11/11/2023
કોઈ ની લીટી ભુંસતો નથી,
મારી લીટી લાંબી કરું છું... !?.
પુરુષાર્થ અથાગ કરી ને,
પ્રારબ્ધ અનેકાનેક ગણું મેળવું છું... !!!?.
કોઈ એક વેંત નમે તો,
હું દંડવત પ્રણામ કરું છું.
લોભ, લાલચ કદી રાખતો નથી,
કોઈને ખોટો રાહ ચીંધતો નથી.
હક મહેનતનું જ ખાવ છું,
ફોસલાવી ભોળવી પડાવતો નથી.
જીયા લાગણી મહોબતથી બોલાવે,
ત્યાં પગરખાં પહેરાનુંય મુનાસીબ માનતો નથી.
હું માન સન્માન નો ભૂખ્યો છું,,, !!!?.
ઝાંઝવાના જળ જોઈ દોડી જતો નથી.
વિશ્વાસ રાખે તેની શ્રદ્ધા તોડતો નથી,
કોઈ ને પરાણે વિશ્વાસ રાખવાનું કેતો નથી.
https://chat.whatsapp.com/KH81T4zDv3L46ihbO9OSS0
નક્કર સબંધ સિવાય ખોટા સબંધ રાખતો નથી,
કાચાપોચા વિચાર મનમાં લાવતો નથી.
જિંદગી માં ખોટા ખેલ કરતો નથી,
સાચું બોલવાથી હું અચકાતો નથી.
નફરત થી જુએ ત્યાં સબંધ રાખતો નથી.
અપમાન થાય ત્યાં સોનાની જાળ નાખતો નથી.
હું મોજે દરિયામાં રહેનાર માનવી છું... !?.
ચાહ વિના હું કોફી પીતો નથી... !!!?.
નિજાનંદ ખાતર લખું હું કોઈ કવિ નથી... !!!?.
વિશ્વ કલ્યાણ શિવાયની વાત કરતો નથી.
દુઃખી ને મદદ કરવામાં પાછી પાની કરતો નથી.
અંધ શ્રધ્ધા ભુવા ભરાડી ને માનતો નથી.
સુખ દુઃખ તો સિક્કા ની બે બાજુ છે... !!!?.
એક બાજુ છાપેલ સિક્કા ચાલતા નથી... !!!?.
રથના પૈડા એક સરખા હોય તોજ ચાલશે,!?.
અઝીઝ ઉચ્ચ નિચ્ચ ભેદભાવ રાખતો નથી.