Pradip Patel

Pradip Patel Admin of ગુજરાતી કલાકાર મિત્રો ના ચાહકો નું પેજ
(1)

ટાટા મોટર્સને ગ્રાહક અદાલતનો મોટો ફટકો પડ્યો છે. હિમાચલ પ્રદેશના ગ્રાહક કમિશને ટાટા મોટર્સને એક મહત્વનો આદેશ આપ્યો છે.એક...
21/06/2026

ટાટા મોટર્સને ગ્રાહક અદાલતનો મોટો ફટકો પડ્યો છે. હિમાચલ પ્રદેશના ગ્રાહક કમિશને ટાટા મોટર્સને એક મહત્વનો આદેશ આપ્યો છે.

એક ગ્રાહકે 2022માં ખરીદેલી ટાટા હેરિયર SUV બદલી આપવા માટે, અથવા જો તે ન બને તો, ગ્રાહકને 9% વાર્ષિક વ્યાજ સાથે રૂ. 21.40 લાખ પૂરા પરત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
આ આદેશ પાછળનું મુખ્ય કારણ એ છે કે આ વાહનમાં માત્ર 26,000 કિલોમીટરના વપરાશ પછી પણ સ્ટીયરીંગ અને ટાઈમિંગ બેલ્ટ વારંવાર ફેઈલ થવાને કારણે, કોર્ટે તેને ઉત્પાદન ખામી (મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ) જણાવી છે.

આ ઉપરાંત, ગ્રાહકને થયેલી માનસિક પીડા અને મુશ્કેલી માટે રૂ. 1 લાખ અને કાનૂની ખર્ચ પેટે વધારાના રૂ. 15,000 ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.

કઈ કંપનીની કારમાં ઓછા ફોલ્ટ આવે છે અને મેઇન્ટેનન્સ ઓછું આવે છે? કાર વિશેનો તમારો અનુભવ જણાવજો.

કુડાસણ - ગાંધીનગરમાં જ્યાં બંગલા મળતા નથી ત્યાં 4BHK ફુલ્લી ફર્નિશ બંગલો બેઝમેન્ટ સાથે, વિડિઓ જોવા માટે કમેન્ટ કરો વિડિઓ...
20/06/2026

કુડાસણ - ગાંધીનગરમાં જ્યાં બંગલા મળતા નથી ત્યાં 4BHK ફુલ્લી ફર્નિશ બંગલો બેઝમેન્ટ સાથે, વિડિઓ જોવા માટે કમેન્ટ કરો વિડિઓ મોકલી આપીશ.

🏡 Fully Furnished 4BHK Luxury Home for Sale in Kudasan, Gandhinagar 🏡

Looking for a spacious, premium and ready-to-move home in the heart of Kudasan? Your search ends here!

✨ Property Highlights:
✅ 4 BHK Fully Furnished Bunglow
✅ 210 Sq. Yards Plot Area
✅ Approx. 344 Sq. Yards Construction
✅ Premium Furniture & Modern Interiors
✅ Spacious Drawing Room with 11-Seater Sofa Set
✅ 51” Sony LED TV
✅ O-General Inverter Air Conditioners
✅ Elegant Dining Area with 6-Seater Dining Table
✅ Modular Kitchen with Modern Appliances
✅ Separate Store Room with Ample Storage
✅ Beautiful Mandir Space
✅ 4 Comfortable Bedrooms with Beds, Wardrobes & ACs
✅ Attached Bathrooms with Premium Jaguar Fittings
✅ Large Basement with Multiple Usage Options
✅ Dressing Rooms & Premium Storage Solutions

🌟 Perfect for families looking for luxury, comfort, and convenience in one of Gandhinagar’s most sought-after locations.

📍 Location: Kudasan, Gandhinagar

💎 Move in immediately – No additional furnishing cost required.

