SHREE VRUND Rajkot

SHREE VRUND Rajkot Its a professiona group for Garba-A traditional dance form of Gujarat and it was established in 1985. Working even today for various functions and festival

"આદ્યશક્તિની આરાધના" આસો નવરાત્રિના છઠ્ઠા નોરતે પ્રાત:કાળના પાવન સમયે રાજકોટ જિલ્લામાં દિકરીઓ માટેની શ્રેષ્ઠ સંસ્થા એવી ...
28/09/2025

"આદ્યશક્તિની આરાધના" આસો નવરાત્રિના છઠ્ઠા નોરતે પ્રાત:કાળના પાવન સમયે રાજકોટ જિલ્લામાં દિકરીઓ માટેની શ્રેષ્ઠ સંસ્થા એવી શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિધાલયની સમૂહ પ્રાર્થનામાં જીવંત માતાજીઓ સ્વરૂપ મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીનીઓ સમક્ષ મૂળ નાગરી પરંપરાના બેઠા ગરબાની સુરમય રચનાઓ શ્રી વૃંદના કલાકારોએ રજૂ કરી.

INTACH રાજકોટ ચેપ્ટર દ્વારા વિદ્યાર્થીઓ સુધી પ્રાચીનત્તમ સંસ્કૃતિ, મૂળભૂત પરંપરાઓ અને નવરાત્રિ વખતે ગરબા અંગેની સાચી તેમજ વિશિષ્ટ માહિતી રસભર રીતે પહોંચાડવાના હેતુથી આ અનોખુ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય સંસ્થાનો અભિગમ દાયકાઓથી શુદ્ધ નૈતિક મૂલ્યોને ઉજાગર કરવાનો રહ્યો છે, ત્યારે આ કાર્યક્રમના અંતમાં વિધાર્થિનીઓ તેમજ શિક્ષકો ભક્તિસભર રચનાઓ ઉપર અર્વાચીન ગરબા પણ રમ્યા હતા.


કાર્યક્રમ સંચાલન: ચેતસ ઓઝા
ગાયક કલાકારો: નિલેશ વસાવડા, પ્રાપ્તિ બૂચ, રન્ના છાયા, દીપા બૂચ, હિરેન બૂચ, પ્રકૃતિ વૈદ્ય
સંગીત કલાકારો: વિરંચી બૂચ, પ્રશીલ વોરા, મૈનાક વસાવડા, પ્રશાંત માંકડ, જીતુ ત્રિવેદી

સાઉન્ડ: આલાપ સાઉન્ડ સર્વિસ
આયોજક: INTACH રાજકોટ ચેપ્ટર

વિશેષ આભાર: હીરાબહેન માંજરીયા, વર્ષાબહેન ડવ, યજ્ઞેશભાઈ મહેતા, હર્ષલભાઈ માંકડ

1985 થી લઈને 2025...ઇતિહાસ અને રેકોર્ડ્સ બને છે જે તૂટવા માટે છે, બસ જરૂર છે યોગ્ય મહેનત અને સાચી નિષ્ઠા સાથે ભાવસભર અભિ...
03/09/2025

1985 થી લઈને 2025...ઇતિહાસ અને રેકોર્ડ્સ બને છે જે તૂટવા માટે છે, બસ જરૂર છે યોગ્ય મહેનત અને સાચી નિષ્ઠા સાથે ભાવસભર અભિવ્યક્તિની.
ગઈકાલે SHREE VRUND Rajkot ની ટીમે ફરી એક વખત પોતાના વર્ચસ્વ અને ગૌરવને આગળ વધારતા જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધા 2025 માં અર્વાચીન વિભાગમાં પ્રથમ ક્રમાંક અને સાથોસાથ પ્રાચીન વિભાગમાં દ્વિતીય ક્રમ મેળવ્યો જે માટે કલાકારો અને સંગીતકારોની અથાગ મહેનત સાથે દિકરીઓના પરિવારજનો દ્વારા મળેલો સહકાર પણ ખૂબ જ મહત્વનો રહ્યો. આ તકે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ રાજકોટ કચેરીના તમામ અધિકારીશ્રીઓ, નિર્ણાયકો તેમજ આ સ્પર્ધા જોવા ઉપસ્થિત સર્વે પ્રેક્ષકોનો અને શ્રી વૃંદના તમામ શુભેચ્છકોના અમે આભારી છીએ. ધન્યવાદ 🙏💐🎉❤️

