Phoenix: The group of theater

Phoenix: The group of theater ગુજરાતી રંગભૂમિ પર પ્રયોગાત્મક નાટકો ભજવવા માટેનું, અવેતન ચાલતું, અમેચ્યોર કલાકારોનું ગ્રુપ.

🎭 Three Directors. Three Visions. One Unforgettable Theatre Festival. 🎭A powerful journey through emotions, laughter, an...
19/06/2026

🎭 Three Directors. Three Visions. One Unforgettable Theatre Festival. 🎭

A powerful journey through emotions, laughter, and thought-provoking storytelling.

✨ Kalpna Mrutyu — Directed by Rushi Dave , bringing a deeply moving narrative to life.

✨ Everything Is Possible — Directed by Yash Bhatt delivering laughter, warmth, and the essence of family values.

✨ Toba Tek Singh — Directed by Dr. Kamlesh Bhogayata, presenting a poignant reflection on history, humanity, and partition.

Behind this entire festival stands Mayur Gohil, our Production Manager, whose dedication, coordination, and tireless backstage efforts have transformed this vision into reality.

Join us as these creative minds and countless artists come together to celebrate the magic of live theatre.

🎟️ Limited seats available. Book your tickets now and be part of the experience!

TobaTekSingh GujaratiTheatre LiveTheatre TheatreFestival RushiDave YashBhatt DrKamleshBhogayata MayurGohil

🎭 *ત્રિવિધ નાટ્ય મહોત્સવ 2026*⏳ હવે માત્ર થોડી જ ટિકિટ્સ બાકી!ત્રણ લેખકો,ત્રણ નાટકો,ત્રણ વાર્તાઓ.29 જૂન – કલ્પના મૃત્યુ3...
16/06/2026

🎭 *ત્રિવિધ નાટ્ય મહોત્સવ 2026*

⏳ હવે માત્ર થોડી જ ટિકિટ્સ બાકી!

ત્રણ લેખકો,
ત્રણ નાટકો,
ત્રણ વાર્તાઓ.

29 જૂન – કલ્પના મૃત્યુ
30 જૂન – Everything Is Possible
1 જુલાઈ – Toba Tek Singh

🕣 સમય: 8:45 PM
📍 પ્રયોગશાળા, અમદાવાદ

🎟️ ટિકિટ: https://tykkit.com/events/%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%B5

₹100/- નો Exclusive *Phoenix Family Discount* માત્ર 20 જૂન સુધી.
(ઓન્લી for group booking)
તમારી સીટ આજે જ બુક કરો.

📞 વધુ માહિતી: 7878367037

🎭✨ *ફિનિક્સ એક્ટર'સ ફેક્ટરી* રજૂ કરે છે ✨🎭🌟🎭🌟 ત્રિવિધ નાટ્ય મહોત્સવ🌟🎭🌟  ત્રણ દિવસ... ત્રણ અલગ દુનિયા... ત્રણ જુદી અનુભૂત...
09/06/2026

🎭✨ *ફિનિક્સ એક્ટર'સ ફેક્ટરી* રજૂ કરે છે ✨🎭

🌟🎭🌟 ત્રિવિધ નાટ્ય મહોત્સવ🌟🎭🌟

ત્રણ દિવસ... ત્રણ અલગ દુનિયા... ત્રણ જુદી અનુભૂતિઓ... અને એક જ રંગમંચ! 🎭

આવો અને સાક્ષી બનો એક અનોખી નાટ્યયાત્રાના, જ્યાં શબ્દો જીવંત બનશે, લાગણીઓ મંચ પર ઉતરશે અને ત્રણ મહાન સર્જકોની કલમે રચાયેલા પાત્રો આપને વિચારવા મજબૂર કરશે. ✨

🌾 ઝવેરચંદ મેઘાણીની લોકધારા, માટીની સુગંધ અને માનવતાના સ્વર... તેમના પુસ્તક 'જેલ ઓફિસની બારી' પર આધારિત
*નાટક કલ્પના મૃત્યુ | દિગ્દર્શક ઋષિ દવે*

🏡 ડૉ. જગદીશ ત્રિવેદીની આધુનિક પરિવાર વ્યવસ્થાની રમૂજી અને વિચારપ્રેરક રજૂઆત...
*નાટક એવરીથીંગ ઇઝ પોસીબલ | દિગ્દર્શક યશ ભટ્ટ*

📚 સઆદત હસન મન્ટોની માનવીય સંવેદના, વિસંગતતા અને અસ્તિત્વના પ્રશ્નો...
*નાટક : ટોબા ટેક સિંહ | દિગ્દર્શક ડૉ. કમલેશ ભોગાયતા*

