12/02/2026
ગુજરાત ના જૂનાગઢ જિલ્લા ના માંગરોળ શહેર માં ફાઈબર ગ્લાસ ફિશિંગ બોટ બિલ્ડીંગના ઘણા બધા ઉધોગ સાહસિકો છે. અને અહીંયા પાછલા 30 વર્ષ થી ફાઈબર ગ્લાસ ફિશિંગ બોટ બિલ્ડીંગ ઉદ્યોગ હરણફાળ ભરી રહ્યો છે. અહીંયા ઓછામાં ઓછા 14 ફૂટ થી હોડીઓ બનવાની શરૂઆત થાય છે અને વધુમાં વધુ 75 ફૂટની સાઈઝની ફિશિંગ બોટો બનાવીને હજારો માછીમારોના જીવન નિર્વાહ માટેના પ્રથમ પગથિયાંને પૂર્ણ કરવામાં આવે છે.જેથી હજારો લોકોની રોજી-રોટી ના સાધનો નું નિર્માણ અહીંયા થાય છે.
આ ઉદ્યોગને કારણે બોટ બિલ્ડીંગ વ્યવસાય સાથે સંકડયેલા સેંકડો પરિવારોનું જીવન નિર્વાહ થઈ રહ્યો છે.અહીંયા સમગ્ર ભારતના મુખ્ય બંદરો જેવા કે કન્યાકુમારી, કર્ણાટકા, રત્નાગીરી, ગોઆ, મહારાષ્ટ્રના વિવિધ બંદરો તેમજ ગુજરાતના દરેક બંદરો ના માછીમારો મુખ્યત્વે બોટો અને હોળીઓ નું નિર્માણ અહીંયા કરાવે છે.લાકડાની તુલનામાં પાણીમાં ફાઈબર ગ્લાસ મટીરીયલ વધુ મજબુતી, ઓછું મેન્ટેનન્સ, પાણીથી સતત બાથર ભીડી શકે તેવું અને વ્યાજબી કિંમતમા બનવાને કારણે લોકો આ મટીરિયલને વધુ મહત્વ આપે છે. આવનારા સમય મા માંગરોળનો ફાઈબર ગ્લાસ બોટ બિલ્ડીંગ ઉદ્યોગ વૈશ્વિક સ્તરે ભારત દેશનું નામ રોશન કરે એવી અંતર ની અભિલાષાઓ છે.
આ વિડીયો મુકવાનો હેતુ ફાઈબર ગ્લાસ સાથે જોડાયેલા વર્કરો અને બોટ બિલ્ડરોને પ્રોત્સાહન પુરુ પાડવાનો છે. અહીંના ખંતીલા કારીગરો આ કાર્યને ને પોતાનું અંગત કાર્ય સમજી ને બખુબી નિભાવી રહ્યા છે. માટે તેમની મહેનતને શબ્દો અને વિડીયોના માધ્યમથી વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. વિડીયો પસન્દ આવે તો લાઈક, શેર, અને ફોલો અવશ્ય કરશોજી.
🎨આર્ટિસ્ટ ઈરફાન પટેલનો આપ સર્વને આભાર.