📞 DM or Contact Miraa Realty for Price, Site Visit & More Details.
M: 9510 635 439

સંવેદનશીલ ઘટનાઓ વ્યક્તિનું જીવન બદલી શકે છે અને બીજા માટે પ્રેરણારૂપ બની શકે છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામના ...
19/06/2026

સંવેદનશીલ ઘટનાઓ વ્યક્તિનું જીવન બદલી શકે છે અને બીજા માટે પ્રેરણારૂપ બની શકે છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામના ખેડૂત કલ્પેશ પટેલની વાર્તા પણ આવી જ છે. સુરતમાં કેમિકલ ઓપરેટર તરીકે નોકરી કરતા કલ્પેશભાઈના પિતા રમણભાઈનું કેન્સરમાં અવસાન થતાં તેમના જીવનમાં મોટો વળાંક આવ્યો. તેમણે ક્યારેય ખેતરમાં કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો અને ઝેરી જંતુનાશકોને છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી.

વર્ષ 2019 થી તેમણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આપવામાં આવતી તાલીમ લઈને તેઓ જીવામૃત બનાવતા શીખ્યા. પિતાની કેન્સરની બીમારીએ તેમને ધરતી માતાને અને લોકોને કેમિકલના ઝેરમાંથી મુક્ત કરવાની પ્રેરણા આપી. છેલ્લા 7 વર્ષથી તેઓ જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

તેમણે પોતાની 3.5 વીઘા જમીનમાં 50 થી વધુ જાતની કેળ વાવી છે, જેમાં પુવન, આધાપુરી, રસ થલી, લાલ કેળ, બ્લુ જાવા, બસરાઈ, મહાલક્ષ્મી અને એલચી જેવા કેળાનો સમાવેશ થાય છે. તેમણે ઉત્પાદનમાં પણ નવો રેકોર્ડ સર્જ્યો છે. વર્ષ 2025 માં તેમના ખેતરમાં એક કેળની લૂમનું વજન 73 કિલો હતું. સામાન્ય રીતે એક લૂમ 20 થી 30 કિલોની હોય છે, પરંતુ તેમની વાડીમાં સરેરાશ વજન 30 કિલોથી વધુ રહે છે.

પ્રાકૃતિક ખેતી અપનાવવાથી તેમને એક વીઘે 15 થી 20 હજાર રૂપિયાનો દવા અને ખાતરનો ખર્ચ બચી ગયો છે. જમીન સુધરતા કેળાનું ઉત્પાદન વધ્યું છે અને દર વર્ષે 10 થી 12 લાખ રૂપિયાની આવક થાય છે. સુરતના વેસુમાં આવેલા કૃષિ બજારમાં તેઓ પોતાનો માલ વેચે છે. કાચા કેળા ન વેચાય તો તેમાંથી વેફર અને પાવડર બનાવીને તેઓ વેલ્યુ એડિશન કરે છે. મારો માલ અને મારો ભાવ ના સિદ્ધાંતથી તેઓ સારી આવક મેળવે છે.

કલ્પેશભાઈની આ સફળતાનો સંદેશ આખા દેશમાં પહોંચ્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ તેમની સાથે વાત કરી હતી અને તેમની સ્ટોરી શેર કરી હતી. આજે તેઓ દેશમાં રોલ મોડેલ બન્યા છે અને ઘરે બેઠા અન્ય રાજ્યોમાંથી પણ ઓર્ડર મેળવીને પાર્સલ દ્વારા કેળા મોકલી રહ્યા છે.

અમદાવાદમાં ઓફિસ કલ્ચરનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે. એક કર્મચારીએ વોશરૂ...
19/06/2026

અમદાવાદમાં ઓફિસ કલ્ચરનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે. એક કર્મચારીએ વોશરૂમમાં 53 મિનિટ વિતાવી તો તેના બોસે ખુલાસો માંગીને 40 મિનિટ વધુ કામ કરવાની સજા આપી.

આ કર્મચારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે તે છેલ્લા 10 મહિનાથી આ કંપનીમાં કામ કરી રહ્યો છે. તેનો કામનો રેકોર્ડ એકદમ સારો છે અને તમામ કાર્યો સમયસર પૂર્ણ કરે છે. આમ છતાં કંપનીના નવા અને વિચિત્ર નિયમે તેની મુશ્કેલી વધારી દીધી છે.