આ ત્રણેય સર્જનવિશ્વ પ્રથમ વખત એક જ મહોત્સવમાં, એક જ ટીમ દ્વારા અને એક જ મંચ પર જીવંત થવા જઈ રહ્યા છે. 🎭🔥

અમદાવાદના યુવા અને ઉત્સાહી કલાકારોની ટીમ તેમના અભિનય દ્વારા આ ત્રણ અલગ-અલગ શૈલીના નાટકોને નવી ઊંચાઈ આપશે. સમગ્ર મહોત્સવનું દિગ્દર્શન *ધારેશ શુક્લ* દ્વારા કરવામાં આવ્યું છે. 🎬

📅 તારીખો: 29 જૂન, 30 જૂન અને 1 જુલાઈ
⏰ સમય: રાત્રે 8:45 વાગ્યે
📍 સ્થળ: પ્રયોગશાળા, અમદાવાદ

🎟️ ટિકિટ બુકિંગ on Tykkit.
https://tykkit.com/events/ત્રિવિધ-નાટ્ય-મહોત્સવ
સિઝન પાસ 899/- ઓન્લી.
📞 વધુ માહિતી માટે: 7878367037

🎭 Three Plays • Three Genres • One Team 🎭

🌟 એક મંચ... અનેક ભાવનાઓ... અવિસ્મરણીય અનુભૂતિ... 🌟

👉 આજે જ તમારી બેઠક નિશ્ચિત કરો અને રંગભૂમિના આ વિશિષ્ટ ઉત્સવનો ભાગ બનો!

Our supporters: Prayogshala, VDramatics, Natraj Kala Mandir, TAFF, Center Stage Productions, Ambarkala Jewellery, tykkit.com, Indigena Wellness, બુકમાર્ક, CGCA.

#ત્રિવિધનાટ્યમહોત્સવ 🎭✨🔥

26/05/2025

🎭 વરેણ્યમ્ કલ્ચરલ ક્લબના સભ્યો અને આમંત્રિત મહેમાનો માટે યોજાયો "આડું ઘાસ ઊભું ઘાસ" નાટકનો ત્રીજો શો.

🎭 અમે આભારી છીએ Jigar Rana ભાઈ ના કે જેઓ સરકારીનગરી ગાંધીનગર ખાતે રીતસરના પ્રેક્ષકો તૈયાર કરી રહ્યા છે કે જેઓ પ્રયોગાત્મક નાટકો ટિકિટ ખર્ચીને જોવા ટેવાઈ. ખૂબ ખૂબ આભાર જીગર ભાઈ.

🎭 અમે આભારી છીએ અમારા દિગ્દર્શક શ્રી Archana Chauhan ના. જેઓએ એમના સીરિયલ, કોમર્શિયલ નાટકો અને નોકરીના વ્યસ્ત schedule વચ્ચે પણ નવોદિત કલાકારોને તૈયાર કરવા એમનો અમૂલ્ય સમય ફાળવ્યો.

🎭 લેખક Abhimanyu Modi એ એમની પહેલી સ્ક્રિપ્ટ ફિનિક્સને ભજવવા આપી અને તેઓ પણ ઉત્તમ અભિનય કરી રહ્યા છે જેનો વિશેષ આનંદ છે.

🎭 સાથી કલાકારોમાં ફિનિક્સના ફાઉન્ડર મેમ્બર Dharesh Shukla , મિત્રો Snehal Abhimanyu Modi Rj Jayraaj Niraj Kansara Yash Bhatt Vipul Prajapati Jaimin Makwana પણ સુંદર કાર્ય કરી રહ્યા છે :)

ત્રીજા શોમાં પણ standing ovation મળ્યું અને પ્રેક્ષકોએ વધાવ્યું એ જ નાટકની વિશેષ સફળતા છે.

Meet the ⭐ cast of our recent production."બાપુજી એ બાફી માર્યું"લેખક - Jagdish Trivedi ડિરેક્ટર - Dharesh Shukla ગુજરાત ...
02/12/2024

Meet the ⭐ cast of our recent production.
"બાપુજી એ બાફી માર્યું"

