15/06/2024
લાગણી
હૃદય ની લાગણી ને શબ્દ માં કેમ વર્ણવું?
ન સમજે તું તો તને કેમ સમજાવું?
આંખો મારી કહે છે સ્પષ્ટ એક વાર્તા ,
ન સમજી શકે શીર્ષક, તો સાર કેમ સમજાવું?
મિલન અને મુલાકાત ફરક છે ઘણો,
અંતર ની કથા અને વ્યથા કોને સમજાવું?
હાસ્ય છે ઘણું મુસ્કાન ખૂટે છે,
ન મિલાવે નઝર, તો પાંપણ કેમ ઝુકાવું?
શબ્દો વગર સમજી લે ને પ્રેમ ની આ ભાષા,
ન સમજે તું તો તને કેમ સમજાવું?
કૃતિ રાવલ
(અમદાવાદ)