે.
વિરહમાં વાતો કરે છે મનથી ખુદ વ્યાકુળ મન,
મારી એકલતાજ પોતે અનજુમન થઈ જાય છે.
એ વિચારી હું રહ્યો છું કાફલાથી દૂર દૂર,
રાહબર પોતેજ જ્યારે રાહઝન થઈ જાય છે.
મસ્તી છે ઊડતી ઘટા મયખાના ગમથી આવતી,
દુ:ખ છે એવા વાયરા એનું શમન થઈ જાય છે.
થાય છે આવેશથી બેચેન મન જ્યારે ‘હબીબ’,
હું કવન કરતો નથી મુજથી કવન થઈ જાય છે.

મસ્ત હબીબ - સરોદી

29/10/2015

ધબકાર મુંબઈ દ્વારા સુરેશ દલાલ, અંબાલાલ ડાયર અને હિન્દી કવિ પ્રવીણ ખન્નાને શબ્દાંજલી સંપન્ન

ધબકાર મુંબઈ દ્વારા ચેતન ફ્રેમવાલાના ગ્રાંટ રોડ મુંબઈ સ્થિત નિવાસ સ્થાને ૭૯મી કાવ્ય ગોષ્ઠિનું આયોજન થયું હતું. ગોષ્ઠિમાં કવિ સુરેશ દલાલ, ગઝલકાર અંબાલાલ ડાયર અને હિન્દી કવિ-ફિલ્મ નિર્માતા પ્રવીણ ખન્નાને શબ્દાંજલી આપવામાં આવી હતી. ગઝલકાર દેવદાસ અમીરે ગોષ્ઠિની અધ્યક્ષતા કરી હતી અને ગોષ્ઠિમાં રજુ થયેલ રચનાઓનું પૃથકરણ કર્યું હતું.
ચેતન ફ્રેમવાલાએ સંચાલન કરતાં, સુરેશ દલાલ, અંબાલાલ ડાયર અને પ્રવીણ ખન્નાની રચનાઓનું પઠન કરી એમના જિવન અને સર્જન વિશે સૌને માહિતગાર કર્યા હતા. ચંદુલાલ ફ્રેમવાલાના ભજનથી શરુ થયેલ આ ગોષ્ઠિમાં, અધ્યક્ષ દેવદાસ અમીર, ગઝલકાર આશિત હૈદરાબાદી, નવિન શેઠિઆ, હાસિમ માંગરોળી, હેમા મહેતા, દિલિપ ઠક્કર, મહેન્દ્ર શાહ અને ચેતન ફ્રેમવાલા સહિત કુલ ૨૧ કવિ મિત્રોએ એમની કવિતા રજુ કરી હતી.
આગામી ૭૯મી ધબકાર કાવ્ય ગોષ્ઠિ રવિવાર દિ. ૧૫.૧૧.૨૦૧૫ના સાંજે ૪ કલાકે, ગઝલકાર હસનભાઈ પટેલ ' મસ્ત-હબીબ'ની યાદમાં યોજાશે, સૌ કવિ મિત્રો અને ભાવકોને હાર્દિક નિમંત્રણ. વધુ માહિતિ માટે સંપર્ક – ૯૩૨૦૦૩૩૭૨૨

Address

46 August Kranti Road, Gowalia Tank, Nana Chowlk, Grant Road West
Mumbai
400026

Telephone

9320033722

Website

Alerts

Be the first to know and let us send you an email when Dhabkar Mumbai posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Dhabkar Mumbai:

Share