લેખક - Jagdish Trivedi
ડિરેક્ટર - Dharesh Shukla

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના પ્રતિભાશાળી યુવા દિગ્દર્શકોને આર્થિક સહાય અંતર્ગત અમદાવાદના પ્રતિભાશાળી યુવા દિગ્દર્શક ધારેશ શુક્લને તેમના નાટક "બાપુજીએ બાફી માર્યું" માટે પસંદ કરાયેલા હતાં. જેના અંતર્ગત તેમને કલોલ, ક્લાસ્મ્રુતિ, ભારતીય વિદ્યા ભવન, બાયડ આર્ટસ કોલેજ તેમજ જિલ્લા કલ્યાણ સંઘ ખાતે નાટ્ય પ્રયોગ કર્યા હતા. નાટકના લેખક પદ્મશ્રી જગદીશ ત્રિવેદીએ સંયુક્ત પરિવાર તેમજ પારિવારિક મૂલ્યોને હાસ્યરસના માધ્યમથી વણી લીધા હતાં અને દિગ્દર્શક ધારેશ શુક્લએ તેમના દિગ્દર્શનથી નવા કલાકારોને તૈયાર કરી એક સુંદર અને સહજ નાટકનું નિર્માણ કર્યું હતું.
કલાકારો દૃષ્ટિ માધાણી, ખુશી તન્ના, દીપેન ટી રાવલ, યશ ભટ્ટ, વિપુલ પ્રજાપતિ, શાહરૂખ પઠાણ, વિરલ કુકડિયા એ અભિનયના ઓજસ પાથર્યા હતા. સંગીત સંચાલન નીરજ કંસારા એ કર્યું હતું. એક અઠવાડિયાની અંદર પાંચ શોનું આયોજન રાજ્યની અલગ અલગ જગ્યાએ ફિનિક્સ ગ્રુપ ઓફ થિયેટર દ્વારા કરાયું હતું.

આ વર્ષનું ફિનિક્સનું નવું નાટક "જન્મદાતા".આ વર્ષે વિચારેલું કે પ્રયોગાત્મક અને થોડું સામાજિક-પારિવારિક નાટક કરવું એટલે અ...
10/01/2024

આ વર્ષનું ફિનિક્સનું નવું નાટક "જન્મદાતા".

આ વર્ષે વિચારેલું કે પ્રયોગાત્મક અને થોડું સામાજિક-પારિવારિક નાટક કરવું એટલે અમે પસંદ કર્યું શ્રી Pravin Solanki સરે લખેલું અને વર્ષો પહેલાં તખ્તો ગજવનાર મહાવીર શાહ દિગ્દર્શિત દ્વી-અંકી નાટક "જન્મદાતા".

🎯 ફિનિક્સની પરંપરા મુજબ નવા કલાકારોને તક આપવી તેથી આ વખતે ટોટલ 8 માંથી 5 ઓન સ્ટેજ કલાકારો એવા કે જેઓ પહેલી વખત નાટક ભજવતાં હોય!!!!! અને એ અમારા તમામ કલાકારો માટે મને ગૌરવ અને ઈર્ષ્યા થાય છે કે આ લોકો પહેલીવારમાં જો આટલું સરસ પરફોર્મ કરે છે તો ભવિષ્ય તો ખૂબ જ ઉજળું છે...

🎭 બે પ્રયોગો થઈ ચૂક્યા છે તેની આ એક ઝલક છે, અને બંને શો ભારતીય વિદ્યા ભવન(અમદાવાદ અને મુંબઈ)ના નેજા હેઠળ થાય એ આનંદની વાત છે...

પરકાયા પ્રવેશ : Snehal Abhimanyu Modi, Muskan Raj , Vipul Prajapati, Yash Bhatt, Dipen Raval, Bornlucky Bhavin Mehta, Dharesh Shukla

સંગીત સંકલન અને સંચાલન :

પ્રકાશ આયોજન:
પ્રકાશ સંચાલન :

નેપથ્ય: .modi.7 .pandya.183

વિશેષ આભાર :
._a_j_m_e_r_i


અને દિગ્દર્શન : આપનો ધારેશ શુક્લ :)

મહાદેવ હર 🤘

આજે સાંજે ભુજ...!
03/01/2024

આજે સાંજે ભુજ...!

મિત્રો,આ ફોટોઝ છે "વોર્ડ એક્સ એક્સ" ના છેલ્લા બે શોના.પ્રયોગશાળામાં કરેલા આ બંને શોમાં હાઉસફૂલ ઓડીયન્સે નાટકને ખૂબ બિરદા...
11/04/2023

મિત્રો,
આ ફોટોઝ છે "વોર્ડ એક્સ એક્સ" ના છેલ્લા બે શોના.
પ્રયોગશાળામાં કરેલા આ બંને શોમાં હાઉસફૂલ ઓડીયન્સે નાટકને ખૂબ બિરદાવ્યું હતું. અને બેસવાની જગ્યા પણ ન હોવાથી અમુક પ્રેક્ષકોને અમારે ફરજિયાત ના પાડવી પડી હતી. તો આ વખતે એવું ના બને એના માટે આપની ટિકિટ એડવાન્સ બુક કરાવી શકો છો.