કંપનીએ હવે ડિજિટલ માધ્યમથી કર્મચારીઓના ટોયલેટ બ્રેકનો સમય રેકોર્ડ કરવાનું શરૂ કર્યું છે. કંપનીની નવી નીતિ મુજબ દિવસ દરમિયાન મહત્તમ 30 મિનિટ જ વોશરૂમ માટે ફાળવવામાં આવી છે. એક દિવસ બોસે કર્મચારીને બોલાવીને કહ્યું કે તેણે 53 મિનિટ શૌચાલયમાં વિતાવી છે, તેથી આ વધારાના સમયની ભરપાઈ કરવા તેણે ઓફિસ સમય પછી વધુ 40 મિનિટ કામ કરવું પડશે અથવા ઓફિસમાં જ રોકાવું પડશે.

પોતાનો પક્ષ રજૂ કરતા કર્મચારીએ સ્પષ્ટતા કરી છે કે તે શૌચાલય જતી વખતે પોતાનો મોબાઈલ ફોન ડેસ્ક પર જ મૂકીને જાય છે અને ત્યાં કોઈ બિનજરૂરી સમય બગાડતો નથી. તેના કામની ગુણવત્તા પર ક્યારેય સવાલ ઉઠાવવામાં આવ્યો નથી, છતાં કંપનીની આટલી કડક અને સૂક્ષ્મ દેખરેખ તેને માનસિક તણાવ આપી રહી છે.

આ પોસ્ટ વાયરલ થયા બાદ નેટિઝન્સ કંપનીના આ વર્તનને અસામાન્ય અને કર્મચારી પર દબાણ લાવવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે. ઘણા લોકોએ કર્મચારીને માનસિક શાંતિ માટે તાત્કાલિક નવી નોકરી શોધવાની સલાહ પણ આપી છે.

યાત્રાધામ પાવાગઢ ખાતેથી ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. આજે વહેલી સવારે પાવાગઢ ડુંગર પર પથ્થર ગબડવાની...
19/06/2026

યાત્રાધામ પાવાગઢ ખાતેથી ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. આજે વહેલી સવારે પાવાગઢ ડુંગર પર પથ્થર ગબડવાની એક મોટી દુર્ઘટના ઘટી છે. આ અકસ્માતમાં કેટલાક યાત્રિકો પથ્થરો નીચે દબાયા હોવાની આશંકા છે. અત્યાર સુધીના અહેવાલો મુજબ, આ કમનસીબ ઘટનામાં 2 યાત્રિકોના મૃતદેહ મળી આવ્યા છે, જેનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી વિગતો અનુસાર, આ દુર્ઘટના ડુંગર પર આવેલા પાટિયાપુલ નજીક વહેલી સવારે આશરે 5:00 વાગ્યાની આસપાસ બની હતી. છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે આ ઘટના ઘટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. વરસાદના કારણે ડુંગર પર પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો હતો, જેના લીધે માટી ખસી ગઈ અને ભારે ભરખમ પથ્થરો નીચે ગબડ્યા હતા. વહેલી સવારે માતાજીના દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ આ પથ્થરોની ઝપેટમાં આવી ગયા હતા.

ઘટનાની જાણ થતા જ રોપ-વેની સ્થાનિક ટીમ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી અને ઘટનાસ્થળે પહોંચીને પથ્થરો નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. આ ગંભીર દુર્ઘટના અંગે પાવાગઢ પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી તેમજ બચાવ કાર્યમાં મદદ કરી રહ્યો છે. હજુ પણ અન્ય કેટલાક યાત્રિકો દબાયા હોવાની આશંકાને પગલે રાહત અને બચાવ કાર્ય ખૂબ જ વેગવંતું કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં હવામાનની આગાહીનો વિષય ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પડયાએ જાણીતા હવામાન નિ...
18/06/2026

ગુજરાતમાં હવામાનની આગાહીનો વિષય ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પડયાએ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીઓને લઈને સવાલો ઉઠાવ્યા છે અને તેમના નિવેદનને લઈને રાજ્યભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.

ગુજરાતના અનેક ખેડૂતો વર્ષોથી અંબાલાલ પટેલની આગાહીઓ પર વિશ્વાસ કરતા આવ્યા છે. વરસાદ, ગરમી કે ઠંડી અંગે તેમની આગાહી સાંભળીને ઘણા ખેડૂતો ખેતીની યોજના બનાવતા હોય છે. બીજી તરફ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા લોકોનું માનવું છે કે હવામાનની આગાહી વૈજ્ઞાનિક માહિતી અને આધુનિક ટેક્નોલોજી પર આધારિત હોવી જોઈએ.

