Nadiad KalaMandir

Nadiad KalaMandir "Nadiad Kala-Mandir" is a Gujarati Drama Organization which was established before our independence on 1st May 1939 At That time Lt. "Poet" Mr. Devdas Pandya, Mr.

In 1939, The time when Second World War was major issue for whole world, India was still fighting for Independence. Govindram Vyas, Mr. Mansukh Rana, Mr. BAlKrishna Vyas established Nadiad Kala-Mandir in order to support ongoing independence activities and social awareness by performing their first street play "Achhoot Kon..??" which was pretty much related on past/current cast system of Indian s

ociety. This act was performed several times and than 1942 , new Natak "Jay Hind" in order to support our national heroes. That time is considered as "Golden" time in history books, because TVs and entertainment sources were more costly than real gold. So Street Dramas were highly "on demand" entertainment sources. Time by time Nadiad Kala-Mandir and team members, actors become a part of Nadiad's honor. And since 1939 to today, this organization is still working and breathing to stay forever in Nadiad's heart.

23/08/2026

असली और नकली …

23/08/2026

HIGH WAY 8 — એક એવો રસ્તો જ્યાં ભૂતકાળ ફરી પાછો આવે છે… 🚗👻

રાત્રિના અંધકારમાં હાઇવે પર કાર અચાનક બંધ પડી જાય છે…
અને મદદ માટે આવે છે એક વૃદ્ધ માણસ.

પણ રહસ્ય ત્યારે ઘેરું બને છે જ્યારે ખબર પડે છે કે…

એ વૃદ્ધનું પાંચ વર્ષ પહેલાં જ મૃત્યુ થઈ ચૂક્યું છે! 😱

તો પછી એ કોણ હતો?
એ કાર રીપેર કેમ કરી રહ્યો હતો?
અને High way 8 પર પાંચ વર્ષ જૂનું કયું રહસ્ય છુપાયેલું છે?

🎬 જુઓ આ રોમાંચક Suspense Horror Movie Trailer
અને અંત સુધી રહસ્યને સમજવાનો પ્રયાસ કરો… 👁️🌫️

JOSH entertainment Presents
🎥 HIGH WAY 8

21/08/2026
21/08/2026

દિકરો મારો લાડકવાયો…
Best Gujarati Song

🎭જન્મ દિનની અદના કલાકારને શુભેચ્છા 🎭કલાકાર નહીં કલાને આજીવન જીવંત રાખનાર શ્રી ઠાકોર મકવાણા ગુજરાતી રંગભૂમિ અને અભિનય ક્ષ...
20/08/2026

🎭જન્મ દિનની અદના કલાકારને શુભેચ્છા 🎭

કલાકાર નહીં કલાને આજીવન જીવંત રાખનાર શ્રી ઠાકોર મકવાણા ગુજરાતી રંગભૂમિ અને અભિનય ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવતા અનુભવી કલાકાર છે. અભિનય પ્રત્યેના ઊંડા લગાવ, પાત્રને જીવંત કરવાની કળા અને વિવિધ પ્રકારની ભૂમિકાઓને અસરકારક રીતે રજૂ કરવાની તેમની ક્ષમતાએ તેમને રંગભૂમિમાં વિશિષ્ટ સ્થાન અપાવ્યું છે. નડીયાદ કલા મંદિરના અનેક નાટકોમાં અભિનયના ઓજસ પાથરી પાત્રને જીવંત કરેલ છે અને કલા મંદિર સહિત અનેક સંસ્થાઓ થકી સન્માનિત થઇ પારિતોષિકો મેળવ્યા છે.
નાટ્યક્ષેત્રે તેમણે કુલ ૨૫ જેટલા ત્રિઅંકી નાટકોમાં અભિનય કર્યો છે. જેમાં “સાચું કહું તું મને ગમે છે” ની જમાદાર તરીકેના પાત્રની ખુબ નામના મેળવી ઉપરાંત “શાંતમ્ પાપમ્,” અમે તો પરણી ગયા, સોન કંસારી, રાધા તું લે બોલવાની બધા, સંસાર એક માયા, સંતરામ ગાથા, સંસ્કારનાં વાવેતર, શ્રી જાનકીદાસ ગાથા, ખેડાનું ખમીર, અખંડ ભારતનાં શિલ્પી સરદાર અને લોયાધામ જેવા નોંધપાત્ર નાટકોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સ્કિટ ક્ષેત્રે પણ તેમની સશક્ત કલાની હાજરી રહી છે. “ખાડો નહીં, આ તો ગોબો કહેવાય, મોબાઈલે ડાટ વાળ્યો અને ડોક્ટર ભેજાવાલા” જેવી સ્કિટમાં તેમણે અભિનય કર્યો છે.
રંગમંચની સાથે તેમણે ફિલ્મ ક્ષેત્રે પણ અભિનયની છાપ છોડી છે, જેમાં “ગટર” અને “ અંધારામાં પણ ગોળ ગળ્યો લાગે” જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

