06/04/2026
"હું અને મને "
હું અને મને ની શોધ મા,
અમે અને આપણે ખોવાઈ ગયા.
મને અને હું કહે સ્વાર્થી ના બન પણ સ્વમાની બન,
અમે અને આપણે કહે, સ્વાર્થ અને સ્વમાન છોડી સહકારી બન.
મને અને હું કહે આત્મગૌરવ નું રક્ષણ કર,
અમે અને આપણે કહે આત્મસમર્પણ કર.
આત્મસમર્પણ અને આત્મગૌરવ વચ્ચે
હું અને મને હલવાઈ ગયા.
હું અને મને ની ઓળખ પામવા,
અમે અને આપણે નો હાથ ઝાલ્યો.
અહમ, અભિમાન, અધિકાર નો હાથ છોડી,
પ્રેમ ની પાંખો પહોળી કરી ,
પંખી બની કલરવ કર્યું.
મેઘ મૃદુલ