Kakubha B Rathod

Kakubha B Rathod I Love Science

દિન વિશેષ
31/08/2026

દિન વિશેષ

ગેલિલિયો ગેલિલી (1564–1642) ઇટાલીના ખગોળશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી, ગણિતજ્ઞ, તત્વચિંતક અને શોધક હતા, જેમને વૈજ્ઞાનિક ક્રાંત...
30/08/2026

ગેલિલિયો ગેલિલી (1564–1642) ઇટાલીના ખગોળશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી, ગણિતજ્ઞ, તત્વચિંતક અને શોધક હતા, જેમને વૈજ્ઞાનિક ક્રાંતિના મુખ્ય પાયાના સ્તંભોમાંથી એક તરીકે ઓળખવામાં આવે છે. ગેલિલિયોએ માનવજાતની બ્રહ્માંડ વિશેની સમજણને ઊંડાણપૂર્વક બદલાવી નાખી અને આધુનિક ભૌતિકશાસ્ત્રની પાયાની સ્થાપના કરી, ખાસ કરીને તેમના પ્રયોગાત્મક પદ્ધતિઓ અને ક્રાંતિકારી ખગોળીય અવલોકનો દ્વારા.

---

પ્રારંભિક જીવન અને શિક્ષણ

જન્મ: 15 ફેબ્રુઆરી 1564, પિસા (ઇટાલી).

તેમણે પિસા યુનિવર્સિટીમાં દવા (મેડિસિન)નો અભ્યાસ શરૂ કર્યો, પરંતુ કુદરત પ્રત્યેની ઊંડી જિજ્ઞાસાને કારણે તેમણે ગણિત અને પ્રાકૃતિક તત્ત્વજ્ઞાન તરફ વળ્યા.

---

મુખ્ય યોગદાન

ગેલિલિયોની વૈજ્ઞાનિક વારસામાં ઘણા ક્રાંતિકારી શોધો સામેલ છે:

1. સૂર્યકેન્દ્રિત સિદ્ધાંતનું સમર્થન (Heliocentrism)

નિકોલસ કોપર્નિકસના સૂર્યકેન્દ્રિત સિદ્ધાંતને (સૂર્ય કેન્દ્રમાં અને ગ્રહો તેના આસપાસ ગતિ કરે છે) મજબૂત પુરાવા આપ્યા.

આ વિચાર કેથોલિક ચર્ચ તથા પરંપરાગત વિચારસરણીને પડકારતો હતો.

2. ખગોળીય અવલોકન

સુધારેલા દૂરબીન (1609) દ્વારા ચંદ્ર પરના પર્વતો અને ખાડીઓ, સૂર્યકલંક (sunspots) અને ગુરુ (જુપિટર)ના ચાર ઉપગ્રહો (આયોઃ, યુરોપા, ગેનિમેડ, કેલિસ્ટો – હાલ "ગેલિલિયન મૂન્સ" તરીકે ઓળખાય છે) શોધ્યા.

શુક્ર (વેનસ)ના ચંદ્ર જેવા અવસ્થાચક્ર (phases) શોધ્યા, જે સૂર્યકેન્દ્રિત સિદ્ધાંતને વધુ સમર્થન આપતું હતું.

3. પડતા પદાર્થોના નિયમો (Laws of Falling Bodies)

પ્રયોગો અને ગણિત દ્વારા સાબિત કર્યું કે હવા ન હોય ત્યારે બધા પદાર્થો દ્રવ્યમાનથી સ્વતંત્ર સમાન ઝડપે પડે છે.

આ શોધ અરિસ્ટોટલના વિચારોના વિરોધમાં હતી અને ન્યુટનના ગતિના નિયમો માટે પાયો બની.

4. વૈજ્ઞાનિક પદ્ધતિ

પ્રયોગ અને ગણિતીય વિશ્લેષણને સંયોજિત કરીને વૈજ્ઞાનિક શોધની નવી પદ્ધતિ સ્થાપી, જે આધુનિક વિજ્ઞાનની આધારશિલા બની.

---

મુખ્ય કૃતિઓ

“Sidereus Nuncius” (ધ સ્ટારી મેસેન્જર, 1610) – તેમના દૂરબીન વડે કરેલા ખગોળીય અવલોકનોનો દસ્તાવેજ.