તેમના અભિનયની વિશેષતા માત્ર સંવાદ બોલવામાં નથી, પરંતુ પાત્રની લાગણી, હાવભાવ અને પ્રસંગની સંવેદનાને પ્રેક્ષકો સુધી પહોંચાડવાની તેમની આગવી અભિનયશૈલીમાં છે. વર્ષોની રંગભૂમિ-સાધનાથી તેમણે અનેક યાદગાર પાત્રોને જીવંત કર્યા છે.
રંગભૂમિ પ્રત્યેની નિષ્ઠા, અભિનય પ્રત્યેનો પ્રેમ અને ગુજરાતી નાટ્યસંસ્કૃતિ પ્રત્યેનું યોગદાન — આ જ છે કલાકાર ઠાકોર મકવાણાની સાચી ઓળખ સાથે આજે કલા મંદિરના સૌ કલાકાર પરિવારની તેમના
💐 જન્મ દિન💐 ખૂબ ખૂબ શુભેચ્છાઓ
🎭🎭🎭🎭🎭🎭🎭🎭🎭🎭🎭🎭🎭🎭🎭

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳નડિયાદ કલામંદિર અને હોમગાર્ડ દળ (પશ્ચિમ નડિયાદ) વિભાગના સંયુક્ત ઉપક્રમે         🇮🇳૮૦ મા સ્વા...
19/08/2026

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳નડિયાદ કલામંદિર અને હોમગાર્ડ દળ (પશ્ચિમ નડિયાદ) વિભાગના સંયુક્ત ઉપક્રમે
🇮🇳૮૦ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી🇮🇳

નડિયાદ કલામંદિર અને હોમગાર્ડ દળ (પશ્ચિમ નડિયાદ) વિભાગના સંયુક્ત ઉપક્રમે ૮૦ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નડિયાદ કલામંદિર ખાતે આનંદ અને ઉલ્લાસભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે ધ્વજવંદન વિધિ મુખ્ય મહેમાન જૈમિન મહેતા (એડવોકેટ)ના વરદહસ્તે કરવામાં આવી હતી. નડિયાદ કલામંદિરના પ્રમુખ ઉમેશ ગાંધી, મંત્રી સતીશ દવે, હોમગાર્ડ કમાન્ડન્ટ અને કલામંદિરના ટ્રસ્ટીસભ્ય પ્રણવ સાગરની ઉપસ્થિતિમાં હોમગાર્ડ દળના જવાનો અને કલામંદિરના કલાકારો તેમજ આમંત્રિત મહેમાનો અને શહેરીજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશભક્તિની ભાવના વ્યક્ત કરી હતી.

જ્યારે મુખ્ય મહેમાન જૈમિન મહેતા, હોમગાર્ડ કમાન્ડન્ટ પ્રણવ સાગર, સંસ્થાના પ્રમુખ ઉમેશ ગાંધી અને મંત્રી સતીશ દવેએ પ્રાસંગિક ઉદ્બોધન કરી દેશની એકતા અને અખંડિતતાને જાળવી રાખવા સૌને અપીલ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા હિતેશ દવે, રોશન દવે, ધ્રુવેશ સોલંકીએ સહયોગ આપ્યો હતો.
આમંત્રિત મહેમાનોમાં વરિષ્ઠ પત્રકાર અને વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ વિનુભાઈ સુધાર, નિર્મળાબેન દવે તેમજ આજીવન સભ્ય રાજુભાઈ પટેલ, શોભન પિલ્લાઈ, નિલય પંડ્યા, નયનાબેન દવે, શ્રુતિ દવે, નૃપેશ શાહ, કલાકાર રૂપલ પટેલ સહિત કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળતા બક્ષી હતી.
🇮🇳💐🇮🇳💐🇮🇳💐🇮🇳💐🇮🇳💐🇮🇳💐🇮🇳💐

🌹🌹🌹 જન્મ દિનની શુભેચ્છા 🌹🌹🌹નડીયાદ કલા મંદિરના કલા રત્ન, કલા મંદિરના શુભ ચિંતક એવા નિર્મળાબેન દવે આજે ૯૩ મા વર્ષમાં પ્રવે...
18/08/2026

🌹🌹🌹 જન્મ દિનની શુભેચ્છા 🌹🌹🌹
નડીયાદ કલા મંદિરના કલા રત્ન, કલા મંદિરના શુભ ચિંતક એવા નિર્મળાબેન દવે આજે ૯૩ મા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓની તંદુરસ્તી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાન સારી રાખે તેવી કલા મંદિર કલાકાર પરિવારની પ્રાર્થના સહ શુભેચ્છાઓ….
🎭💐🎭💐🎭💐🎭💐🎭💐🎭💐🎭💐🎭

18/08/2026
18/08/2026
18/08/2026

Jay Shri Swaminarayan :: Om Namah Shivaya

Address

Nadiad

Opening Hours

Monday 3pm - 8pm
Tuesday 3pm - 8pm
Wednesday 3pm - 8pm
Thursday 3pm - 8pm
Friday 3pm - 8pm
Saturday 3pm - 8pm
Sunday 3pm - 8pm

Telephone

+919904516334

Alerts

Be the first to know and let us send you an email when Nadiad KalaMandir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Nadiad KalaMandir:

Shortcuts

Share