જયંત પડયાએ અંબાલાલ પટેલની આગાહીઓને લઈને ટીકા કરતા કહ્યું કે તેમની ઘણી વાતોમાં વૈજ્ઞાનિક આધાર દેખાતો નથી. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકો બે ભાગમાં વહેંચાયેલા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો અંબાલાલ પટેલના સમર્થનમાં છે તો કેટલાક લોકો વિજ્ઞાન આધારિત આગાહીને વધુ મહત્વ આપી રહ્યા છે.

આ સમગ્ર વિવાદ વચ્ચે એક વાત ચોક્કસ છે કે અંબાલાલ પટેલ વર્ષોથી કોઈની પાસેથી રૂપિયા લીધા વગર પોતાની આગાહીઓ જાહેર કરતા આવ્યા છે. તેમના સમર્થકોનું કહેવું છે કે ઘણી વખત તેમની આગાહી સરકારી હવામાન વિભાગ કરતાં વધુ સાચી સાબિત થઈ છે, જ્યારે વિરોધીઓ આ દાવા સાથે સહમત નથી.

હવે સવાલ એ છે કે હવામાન અંગે કોની વાત પર વધુ વિશ્વાસ કરવો જોઈએ? પરંપરાગત અનુભવ અને આગાહી કે પછી આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ? આ મુદ્દે તમારું શું માનવું છે? તમારી અભિપ્રાય જરૂરથી કોમેન્ટમાં જણાવો.

મિસ્ટર બિસ્ટની 5 સક્સેસ ફોર્મ્યુલા..1. આઉટ ઓફ બોક્સ થિંકિંગકાંઈક નવું વિચારો. દુનિયાથી અલગ વિચારો અને ત્યાં સુધી એના પર ...
18/06/2026

મિસ્ટર બિસ્ટની 5 સક્સેસ ફોર્મ્યુલા..

1. આઉટ ઓફ બોક્સ થિંકિંગ
કાંઈક નવું વિચારો. દુનિયાથી અલગ વિચારો અને ત્યાં સુધી એના પર કામ કરો જ્યાં સુધી ખળભળાટ ન મચી જાય. યુટ્યુબ પર દુનિયાભરના લોકો પોતપોતાની ચેનલ ચલાવે છે પણ બધા મિસ્ટર બિસ્ટ નથી બની શકતા. એક લાઈક અને એક સબસ્ક્રાઈબ માટે જાતમહેનત કરી રહેલા બિસ્ટે 1 થી 1 લાખ સુધીની ગણતરી વીડિયો મૂક્યો. આવો વીડિયો મૂકવાનો વિચાર બિસ્ટને જ આવ્યો અને હીટ થઈ ગયો.
આ ઓર્ડિનરી આઈડિયાએ રાતોરાત કરોડો વ્યૂઝ મેળવ્યા. મિસ્ટર બિસ્ટને પહેલી મોટી વાયરલ મોમેન્ટ આપી. પછી આવ્યું પાગલપનનું નવું ચેપ્ટર. 50 કલાક તાબુતમાં દફન થવાનો અનોખો વીડિયો. તેને સફોકેશન થવા લાગ્યું પણ કેમેરો રોલ થતો રહ્યો. તે 50 કલાક પછી બહાર આવ્યો તો કહ્યું, ડરને માટીમાં દફન કરતો આવ્યો.

