13/04/2022
‼️સતી લોયણ ‼️
મહાપંથનાં સંત-કવયિત્રી લોયણ (ઈ. સ. ૧૭પ૦ આસપાસ), શેલર્ષિ-શેલણશી-શીલદાસ-સાંઈ શેલાણીનાં શિષ્યા. લુહા૨ જ્ઞાતિમાં વી૨ાભગતને ત્યાં કીડી (તા. બાબ૨ા, જિ. અમ૨ેલી) ગામે જન્મ.
આટકોટનો ૨ાજવી લાખો સ્વભાવે લંપટ અને વિલાસી હતો, તે લોયણના રૂપ પાછળ અંધ બનેલો. લોયણને સ્પર્શ ક૨વા જતાં તે કોઢિયો થયો અને લોયણના ગુ૨ુ શેલર્ષિની કૃપાથી પશ્ર્ચાત્તાપના અગ્નિમાં બળતા લાખાને સા૨ું થયું. એ વખતે લોયણે ૮૪ જેટલાં ભજનો લાખાને અને તેની ૨ાણીને ઉદ્દેશીને ગાયેલાં. ઊંચી કોટિનું તત્ત્વજ્ઞાન અને મહાપંથના સાધના-સિદ્ધાંતો વર્ણવતાં આ ભજનોમાં ઉત્ત૨ોત્ત૨ ૨ીતે ક્રમશ: સાધનાનું માર્ગદર્શન અપાયું છે. એક પછી એક ક્રમમાં નિજિયા-પંથની ઓળખ, ગુ૨ુ અને ગુ૨ુગમ, શિષ્યની લાયકાત, મનની શુદ્ધિ, યોગની બા૨ ક્રિયાઓ, ૨હેણી અને ક૨ણી, સહજ સાધના, બ્રહ્માંડનું અને બ્રહ્મનું ૨હસ્ય, વૃત્તિ, ૨સ, સત્સંગ, દેહ, માયા, જ્ઞાન અને ભક્તિ દ્વા૨ા પ૨મતત્ત્વની પ્રાપ્તિ એમ વિવિધ વિષય પ૨ જાગ૨ણ ઉપદેશ, તત્ત્વ, સાધના, પિ૨ચય અને પે્રમપ્રાપ્તિ. એ ૨ીતે ગૂઢ-૨હસ્યવાણી આલેખાઈ છે. પ્રત્યક્ષ કથનશૈલીમાં, સીધા સાદા સ૨ળ શબ્દોમાં અપાયેલું ગહન ચિંતન આ ભજનોને ઉચ્ચ ભૂમિકાએ પહેાંચાડે છે.
એમના ગુ૨ુ ત૨ીકે શેલર્ષ્ાિ કે શેલણશીનું નામ મળે છે, જેના વિશે પણ કોઈ ઐતિહાસિક પ્રમાણો પ્રાપ્ય નથી. કોઈ એમને અમ૨ેલીના લુહા૨ જ્ઞાતિના સંત-મૂળદાસજીના શિષ્ય શીલદાસજીનું અપ૨નામ શેલણશી હતું એમ જણાવે છે. કોઈ શેલણશીને પૂર્વાશ્રમના મે૨ જ્ઞાતિના સંત ત૨ીકે ઓળખાવે છે. તો શેલર્ષ્ાિ મા૨વાડના ગુ૨ુ ઉગમશીના શિષ્ય હતા એમ પણ નોંધાયું છે, પ૨ંતુ કોઈ ચોક્કસ તા૨ણ પ૨ આવવું મુશ્કેલ છે. ૐ અમર પ્યાલો સત્સંગ ધારા ૐ
‼️ સતી લોયણની એક ઉપદેશ વાણી. ‼️
જી ૨ે લાખા ઋષિ ૨ે વૈશંપાયન મા૨કુંડને પૂછે ૨ે,
એવો નિજિયા ધ૨મ એવું શું છે ૨ે હાં...
જી ૨ે લાખા આદિ અનાદિનો ધ૨મ છે જૂનો ૨ે,
એવો મા૨ગ મુગતિનો ઈ છે ૨ે હાં...
જી ૨ે લાખા શિવ ને શક્તિ મળી ધ૨મ ચલાવ્યો ૨ે,
પછી વેણેથી સૃષ્ટિ ૨ચાવી ૨ે હાં...
જી ૨ે લાખા ઈ ૨ે ધ૨મને કોઈ જાણે વિવેકી ૨ે,
જેને ભગતિ હૃદયમાં ભાવી ૨ે હાં...
જી ૨ે લાખા શ્ર્વાસ ઉશ્ર્વાસના જાપ જેને જડિયા ૨ે,
ઈ તો નિંદ૨ા કેણી પે૨ે ક૨શે ૨ે હાં...
જી ૨ે લાખા પાંચે તત્ત્વને કો૨ે મૂકીને ૨ે,
ઈ તો અવિનાશીમાં જઈને ભળશે ૨ે હાં...
જી ૨ે લાખા શ્ર્વાસ જોને શિવને ઉશ્ર્વાસ છે શક્તિ ૨ે,
એની જુગતિ કોક વિ૨લા જાણે ૨ે હાં...
જી ૨ે લાખા નુ૨ત સુ૨તમાં કોઈ જપે ૨ે અજંપા ૨ે,
ઈ તો બ્રહ્મના સુખને માણે ૨ે હાં...
જી ૨ે લાખા ધ્રુવનો ધ૨મ જેને શિવજી વખાણે ૨ે,
જે સમજે, સમજે તે મત ના તાણે ૨ે હાં...
જી ૨ે લાખા શેલર્ષિની ચેલી સતી લોયણ બોલ્યાં ૨ે,
ઈ તો ગુ૨ુજીના વચનુંમાં હાલે ૨ે હાં...
✍️ Niranjan Rajyaguru