District Youth and Cultural Activities Office Rajkot
Gujarat Information

01/09/2025

શ્રી વૃંદ રાજકોટ એટલે પરંપરા અને પ્રતિષ્ઠાનો સુદ્રઢ સમન્વય. સતત પ્રતિ વર્ષ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક તેમજ રાજ્યકક્ષાએ અનેક વખત શ્રેષ્ઠ અર્વાચીન ગરબા માટે પુરસ્કૃત થનાર આ ગ્રુપ ફરી એક વખત સઘન પ્રેક્ટિસ બાદ તૈયાર છે માતાજીના સ્વાગતમાં ગરબો પ્રસ્તુત કરવા, તો આપ સહુ આવો અને શ્રી વૃંદની સમગ્ર ટીમની મહેનતને વધાવો.

રાજકોટ જિલ્લા કક્ષા પ્રાચીન અર્વાચીન રાસ ગરબા સ્પર્ધા 2025
આવતીકાલે 02 સપ્ટેમ્બર,મંગળવાર
સાંજે 4:00 વાગ્યાથી
હેમુ ગઢવી નાટ્યગૃહ,રાજકોટ

પ્રવેશ: ઓપન ફોર ઓલ

રાજકોટ ખાતે મહિલા આર્ટ એન્ડ ક્રાફટ ફેસ્ટિવલ 2025 નું સુંદર આયોજન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે જેમાં ગઈકાલે S...
26/02/2025

રાજકોટ ખાતે મહિલા આર્ટ એન્ડ ક્રાફટ ફેસ્ટિવલ 2025 નું સુંદર આયોજન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે જેમાં ગઈકાલે SHREE VRUND Rajkot દ્વારા પ્રાચીન અને અર્વાચીન ગરબાની પ્રસ્તુતિ કરવામાં આવી. નવદુર્ગા રાસ તેમજ હૈયે રાખી હોમ એ બંને કૃતિઓ નયનરમ્ય રીતે રાજકોટના નગરજનો સમક્ષ રજૂ થઈ તેની કેટલીક તસવીરો.

કલાકારો: વ્યોમા ઓઝા, ધૃતિ રાજ્યગુરુ, કિંજલ જોષીપુરા, પૂર્વા જીકાર, કાલિન્દી ડેલાવાળા, પ્રાર્થી બૂચ, હેત્વી ડેલાવાળા, પ્રાચી કંસારા, પ્રિયંકા શાહ

નૃત્ય નિર્દેશન: Prapti Buch , Vyoma Oza , Ranna Chhaya
સંકલન: Viranchi Buch
સંચાલન: Chetas Oza
સહયોગ તેમજ વિશેષ આભાર: District Youth and Cultural Activities Office Rajkot
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કચેરી,રાજકોટ.

આયોજક:
Ministry of Women & Child Development, Government of India


રાજ્યકક્ષાએ અર્વાચીન વિભાગમાં પ્રથમ ક્રમાંક મેળવેલ કૃતિ આજ રોજ સંસ્કૃતિ કુંજ, ગાંધીનગર ખાતે વસંતોત્સવ 2024 માં SHREE VRU...
18/02/2024

રાજ્યકક્ષાએ અર્વાચીન વિભાગમાં પ્રથમ ક્રમાંક મેળવેલ કૃતિ આજ રોજ સંસ્કૃતિ કુંજ, ગાંધીનગર ખાતે વસંતોત્સવ 2024 માં SHREE VRUND Rajkot પ્રસ્તુત કરશે. કાર્યક્રમ LIVE નિહાળવા સર્વે કલાપ્રેમીઓ આ લીંક પર ક્લિક કરી શકો છો :
https://www.youtube.com/live/9aTCb40EOAo?si=COpQ8oov_X744FOv

Youth Services and Cultural Activities
Vasantotsav
Harsh Sanghavi
Bhupendra Patel
Rajkot Municipal Corporation
Ministry of Culture, Government of India

ગુજરાતનું ગૌરવ અને પ્રાચીન ધરોહર સમી સાંસ્કૃતિક પરંપરા એટલે "ગરબા" જેને UNESCO દ્વારા ભારત દેશના અમૂર્ત સાંસ્કૃતિક વારસા...
06/12/2023

