21/07/2026
ગીર વિસ્તારના સર્વાંગી વિકાસ અને સ્થાનિક પ્રશ્નો અંગે ગાંધીનગર ખાતે આજે મહત્વપૂર્ણ બેઠક મળી, બેઠક માં હાજર રહેવાનો અને લોક પ્રશ્નો ને વાચા આપવાનો અવસર મળ્યો,
આજરોજ ગાંધીનગર ખાતે માનનીય મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં એક વિશેષ બેઠક યોજાઈ હતી. જેમાં માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી કૌશિકભાઈ વેકરીયા, શ્રી પ્રદ્યુમન વાજા સાહેબ, માનનીય મહેસૂલ મંત્રી શ્રી સંજય મહેડા, વન વિભાગના ઉચ્ચ અધિકારી શ્રી જયપાલસિંહ સહિત રેવન્યુ વિભાગના અધિકારીઓ, હોટલ એસોસિએશનના પદાધિકારીઓ , હોમ સ્ટે એસોસિયેશન ના હોદેદારો,અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં ગીર વિસ્તારમાં ૦ થી ૧ કિમીની હદમાં આવેલી જમીન ધરાવતા સ્થાનિક ખેડૂતોના પ્રશ્નો તેમજ ટુરિઝમ અને હોટલ સંચાલકોની વિવિધ રજૂઆતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત વન્યજીવો અને જંગલ-પર્યાવરણ સંરક્ષણમાં સરકાર સાથે ભાગીદારી, જિપ્સી સફારી પરમિટ તથા જંગલ વિસ્તારના ગામડાઓના રસ્તાઓની કાયાપલટ કરવા જેવા અગત્યના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા.
સ્થાનિક યુવાનો માટે ટુરિઝમ ક્ષેત્રે રોજગારીની નવી તકો ઊભી થાય અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરતી અનુકૂળ ટુરિઝમ નીતિ બનાવવામાં આવે તે અંગે પણ અનેક વિગતવાર સૂચનો આપવામાં આવ્યા હતા.
અનેક રજૂઆતો કરવામાં આવી આગામી દિવસો માં આ અંગે સરકારશ્રી તરફથી થયેલ કામગીરી ની વિશેષ
જાણ કરીશું..
અમારા દ્વારા કરવામાં આવેલી તમામ રજૂઆતો પ્રત્યે માનનીય મંત્રીશ્રીઓ અને રાજ્ય સરકારે ખૂબ જ હકારાત્મક વલણ દાખવ્યું છે. સ્થાનિકોના પ્રશ્નોનું ઝડપી નિવારણ લાવવા તેમજ સાસણ ગીર અને આસપાસના સમગ્ર વિસ્તારના ટકાઉ વિકાસ માટે સરકાર સંપૂર્ણપણે પ્રયત્નશીલ અને કટિબદ્ધ છે. એવો પ્રતિભાવ આપવામાં આવ્યો..