Dhaval Jivani

Dhaval Jivani Writer | Poet

"ગીત જેવું"અનાયાસે એમને મળવાનું બને ત્યારે લાગે મૌસમ ના પહેલા વરસાદ જેવું એણે ઝુલ્ફો હટાવી ચહેરા પર થી સંગ્રામ માં છવાયુ...
09/07/2025

"ગીત જેવું"

અનાયાસે એમને મળવાનું બને ત્યારે
લાગે મૌસમ ના પહેલા વરસાદ જેવું

એણે ઝુલ્ફો હટાવી ચહેરા પર થી
સંગ્રામ માં છવાયું સન્નાટા જેવું

એની માંજરી આંખો ને જોતા જોતા
પગ લપસ્યો, મેં ન જોયું, ખાબોચિયા જેવું

અમસ્તી ઔપચારિક વાતો જ હતી
મને સંભળાયું એમાં કોયલ ના ટહુકા જેવુ

પૂછ્યું, કેમ હમણાં કંઈ લખતા નથી?
મે લખી નાખ્યું આવું કંઈક ગીત જેવું

ચાર દશક વીતી ગયા આ દુનિયા માં!
છતાં લાગ્યું એકવીસમુ બેઠું હોય એવું

અડધું ગીત જાણે આમનામ ગાયુ
ને' શરૂ થયું છે હવે સંગીત જેવું

હું પણ જાણું, ને એ પણ જાણે, કંઈક છે
બે નોખા મણકા માં - એક દોર જેવું

એણે હૈયા માં દફનાવી રાખેલું છે
કંઈક ઉડવા મથતા અરમાન જેવું

મેં વાંચ્યા એમને ચોપડી ની જેમ
એનું વર્ણન થઈ શકે ગઝલ જેવું

મેકઅપ ના થથેડા થી નથી અંજાયો
એની અંદર છે કંઈક હૂંફ જેવું

હું ઝળહળવા લાગ્યો છું દીવા ની જેમ
ડર લાગે છે – એ મારે નહી ફુંક જેવું

એવું ખાસ કઈ છે નહી છુપાવવા જેવું
ફરી મળે ત્યારે કહી દેવું છે, કહેવા જેવું

તું કોઈ સૂફી કે સંત તો છો નહી 'ધવલ'
અને એમાં કંઈ છે નહી પાપ જેવું

-ધવલ

"અનુભૂતિ"એક બિંદુ, દૂજો સિંધુ,  તીજી પાણીડા ની હેલ જો ને  ત્રાગો રચી ત્રિભુવન મચાવે,  જગત ના સઘળા ખેલ જો ને ઝળહળ જગતું ક...
20/04/2025

"અનુભૂતિ"

એક બિંદુ, દૂજો સિંધુ,
તીજી પાણીડા ની હેલ જો ને

ત્રાગો રચી ત્રિભુવન મચાવે,
જગત ના સઘળા ખેલ જો ને

ઝળહળ જગતું કોડિયું,
કે’ માં ઓ'લાઈ જાય જો ને

સૂંઘી ફૂલ ગુલાબ નું મન રે,
કે’ માં ખોવાઈ જાય જો ને

ધ્યાન ધરી ને સુણી જો બંધુ
રુદિયો અનાહત ગાય રે..

આ શ્વાસ અંદર આવી ને,
જોને કોને કોને મળવા જાય રે..

સુખમણા અતિ સાંકડી બંધુ,
સીધી રાખજે મેરુ ની લાકડી હો ને

ઈડા, પિંગલા ને સમ કરી તું,
ખોલજે ઊર્ધ્વ ની આંકડી હો ને

જ્યોત જબુકશે ભૃકુટી મધ્યે ને,
ઠારશે ત્રીજી આંખડી હો જી રે..

સરોવર રાખજે ચોખલિયું ને,
રાખજે હંસલાનો મુકામ મહીં રે..

મોડું થશે મોતી ચૂગવા માં,
નીર ને જાજુ ડહોળાવતો નહી રે..

આવશે સ્વાતિ નું ચોઘડિયું ને,
ચંચુ માં અમરત જીલાશે હો જી રે..

અલખ નું માંડેલું ઉખાણું,
એની મેળે મેળે ઉકેલાશે હો જી રે..

-ધવલ

"મુમુક્ષત્વ"નોખા દેહ, નોખા વેહ, નોખા નોખા મનેખ. ક્ષણે ક્ષણે કોણ લખે છે આ સચરાચર ના લેખ?કોને ખબર ક્યારે છૂટશે આવાગમન ના ફ...
13/04/2025

"મુમુક્ષત્વ"

નોખા દેહ, નોખા વેહ,
નોખા નોખા મનેખ.

ક્ષણે ક્ષણે કોણ લખે છે
આ સચરાચર ના લેખ?

કોને ખબર ક્યારે છૂટશે
આવાગમન ના ફેરા?

વેરાગી હવે થાક્યા ભાઈ
તાણી તંબુ ને ડેરા.

ક્ષણ ક્ષણ ફૂટતી સરવાણી ને
કોણ ચલાવે આઠે પહોરા?

જાણવા મથે જોગીડા
ધારણ કરી ને ભેખ...

આ સૂરજ સવારે એની મેળે
અજવાળા લઇ ને આવે છે?

શું કોયલ નો ટહુકો થઈ ને
માધવ બંસરી બજાવે છે?

આ નદીયું, નાળા ને વનરાઈ થી
ધરતી ને કોણ સજાવે છે?

આ નિસર્ગ ની ઘડિયાળ ને
વગર બેટરી એ કૉણ ચલાવે છે?

કોણ જગાડે, કોણ સુવાડે?
એ સવાલ દ્વાર ખખડાવે છે.

જાણવા મથે છે જોગીડા
ધારણ કરી ને ભેખ...

- ધવલ

Address

Bhavnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Dhaval Jivani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Dhaval Jivani:

Share

Category