“Dialogue Concerning the Two Chief World Systems” (1632) – સૂર્યકેન્દ્રિત અને પૃથ્વીકેન્દ્રિત (પ્ટોલેમીક) સિદ્ધાંતોની તુલના; આ કારણે ચર્ચ સાથે મોટો સંઘર્ષ થયો.

“Discourses and Mathematical Demonstrations Relating to Two New Sciences” (1638) – શાસ્ત્રીય યાંત્રિકશાસ્ત્રના પાયાના સિદ્ધાંતો રજૂ કર્યા.

---

ચર્ચ સાથેનો સંઘર્ષ

ગેલિલિયોએ સૂર્યકેન્દ્રિત સિદ્ધાંતનું સમર્થન કર્યું, જેના કારણે તેઓ કેથોલિક ચર્ચના વિરોધમાં આવ્યા. 1633માં ચર્ચે તેમને કુસંગતી (heresy) માટે દોષિત જાહેર કર્યા, તેમને પોતાના વિચારોનો જાહેરમાં ત્યાગ કરવા મજબૂર કર્યા અને જીવનભર ગૃહકેદ (house arrest) હેઠળ રાખ્યા.

---

વારસો અને અવસાન

ગેલિલિયાનો અવસાન 8 જાન્યુઆરી 1642ના રોજ ફ્લોરેન્સ (ઇટાલી) નજીક થયો. તેમને આજે “આધુનિક વિજ્ઞાનના પિતા” તરીકે ઓળખવામાં આવે છે. તેમના નામે વૈજ્ઞાનિક સંસ્થાઓ, ગેલિલિયો અવકાશયાન (Galileo spacecraft) અને ભૌતિકશાસ્ત્ર-ખગોળશાસ્ત્રમાં તેમનો અવિસ્મરણીય પ્રભાવ આજે પણ જીવંત છે.

સંકલન :- કકુભા બી રાઠોડ. શ્રી ચગિયા પ્રાથમિક શાળા. તા સુત્રાપાડા. જી ગીર સોમનાથ.

*ફુઈ નું ફુયારું*ખાંભા ગામની એ આયરાણી હતી. આયરાણીને માથે બહુ વસમી વેળા આવી પડી. આયર મરી ગયો. અને દેશમાં દુકાળ પડ્યો. રાબ...
28/08/2026

*ફુઈ નું ફુયારું*

ખાંભા ગામની એ આયરાણી હતી. આયરાણીને માથે બહુ વસમી વેળા આવી પડી. આયર મરી ગયો. અને દેશમાં દુકાળ પડ્યો. રાબ વિના છોકરાં રીડિયારમણ કરવા મંડ્યાં. દુખિયારી બાઈના મનમાં પોતાના ભાઈની એક જ ઓથ રહી હતી. પાડોશીને બે હાથ જોડી વિનવણી કરી: “બાપુ, બે દિવસ મારાં ગભરુડાંને ટીપું ટીપું રાબ પાજો, ત્યાં હું મારા ભાઈને ઘેર આંટો જઈને આવતી રહું છું.”

મિતિયાળા ગામમાં પોતાનો સગો ભાઈ રહે છે. ખાંભેથી પોતે હોંશે હોંશે મિતિયાળે ગઈ. ઘરના બારણામાં જ ભાઈને ઊભેલો ભાળ્યો; પણ ભાઈને તો કળજુગે ઘેરી લીધો હતો.
“આ લેણિયાત ક્યાંથી આવી?” એટલું બોલીને આયર ઘરમાં પેસી ગયો. પાછલી છીંડીએ થઈને એણે પલાયન કર્યું. બહેને આઘેથી ભાઈને ભાગતો ભાળ્યો કે એના પગ ભારે થઈ ગયા. તોય દુ:ખની મારી બહેન પિયરની ઓસરીએ પહોંચી. ભોજાઈએ પણ મોંમાથી ‘આવો’ એટલું ન કહ્યું. નેવાં ઝાલીને નણંદ ઊભી રહી, એણે ભાભીને પૂછ્યું: “ભાભી ! મારો ભાઈ ક્યાં ગયો?”