2. પોતાના જ બિઝનેસમાં વારંવાર રિ-ઈન્વેસ્ટ
મિસ્ટર બિસ્ટને તેના બેન્કરે કહ્યું કે, તું આટલી બધી કમાણી કરે છે તો કાંઈક બચત તો કર. ત્યારે બિસ્ટ કહેતા કે હું બધી કમાણી હવે પછીના વીડિયોમાં ઊડાવી દઈશ. કાંઈ બચાવીશ નહીં. મિસ્ટર બિસ્ટની રિ-ઈન્વેસ્ટમેન્ટ કહાની શરૂ થાય છે જૂન 2017થી. જ્યારે તેને ક્વિડ ગેમમાં 10 હજાર ડોલરનો ચેક મળ્યો હતો. જીમીએ શરત રાખી હતી કે ગેમમાં તે જીતીને 10 હજાર ડોલર મેળવશે કો કોઈ જરૂરિયાતમંદને એ જ દિવસે આપી દેશે. રસ્તે રખડતા એક વ્યક્તિ પાસે રહેવા માટે ઘર નહોતું તેને એક ઝાટકે 10 હજાર ડોલર (ભારતના 10 લાખ રૂપિયા) જરૂરિયાતમંદને આપી દીધા. આ વીડિયોએ યુટ્યુબમાં ધૂમ મચાવી ને સબસ્ક્રાઈબર ધડાધડ વધવા લાગ્યા. ત્યારથી જીમીએ નિયમ બનાવ્યો કે દરેક વીડિયોમાં પોતાની 90થી 95% આવક લગાવી દેવાની. પોતાની પાસે કાંઈ નહીં રાખવાનું. રિ-ઈન્વેસ્ટ કરતા રહેવાનું.
2025ના એક જ વર્ષમાં જ તેણે કોન્ટેન્ટ પર 250 મિલિયન ડોલર એટલે 2300 કરોડ રૂપિયા ફૂંકી માર્યા. તે પોતાની કમાણી વીડિયો મેકિંગમાં લગાવે છે. હદ તો એ થઈ કે જીમીએ ગયા વર્ષે તેની સગાઈ માટે તેની માતા પાસેથી પૈસા ઊધાર લીધા હતા !!

3. માર્કેટિંગ ઓફ કાઈન્ડનેસ
હિન્દીમાં કહેવત છે કે નેકી કર, દરિયા મેં ડાલ... પણ જીમીએ પોતાની દયા અને કરૂણા ભાવનાનો પ્રચાર કર્યો. કોન્ટેન્ટ બનાવીને યુટ્યુબમાં અપલોડ કર્યું જેથી બીજાને પ્રેરણા મળે. મિસ્ટર બિસ્ટે 1 હજારથી વધારે લોકોને આંખનું ઓપરેશન કરાવીને દેખતા કર્યા છે તો બેઘર લોકોને નવા ઘરની ચાવી આપી છે. હજારો ડોગને દત્તક લીધા છે.
તેણે ગયા વર્ષે એવો પ્લાન મૂક્યો હતો કે જો કોઈ દાનવીર સેવાકાર્યો માટે 1 લાખ ડોલર (85 લાખ રૂપિયા)નો ચેક આપે છે તો તેને મિસ્ટર બિસ્ટના નોર્થ કેરોલિનામાં આવેલા વિશાળ સ્ટુડિયોમાં ત્રણ દિવસ રહેવા મળશે જ્યાં ગેમિંગ અને વીડિયોઝ શૂટ થાય છે. ત્યાં તેને હોલિવુડ લેવલના સેટ ડિઝાઈન, 100 કેમેરા રીંગ અને એ તમામ ઈક્વિપમેન્ટ જોવા મળશે જેનાથી જીમી ઈન્ટરનેટ પર છવાયેલો રહે છે.
મિસ્ટર બિસ્ટ પર્યાવરણવાદી છે. તેણે 24 મિલિયન ઝાડ એટલે 2 કરોડ 40 લાખ વૃક્ષો વાવવા ઝુંબેશ ચલાવી. તેણે સમુદ્રમાંથી પ્લાસ્ટિક કાઢવા માટે 30 મિલિયન ડોલર (300 કરોડ) રૂપિયા ભેગા કર્યા ને લાખો કિલો પ્લાસ્ટિક દરિયામાંથી કાઢ્યું.

માર્ચ 2023માં 30 હજાર બાળકોને મફત શૂઝ પહેરાવ્યા. નવેમ્બર 2023માં કેન્યામાં પાણીના 100 કૂવા ખોદાવ્યા. જુલાઈ 2024માં જમૈકા, આર્જેન્ટિના, મેક્સિકોમાં પૂર પીડિત લોકોને ઘર બનાવી દીધા. આ સેવા કામો કરવાથી તેને ખુશી મળે ને સેવાના વીડિયો બનાવવાથી વ્યૂઅર્સ વધે.