આ એકાંકી નાટકની સાથે સાથે ખાસ વડોદરાથી સંસ્કૃતિ થિયેટરના શ્રી રાજેશ દાણીનું એકાંકી નાટક "છેક આવો માણસ" જે હિમાંશીબેન શેલતની વાર્તા પરથી બનેલ છે ,તે પણ પ્રસ્તુત થશે.

એટલે એક ટિકિટમાં બે સફળ અને અલગ અલગ વિષય પરના એકાંકી.

30મી એપ્રીલ. સાંજે 5:30 કલાકે.
પ્રયોગશાળા, અમદાવાદ.

લિંક : https://allevents.in/ahmedabad/80001374832099

Call : 7878367037.

ફિનિક્સ ધ ગ્રુપ ઓફ થિયેટર સહર્ષ રજૂ કરે છે પદ્મશ્રી સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા લિખિતDharesh Shukla દિગ્દર્શિતDhruv Trivedi ...
17/12/2022

ફિનિક્સ ધ ગ્રુપ ઓફ થિયેટર સહર્ષ રજૂ કરે છે

પદ્મશ્રી સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા લિખિત
Dharesh Shukla દિગ્દર્શિત
Dhruv Trivedi સહ દિગ્દર્શિત

"ભરપુર જવાનીમાં નખશિખ નંદવાયેલા બાપની નમણી નિશાની"
એટલે વર્ષો થી રંગભૂમિ પર સફળતમ રીતે ભજવાતું દ્વિ-અંકી નાટક

*"એક સપનું બડું શયતાની"*

કલાકારો : અંબર
અંકિતા પટેલ , ધ્રુવ ત્રિવેદી

સંગીત સંચાલન : દીપેન રાવલ
પ્રોડક્શન મેનેજર : મયુર ગોહિલ અને શ્રુતિ દવે

નેપથ્ય : ધરા જનક બી., રુદ્ર ત્રિવેદી , વિપુલ પ્રજાપતિ

વિશેષ આભાર : Aasif Ajmeri , Praja Prakash Jadawala Jagruti Thakore અને Falgun Thakore.

નેતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બે સુંદર નાટકનો પ્રયોગ.*"કલ્પના મૃત્યુ 2.0"*રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વ...
04/06/2022

નેતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બે સુંદર નાટકનો પ્રયોગ.

*"કલ્પના મૃત્યુ 2.0"*
રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા લિખિત 'જેલ ઓફિસની બારી' લઘુવાર્તા સંગ્રહમાંથી છ વાર્તાઓનું નાટય રૂપાંતર ...

*"વોર્ડ X X"*
સુપરહિટ ગુજરાતી ફિલ્મો અને નાટકો લખનાર શ્રી વિહંગ મેહતા લિખિત,
મિલિટરી હોસ્પિટલમાં સડતાં બે આર્મી જવાનોની ન સાંભળેલી થ્રિલર વાત...

કલાકારો : ધારા, ઈશા, ખુશી, ધ્રુવીન, મયુર, સંજય, દર્શન, વિપુલ, વિશાલ, દીપેન અને ધારેશ.

નાટય રૂપાંતર : વિરાજ અને ધારેશ શુક્લ

દિગ્દર્શન : ધારેશ શુક્લ

સ્થળ અને સમય : 12મી જૂન. 2022. રાત્રે 8:45 મિનિટે.
પ્રયોગશાળા, અમદાવાદ.

ઓનલાઈન ટિકિટ બુકીંગ : https://allevents.in/ahmedabad/80002017331707?ref=insta-gfx

ઓફલાઇન : 7878367037

નેતૃત્ત્વ ચેરીટેબલ ટ્રસ્ટ ઘણી બધી સામાજિક પ્રવૃત્તિ કરી રહ્યું છે. અમને મળેલું અનુદાન ગરીબ બાળકોને આગામી શૈક્ષણિક વર્ષમાં શૈક્ષણિક પ્રવૃત્તિ માં જ વપરાશે.
અનુદાન 80(C) અંતર્ગત કરમુક્તિને પાત્ર છે.
આશા કરીએ કે ગરીબ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આપ ચોક્કસ આ નાટકો નિહાળશો અને અમને મદદ કરશો.

Address

Ahmedabad

Telephone

9664721578

Website

Alerts

Be the first to know and let us send you an email when Phoenix: The group of theater posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Phoenix: The group of theater:

Share

Category