“તમારા ભાઈ તો કાલ્યુંના ગામતરે ગયા છે?”
ધરતી મારગ આપે તો સમાઈ જવાનું બહેનને મન થયું. એણે નિસાસો મૂક્યો. એ પાછી વળી ગઈ. ભાભી કહે : “રોટલા ખાવા તો રોકાઓ.”
“ભાભી ! હસીને જો સોમલ દીધું હોત તોય પી જાત.” એટલું કહીને બહેન તો મૂંગી મૂંગી ચાલી નીકળી. પણ એની આંખમાં શ્રાવણ ને ભાદરવો વરસવા માંડ્યા. બોર બોર જેવાં પાણીડાં પાડતી ચાલી જાય છે. માથે લીંબડાની ઘટા ઝળૂંબી રહી છે અને છીંક આવે એવા ચોખ્ખાફૂલ ઓરડાની લીંપેલી ઓસરીએ જબ્બર ડિલવાળો જોગડો ભગત બેઠો બેઠો હોકો પીએ છે. જોગડો બાઈને નાની હતી ત્યારથી ઓળખતો હતો. બહેનને જોતાં જ હરખમાં આવી જઈને રસ્તા ઉપર આડો ફર્યો : પૂછ્યું : “કાં, બાપ આમ રોતી કાં જા?”

“જોગડા ભાઈ ! મારે માથે દુ:ખના ડુંગરા થયા છે; પણ દુ:ખ મને રોવરાવતું નથી; મારો માનો જણ્યો ભાઈ મને દેખીને મોઢું સંતાડે છે, ઈ વાતનું મને રોવું આવે છે.”
“અરે, ગાંડી, એમાં શું રોવા બેઠી? હુંય તારો ભાઈ છું ના ! ઊઠ, હાલ્ય મારી સાથે.”
જોગડો એ બાઈને જીભની બહેન કહી અંદર લઈ ગયો. એક કળશી જુવાર લઈને ગાડું ભર્યું; રોકડ ખરચી આપી; પોતાના છોકરાને કહ્યું: “બેટા, ફુઈને લઈને ખાંભે મૂકી આવ્ય, અને દાણા ફુઈને ઘેર ઉતારી મેલજે.”
ગાડું જોડીને છોકરો ફુઈની સાથે ચાલ્યો. વિધવા આયરાણી પોતાના મનમાં આ સંસારના સાચજૂઠ ઉપર વિચાર કરતી ચાલી ગઈ. તે દિવસથી જાણે એને પોતાનો ખોવાઈ ગયેલો માજાયો મળ્યો. અંતરમાંથી સંસારનાં ઝેર ઉતરી ગયાં.
બહેન ગયા પછી જોગડાની બાયડી આવીને બોલી : “ભગત, મને લાગે છે કે તમારે ને મારે છેટું પડી જાશે.”
“કેમ?”

“જુઓ, ભગત! છોકરો જો ખરેખર તમારા જ લોહીનો હશે, તો તો ગાડું ને બળદ એની ફુઈને આપીને આવશે; અને જો મારી જાતમાં કંઈ ફેરફાર હશે તો ગાડું-બળદ પાછાં લાવશે.”
“અરે, મૂરખી ! એવા તે વદાડ હોય ! એ છોકરું, બાપડો એવી વાતમાં શું સમજે? એ તો મોટેરાંએ કહ્યું હોય એટલું જ કરે ને? અને આપણે કોઈ દી ક્યાં શીખવ્યું છે કે કહ્યું છે?”
“ભગત, જો શીખવવું કે કહેવું પડે, તો પછી નવ મહિના ભાર વેંઢાર્યો તેનું મા’તમ શું?”
બીજે દિવસે છોકરો હાથમાં એકલી રાશ ઉલાળતો ઉલાળતો ઘેર આવ્યો. સાંભળીને પૂછ્યું : “બેટા ! ગાડું-બળદ ક્યાં?”
“ફુઈને દીધાં.”
“કાં?”

“બાપા, તમે એના ભાઈ થઈને એને કાપડું દીધું અને હું ફુઈને ફુયારું ન આપી આવું?”
મા બોલી : “રંગ છે, બેટા ! હવે ભગતનો દીકરો સાચો !”

