22/07/2013
કોઈ વ્યક્તિ ના રૂપમાં ગુરુ તરીકે શ્રદ્ધા ન બેસે તો હનુમાનજી ને ગુરુ માનો. હનુમાનજી જેવો ગુરુ કોણ? હનુમાનજી ને ગુરુ માનો એટલે ગુરુ ને હનુમાનજી જેવું પૂછડું હોવું જોઈએ. આ બધા આધ્યાત્મિક લક્ષણો છે. હનુમાનજીની જેમ ગુરુ કૂદાકૂદ કરતો હોવો જોઈએ. આ બધાંના અર્થો છે. ગુરુ એટલે એક ડાળ પરથી બીજી ડાળે, શાસ્ત્રોની શાખાઓ ઉપર ક્રીડા કરતો હોય, ક્યારેક સાંખ્યની ડાળે, ક્યારેક ન્યાયની ડાળે, ક્યારેક વેદાંતની ડાળે.... લંકા સળગાવી દે એનું નામ ગુરુ. લંકા એટલે મારા અને તમારામાં રહેલો કાળનો ભય. ખોટી માન્યતાઓ અને ધારણાઓને બાળીને ભસ્મ કરી નાખે. આ ગુરુના બધા લક્ષણોવિચારવા પડે. તો,
महावीर बिनवउँ हनुमाना । राम जासु जस आप बखाना ।।
ગુરુ મહાવીર હોવો જોઈએ. વીર નહીં, મહાવીર. આંતરશત્રુ ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે એ મહાવીર. ગુરુ સાહસી હોવો જોઈએ. શ્રી હનુમાનજી મહારાજની તુલસીદાસજીએ વંદના કરી. આપણે બધાં જ 'હનુમાન ચાલીસા' કરતાં હોઈએ છીએ. એમાં લખ્યું છે-
जै जै जै हनुमान गोसाई । कृपा करहु गुरुदेव की नाई ।।
ગુરુ આવરણમુક્ત હોવો જોઈએ. વાનર કપડાં નથી પહેરતો. ગુરુ કપટમુક્ત હોય. એના બધાં જ આવરણો જતાં રહ્યા હોય. એટલે હનુમાનજીના રૂપને જયારે ગુરુરૂપે જોવા હોય ત્યારે ઘણું વિચારવું પડે. આ સદીએ બહુ મહાપુરુષો આપ્યા છે. ઘણા ઓળખાયા, ઘણા નથી ઓળખાયા