4. બ્રાન્ડ એક્સપાન્શન, બિઝનેસ ડેવલપમેન્ટ
27 વર્ષના જીમી (મિસ્ટર બિસ્ટ)એ પોતાની યુટ્યુબ ચેનલને બિસ્ટ ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં કન્વર્ટ કરી નાખી. તેની વેલ્યુ આજે 5 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. મિસ્ટર બિસ્ટ હવે યુટ્યુબર નહીં પણ બિઝમેનસમેન બની ગયો છે. 2022માં તેણે પોતાની ચોકલેટ કંપની ફિસ્ટેબલ લોન્ચ કરી. 2024માં બે જ વર્ષમાં આ ચોકલેટ કંપનીએ 250 મિલિયન ડોલર એટલે 2300 કરોડ રૂપિયાની સેલ્સ કરી અને 200 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો. હવે કૂકીઝ, ક્રીમ રોલ, પીનટ બટર, ગમી કેન્ડી જેવા પ્રોડક્ટ લોન્ચ કરે છે. જીમીએ દાવો કર્યો છે કે વીડિયો કરતાં વધારે ઝડપથી સ્નેક્સ વેચાઈ રહ્યા છે.
હવે ડ્રીંક્સ, ફ્લેક્સ અને મોબાઈલ ગેમમાં મિસ્ટર બિસ્ટ ઝંપલાવશે. 2027-2018 સુધી મિસ્ટર બિસ્ટના IPOની તૈયારી જોરશોરથી થઈ રહી છે. જીમીનો એક જ ફંડા છે- કન્ટેન્ટથી કમાઓ, બ્રાન્ડ બનાવો, બ્રાન્ડથી કન્ટેન્ટને સુપર ચાર્જ કરો. આ જ ફોર્મ્યુલા આવનારા ક્રિએટર યુગનો રોડમેપ છે.

5. મલ્ટી પ્લેટફોર્મ ધમાકા, દરેક સ્ક્રીનમાં છવાઈ જવું
મિસ્ટર બિસ્ટે તેના કન્ટેન્ટને દરેક સ્ક્રીનમાં લોન્ચ કરી. ઈન્સ્ટાગ્રામ, ટીકટોક, એમેઝોન પ્રાઈમ અને યુટ્યુબ. દરેક સ્ક્રીનમાં એકસાથે કન્ટેન્ટ દેખાવા લાગ્યા. એમેઝોન પ્રાઈમમાં બિસ્ટ ગેમ શો આવે છે તેણે પ્રિમિયરના 25 દિવસમાં 50 મિલિયન વ્યૂઝ મેળવી નવો રેકોર્ડ બનાવ્યો.

અમદાવાદના વિકાસમાં એક વધુ મોટું અધ્યાય ઉમેરાવા જઈ રહ્યું છે. શહેરની આસપાસ પ્રસ્તાવિત નવી રિંગ રોડ યોજના માત્ર પરિવહનને સ...
17/06/2026

અમદાવાદના વિકાસમાં એક વધુ મોટું અધ્યાય ઉમેરાવા જઈ રહ્યું છે. શહેરની આસપાસ પ્રસ્તાવિત નવી રિંગ રોડ યોજના માત્ર પરિવહનને સરળ બનાવશે એટલું જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારોના વિકાસને પણ નવી ગતિ આપશે.

રિંગ રોડ જ્યાંથી પસાર થશે તે વિસ્તારોમાં ભવિષ્યમાં રહેણાંક, કોમર્શિયલ અને ઔદ્યોગિક વિકાસની સંભાવનાઓ ખૂબ વધી શકે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ સાથે જમીનના ભાવમાં વધારો થવાની શક્યતા હોવાથી ઘણા રોકાણકારો આજથી જ આ વિસ્તારો પર નજર રાખી રહ્યા છે.

દહેગામ, સાણંદ, બાવળા, ધોલેરા અને બારેજા જેવા વિસ્તારોને જોડતી આ રિંગ રોડ અમદાવાદની કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવશે. તેના કારણે આસપાસના ગામો અને વિકાસશીલ વિસ્તારોને સીધો લાભ મળી શકે છે.