*લેખક: ઝવેરચંદ મેઘાણી*

*વાર્તા: અરધી સદીની વાચનયાત્રા*

*આજનું વનસ્પતિ વિશેષ* *જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાં જાદુઇ પ્લાન્ટનો ઉપયોગઃ ડાયાબિટીસના ૧૦૦ દર્દીઓને સર્જરીથી છૂટકા...
27/08/2026

*આજનું વનસ્પતિ વિશેષ*

*જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાં જાદુઇ પ્લાન્ટનો ઉપયોગઃ ડાયાબિટીસના ૧૦૦ દર્દીઓને સર્જરીથી છૂટકારો મળ્યોઃ કટુપીલા નામના છોડ ઉપર રિસર્ચ કરાયુ*

રાજકોટઃ ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી મોટો ડર એ હોય છે કે, જો તેમને પગમાં ઈજા થાય તો ક્યાંક ઘામાં ઈન્ફેક્શન ન થાય અને પાકી ન જાય. કારણકે ડાયાબિટીસમાં ઘાને રુઝ આવતા સમય લાગે છે અને ઘણાં દર્દીઓએ પગ કપાવાવનો પણ વારો આવે છે. પરંતુ સુગરના દર્દીઓ માટે એક સારા સમાચાર છે. જામનગરની
આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં આ જાદુઈ પ્લાન્ટનો ઉપયોગ થઈ રહ્યો છે અને તેનો વૈજ્ઞાનિક અભ્યાસ પણ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટની મદદથી લગભગ 100 ડાયાબિટીસના દર્દઓને સર્જરીથી છૂટકારો મળ્યો છે. આ દર્દીઓને ડોક્ટર્સે અકીલા જણાવ્યુ હતું કે હવે એમ્પ્યુટેશન(જે તે અવયવ કાપી નાખવો તે)જ એકમાત્ર ઉપાય છે. શ્રીલંકના શલ્ય તંત્ર(સર્જરી) સ્ટુડન્ટ એ.એસ.અજમેર 2015માં પોતાના વતનથી ‘કટુપીલા’ નામનો છોડ લઈને આવ્યા હતા, અને ટીમ દ્વારા તેના પર રીસર્ચ કરવામાં આવ્યું. રિસર્ચનું પરિણામ હકારાત્મક આવ્યા પછી તેમણે છોડના પાંદડા પીસીને પેસ્ટ તૈયાર કરી અને ડાયાબિટિસના દર્દીઓના ઘા પર લગાવવામાં આવી. પહેલા 23 દર્દીઓને આ રીતે સારવાર આપવામાં આવી અને ત્યારપછી વધારે લોકોને આ પ્રકારની સારવાર આપવાની શરુઆત કરવામાં આવી. અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યુચ ઓફ હેલ્થની નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનમાં આ કેસ સ્ટડી પબ્લિશ કરવામાં આવી હતી. આ છોડના અસરકારક પરિણામને જોઈને જામનગરની એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજના એલોપથીના ડોક્ટર્સનો પણ રસ જાગ્યો. હવે તેમણે પણ આ છોડ પર ઉંડાણથી રિસર્ચ કરવાનો પ્લાન તૈયાર કર્યો છે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, ડાયાબિટીસના 60 ટકા દર્દીઓ ફૂટ અલ્સરથી પીડાય છે અને તેમાંથી 30 ટકા દર્દીઓએ સર્જરી કરાવવી પડે છે. ડાયાબિટીસના કેસમાં જો પગનું ઈન્ફેક્શન અથવા ઘા 5 સેમી કરતા વધારે ફેલાય તો સર્જરી કરીને પગ કાપવો એકમાત્ર ઈલાજ રહે છે. પરંતુ આ પ્લાન્ટની મદદથી 15 સેમી લાંબા ઘાની સારવાર પણ શક્ય બની છે. શલ્ય તંત્ર ડિપાર્ટમેન્ટા ઈનચાર્જ અને અસોસિએટ પ્રોફેસર ડોક્ટર ટી.એસ.દુધમલ જણાવે છે કે, સર્જરી કરવાની સલાહ આપવામાં આવી હોય તેવા 100 દર્દીઓ પર આ કટુપિલાના પાનની પેસ્ટનો પ્રયોગ કરવામાં આવ્યો. હવે ઘણાં એલોપથી ડોક્ટર્સ પણ આવા પેશન્ટને અહીં મોકલે છે. જામનગરમાં રહેતા 57 વર્ષીય મુકેશ કંસારા જણાવે છે કે, મારું સુગર લેવલ 400થી વધારે થઈ ગયુ હતું અને પગમાં ઈજા થઈ હતી. જ્યારે લાંબા સમય સુધી ઘા રુઝાયો નહીં તો ડોક્ટરે મને અંગૂઠો કપાવવાની સલાહ આપી. પરંતુ મને આયુર્વેદ યૂનિવર્સિટીનો રેફરન્સ મળ્યો અને હું અહીં સારવાર માટે આવ્યો. લગભગ બે-અઢી મહિના સુધી મારી સારવાર થઈ અને એક વર્ષમાં ઘા રુઝાઈ ગયો. ઉલ્લેખનીય છે કે માત્ર ડાયાબિટીસ જ નહીં, પોષકતત્વોની કમીને કારણે, દાઝી જવાને કારણે, લેપ્રસીને કારણે થયેલા ઘા પણ આનાથી રૂઝાઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક તબક્કામાં ડાયાબિટિસને કારણે ઈજા પામેલા 23 દર્દીઓને બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યા. એક ગ્રુપને Katupila છોડની પેસ્ટથી સારવાર કરવામાં આવી અને બીજા ગ્રુપને સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી એન્ટીસેપ્ટિક દવાથી સારવાર કરવામાં આવી. પેસ્ટથી જેની સારવાર કરવામાં આવી હતી, તેમને 28 દિવસમાં ઘણાં ઓછા જખમ રહ્યા હતા. જ્યારે એન્ટી-સેપ્ટિક વાળા ગ્રુપમાંથી માત્ર બે જ દર્દીઓને સંપૂર્ણપણે ઘામા રૂઝ આવી હતી.

