10/05/2026
મારા અસ્તિત્વની આભા મા ❤️
10th May 2026
Happy Mother's Day🫂🥰🪔
This poem is dedicated to all mothers & my MA 🫂♥️
PADU
એક લાગણીસભર કવિતા જે દિલની ઊંડાઈ સુધી કદાચ સ્પર્શ જાય...
🫂😰♥️🥰❤️🪔
કાવ્ય.....શીર્ષક
મારા અસ્તિત્વની આભા "મા"
શાહી ખૂટી જાય પણ તારી ગાથા ખૂટતી નથી,
તું એ પુસ્તક છે જેને દેવો વર્ણવી શકતા નથી.
તારી તિતિક્ષાની કોઈ ચરમસીમા જ નથી,
તારી પરાકાષ્ઠાને આંબી શકે એવી કામલિયત જ નથી.
તારા હાથની રોટલીમાં મમતાના સ્વાદની કારીગીરી હતી,
ને વળી એ હાથે ખવડાવેલ "બુક્કા" માં કાલની ચિંતા હતી.
તું રોજ મંદિરે જાય એ તારી મૃદુતાને ભક્તિની પ્રતીતિ હતી,
ને તારા જ ઘરમાં તારું જ હોવું પરબ્રહ્મની સાક્ષી હતી.
મને રોજ નિહાળતી આંખોમાં અનુકંપા હતી,
"તું સુખી રહેજે વલાલી" ભલે સદૈવ મા તું કષ્ટ માં હતી.
"મા" તું સાંપ્રત સમયમાં નારી શક્તિ બની ઝઝૂમતી હતી,
ને છતાંય તારા "નિકેતન" ને સદૈવ મંગલમય રાખતી હતી....
મારી મા, મમ્મા, મોમિ, અમ્મા..
" પદુ "
🫂♥️🥰🫂🪔😰😰
– હેતલ પટેલ દેસાઈ.
Happy Mother's Day to all 🎊😇♥️♥️🙏🏻