જમીન કે પ્લોટમાં રોકાણ કરવા ઇચ્છુક લોકો માટે આ વિસ્તારો ભવિષ્યમાં સારો વિકલ્પ બની શકે છે. સામાન્ય રીતે જ્યાં વિકાસ પહોંચે છે ત્યાં જમીનની માંગ અને કિંમત બંનેમાં વધારો જોવા મળે છે.

આજનું યોગ્ય આયોજન આવતીકાલનો મોટો લાભ આપી શકે છે. તેથી લાંબા ગાળાના રોકાણ વિશે વિચારી રહ્યા હોવ તો વિકાસ શરૂ થાય તે પહેલાં યોગ્ય માહિતી મેળવીને નિર્ણય લેવો વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

તમારા મત મુજબ નવી રિંગ રોડનો સૌથી વધુ લાભ કયા વિસ્તારને મળશે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવો અને આ માહિતી વધુ લોકોને પહોંચાડવા માટે પોસ્ટ શેર કરો.

ભારતીય રેલવેની IRCTC વેબસાઈટને લઈને વિદ્યાર્થીઓના એક જૂથે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરી હતી. વિ...
16/06/2026

ભારતીય રેલવેની IRCTC વેબસાઈટને લઈને વિદ્યાર્થીઓના એક જૂથે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓએ વેબસાઈટને વધુ આધુનિક, ઝડપી અને યુઝર-ફ્રેન્ડલી બનાવવા માટે નવી વેબસાઈટ વિકસાવવાની માંગણી કરી.

રિપોર્ટ મુજબ, વિદ્યાર્થીઓની વાત સાંભળ્યા બાદ રેલવે મંત્રીએ તરત જ સંબંધિત ટીમ સાથે સંપર્ક કર્યો અને નવી વેબસાઈટ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવા સૂચના આપી. સાથે જ 15 જુલાઈ સુધીમાં, એટલે કે લગભગ 40 દિવસની અંદર, કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી.

IRCTC વેબસાઈટ દેશના કરોડો મુસાફરો માટે ટ્રેન ટિકિટ બુકિંગનું મુખ્ય પ્લેટફોર્મ છે. ઘણી વખત ધીમું લોડ થવું, ભારે ટ્રાફિક દરમિયાન સમસ્યાઓ આવવી અથવા યુઝર અનુભવમાં ખામીઓ જેવી ફરિયાદો સામે આવતી રહી છે. નવી વેબસાઈટથી મુસાફરોને વધુ સરળ, ઝડપી અને સુવિધાજનક અનુભવ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વિદ્યાર્થીઓની પહેલ અને સરકારની ઝડપી પ્રતિક્રિયા એ બતાવે છે કે સારા સૂચનોને યોગ્ય મહત્વ આપવામાં આવે તો સામાન્ય લોકોના અનુભવમાં પણ મોટો ફેરફાર લાવી શકાય છે.

રેલવેની વેબસાઈટ વિશે તમારો અનુભવ કેવો છે? શું તમને પણ IRCTC વેબસાઈટ ઉપયોગ કરતી વખતે કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવો.

રતન ટાટા આજ માત્ર એક ઉદ્યોગપતિ તરીકે નહીં, પરંતુ એક પ્રેરણાદાયક વિચારધારા તરીકે યાદ કરવામાં આવે છે. કેટલાક લોકો પાછળ ઇમા...
15/06/2026

રતન ટાટા આજ માત્ર એક ઉદ્યોગપતિ તરીકે નહીં, પરંતુ એક પ્રેરણાદાયક વિચારધારા તરીકે યાદ કરવામાં આવે છે. કેટલાક લોકો પાછળ ઇમારતો છોડી જાય છે, કેટલાક સંપત્તિ. પરંતુ રતન ટાટાએ એક એવી વિચારસરણી છોડી છે જે આજે પણ લાખો લોકોને માર્ગદર્શન આપે છે. ઑક્ટોબર 2024માં 86 વર્ષની વયે તેમનું નિધન થયું, પરંતુ તેમના શબ્દો આજે પણ એટલા જ જીવંત છે. તેમના પાંચ પ્રખ્યાત અવતરણો અને તેમાં છુપાયેલા જીવનના પાઠ અહીં રજૂ છે.