------------------------------------------------------------------------------
આ કટુપીલા એટલે આપણી શીણવી-ઠુમરી..
હમણા આ સંઅશોધનો આપણી આયુરવેદ યુનીવર્સીટીમાં થયા પણ તે બધા આપણા પૌરાણીક ગ્રંથોના આધારે થયા.

securinega leucopyrus સીણવાં( શીણવી) :-

ગીર-ગીરનારનાં જંગલમાં આસાનીથી ઉપલબ્ધ સીણવાં એ વગડાઉ મેવો છે.

ઓગસ્ટ થી સપ્ટેમ્બર મહીના સુધી તેના ફળ ચાખવા મળે. ગીરમાં ક્યાંય પણ જાવ રોડ સાઇડ અચુક જોવા મળશે. તુલસીશ્યામ જતા મેગ્નેટીક હીલ પાસે ખુબ મોટા પ્રમાણમાં જોવા મળે છે.

શીણવાં,ખરધામણાં,ખલેલા,કુંઢેર,ટેંટા,પીપળી,પેપળી,ઉંબરા,બીલા,બોરસલી,ગરીયા,વાછેટી,ખરખોડી, એવી તો અનેક વસ્તુઓ નાનપણમાં ખાધેલ છે પણ ત્યારે એ ખબર જ નહોતી કે અમો જાણે અજાણે ઔષધીઓ ખાઇ રહ્યા છીએ.

આજે વાત કરીએ છીએ સીણવાંની.....
શીણવી એ ખુબજ ઉપયોગી ઔષધી છે ખાસ કરીને ના રુઝાતા ઘાવ માં ખુબ જ અકસીર છે. ડાયાબીટીસને લીધે થતાં ગેંગરીનમાં પણ અકસીર છે.

શીણવીની હર્બલ ટી પણ ખુબ જ સારી બને છે. ટુંક સમયમાં જ માર્કેટમાં ઉપલબ્ધ થશે.

Medicinal Uses: The plant is sweet, cooling, diuretic, aphrodisiac, tonic.

-Useful in vitiated conditions of Pitta, burning sensation, strangury, seminal weakness and general debility.

-Leaves act as a disinfectant(antiseptic) and its paste is used by the tribes to extract any extraneous materials from body tissues without surgery.

-Juice or paste of leaves used along with to***co to destroy worms in sores.

-Plant is used as a wonderful medicine in Menstrual disorders.

Phytochemicals: Bark contains 10% tannins and it is Tokshin

સંકલન :- કકુભા બી રાઠોડ. શ્રી ચગિયા પ્રાથમિક શાળા. તા સુત્રાપાડા. જી ગીર સોમનાથ.

Address

Chorwad

Telephone

+917284038874

Website

Alerts

Be the first to know and let us send you an email when Kakubha B Rathod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Kakubha B Rathod:

Shortcuts

Share

Category