ગુજરાતનું ગૌરવ અને પ્રાચીન ધરોહર સમી સાંસ્કૃતિક પરંપરા એટલે "ગરબા" જેને UNESCO દ્વારા ભારત દેશના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે પસંદ કરવામાં આવેલ છે અને આજે યુનેસ્કો તરફથી થયેલ આ ઓફિશિયલ જાહેરાતની ઉજવણીમાં અર્વાચીન વિભાગમાં ગુજરાત ફર્સ્ટ આવેલ
SHREE VRUND Rajkot ને માનનીય પ્રધાનમંત્રીશ્રી Narendra Modi ની વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં ગરબો પ્રસ્તુત કરવાની તક મળી સાથોસાથ ધારાસભ્ય DrDarsh*ta Shah , Rajkot Municipal Corporation કમિશ્નર શ્રી આનંદ પટેલ (IAS) તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણીના હસ્તે વિજેતા થવા બદલ પુરસ્કાર સ્વરૂપે ₹51,000/- નો ચેક એનાયત કરવામાં આવ્યો.

ટીમ લીડર: Viranchi Buch કોરિયોગ્રાફી: Prapti Buch , Vyoma Oza , Ranna Chhaya મંચ દિગ્દર્શન: Chetas Oza શબ્દો: આજ મારી અં...
23/10/2023

ટીમ લીડર: Viranchi Buch
કોરિયોગ્રાફી: Prapti Buch , Vyoma Oza , Ranna Chhaya
મંચ દિગ્દર્શન: Chetas Oza
શબ્દો: આજ મારી અંબાજી ગબ્બરથી આવશે
ગીતકાર અને સ્વરાંકન: શ્રી નલિન છાયા
સંગીત નિયોજન માર્ગદર્શક: બૈજુ જોશી, ભૂષણ પાઠક

નૃત્ય વૃંદ: વ્યોમા ઓઝા, ઋત્વી વોરા, Falak Mankodi , રૂચી ધોળકિયા, Aditi Mankodi , ભાવિશા ડેલાવાળા, વિશાખા ડેલાવાળા,Purva Vaidya Jikar , કાલિન્દી ડેલાવાળા, ગોહેલ નિશાબા, પ્રાચી શેઠ, ઈશા

હાર્મોનિયમ: તનુજ વૈશ્નવ
તબલા: વિરંચી બૂચ, Prashil Vora
વાંસળી: પારસભાઈ સોની

12/10/2023

ભજનો ગાતી માં ને જન્મ દિવસ ના વંદન

09/10/2023
વર્ષ 2016 થી અવિરત અખંડ રીતે SHREE VRUND Rajkot સળંગ છઠ્ઠા વર્ષે  જિલ્લા કક્ષાની રાસ ગરબા હરીફાઈમાં અર્વાચીન વિભાગમાં પ્...
29/09/2023

વર્ષ 2016 થી અવિરત અખંડ રીતે SHREE VRUND Rajkot સળંગ છઠ્ઠા વર્ષે જિલ્લા કક્ષાની રાસ ગરબા હરીફાઈમાં અર્વાચીન વિભાગમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે.

આગામી નવરાત્રી દરમિયાન ગુજરાત રાજ્ય કક્ષાએ રાજકોટ શહેરને રજૂ કરવા શ્રી વૃંદ રાજકોટના કલાકારો તત્પર છે.

સમગ્ર ટીમને આ તકે અભિનંદન તેમજ આ તકે રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ રાજકોટ કચેરી અને સમગ્ર નિર્ણાયકગણનો પણ તમામ સ્પર્ધકો વતી અમે આભાર માનીએ છીએ. 🥳🥳🥳🙏🏻💐💐

20/10/2022

જુઓ શ્રી Narendra Modi ની ઓફીશીયલ ચેનલનો વિડીયો જેમાં આપ સ્વાગત કરી રહેલા *શ્રી વૃંદ રાજકોટ* ના કલાકારોને અને અભિવાદન સ્વીકારી રહેલા માનનીય વડાપ્રધાનને નિહાળી શકો છો. સમગ્ર વિડિયો લિંક: https://youtu.be/y2xa9qikxRQ

Address

Sanshkruti Kunj
Gandhinagar
382007

Website

Alerts

Be the first to know and let us send you an email when SHREE VRUND Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share