૧. "હું સાચા નિર્ણયો લેવામાં માનતો નથી. હું નિર્ણય લઉં છું અને પછી તેને સાચો સાબિત કરું છું."

આપણેમાંથી ઘણા લોકો યોગ્ય સમય, યોગ્ય યોજના અને નિષ્ફળતા ન મળે તેની ખાતરીની રાહ જોતા રહીએ છીએ. પરંતુ રતન ટાટા માનતા હતા કે કોઈ નિર્ણય પહેલેથી જ ‘સાચો’ હોતો નથી. તમે જે નિર્ણય લો છો, તેને તમારા પ્રયત્નો અને સમર્પણથી સાચો બનાવવો પડે છે. રાહ જોવાનું બંધ કરો અને આગળ વધવાનું શરૂ કરો.

૨. "જીવનમાં ઉતાર-ચઢાવ ખૂબ જ મહત્વના છે, કારણ કે ECGમાં સીધી રેખા એટલે આપણે જીવતા નથી."

આ વિચાર આપણને યાદ અપાવે છે કે મુશ્કેલીઓ અને પડકારો જીવનનો અભિન્ન ભાગ છે. આપણે ઘણીવાર મુશ્કેલીઓથી બચવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ હકીકતમાં એ જ મુશ્કેલીઓ આપણને મજબૂત બનાવે છે. સંઘર્ષ જીવનની વચ્ચે આવતો વિરામ નથી, તે જીવનનો જ એક ભાગ છે.

૩. "લોખંડને કોઈ નષ્ટ કરી શકતું નથી, પરંતુ તેનો પોતાનો કાટ તેને નષ્ટ કરી શકે છે. તેવી જ રીતે માણસને કોઈ હરાવી શકતું નથી, પરંતુ તેની પોતાની વિચારસરણી તેને હરાવે છે."

આ અવતરણ આપણને પોતાની માનસિક શક્તિનું મહત્વ સમજાવે છે. ઘણી વખત પરિસ્થિતિઓ, લોકો અથવા નસીબ નહીં, પરંતુ આપણી નકારાત્મક વિચારસરણી જ આપણો સૌથી મોટો દુશ્મન બને છે. સફળતા અને નિષ્ફળતા ઘણીવાર મનની અંદરથી શરૂ થાય છે.

૪. "લોકો તમારા પર જે પથ્થરો ફેંકે છે, તેનો ઉપયોગ સ્મારક બનાવવા માટે કરો."

રતન ટાટાએ પોતાના જીવનમાં અનેક ટીકા અને શંકાઓનો સામનો કર્યો હતો. છતાં તેમણે દરેક અવરોધને તકમાં ફેરવ્યો. જીવનમાં મળતી ટીકા, નિષ્ફળતા અને અવગણનાને કમજોરી નહીં પરંતુ પ્રગતિનું સાધન બનાવવું જોઈએ. દરેક પથ્થર સફળતાનું એક પગથિયું બની શકે છે.

૫. "સફળતાને તમારા માથા પર ચઢવા ન દો અને નિષ્ફળતાને તમારા હૃદયમાં ઉતરવા ન દો."

આ એક ટૂંકું પરંતુ અત્યંત ગહન જીવનમંત્ર છે. સફળતા આવે ત્યારે અહંકાર ન કરવો અને નિષ્ફળતા આવે ત્યારે નિરાશ ન થવું. જીવનમાં સંતુલન જ સાચી સફળતા છે. બંને પરિસ્થિતિઓને સમાન શાંતિ અને પરિપક્વતાથી સ્વીકારવી એ જ મહાનતાની નિશાની છે.

રતન ટાટાના આ પાંચ જીવનપાઠ માત્ર વાંચવા માટે નથી, પરંતુ જીવનમાં ઉતારવા માટે છે. જો આપણે આ વિચારોને પોતાના જીવનમાં અપનાવીએ, તો વધુ આત્મવિશ્વાસ, સંતુલન અને સફળતા સાથે આગળ વધી શકીએ.

Address

Gandhinagar

Alerts

Be the first to know and let us send you an email when Pradip Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share