I Love Gujarat

I Love Gujarat Content creator

પથારીની ચાદર જેટલીવાર નથી બદલાતી એટલા તો અમારા ગ્રાહકો બદલાઈ જાય છે... બસ આ જ અમારી ઓફિસ ને ધંધોચહેરા પર પાઉડર અને હોઠ પ...
03/01/2026

પથારીની ચાદર જેટલીવાર નથી બદલાતી એટલા તો અમારા ગ્રાહકો બદલાઈ જાય છે...

બસ આ જ અમારી ઓફિસ ને ધંધો

ચહેરા પર પાઉડર અને હોઠ પર ડાર્ક લિપસ્ટિક - એ જ અમારો મેકઅપ છે. અમે શણગારેલી બાલ્કની પર ઊભા રહીએ છીએ. અમારું કામ રસ્તા પરથી પસાર થતા માણસોને ઈશારો કરવાનો અને તેમને અમારી પાસે બોલાવવાના. જેટલો ખરાબ ઈશારો તેટલી ગ્રાહક આવવાની ગેરન્ટી. જો આનાથી કામ ન બન્યું તો અમે રસ્તા પર ઉતરી જઈએ છીએ. જો કોઈ પણ અમને જોતા-જોતા ઉભો રહી જાય તો તેનો હાથ પકડી અમે ઉપર લઈ જઈએ છીએ.

હવે તે આગામી કલાક માટે અમારા મહેમાન છે. ભલે તેનું મોં દારૂથી ભરેલું હોય, અથવા કોઈ વિચિત્ર માંગ આવે - આપણે તેનું પાલન કરવું પડશે.

ગુલાબી નાઈટ ગાઉન સાથે કાનોમાં સુંદર બુંટી પહેરીને નીરજા પોતાની દિનચર્યા કહી રહી છે. સુંદર નાનકડા ચહેરા પર થાકેલી આંખો. તેને યાદ નથી કે છેલ્લી વાર ક્યારે તે આખી રાત શાંતિથી ઊંઘી હતી. તેણી કહે છે - લોકો આરામ માટે બેડ પર આવે છે. બેડ એટલે આરામ કરવા માટેનું સ્થળ, પણ અમારા માટે આ અમારી ઓફિસ છે. આ અમારો વ્યવસાય છે. અહીંની ચાદરો કરતા તો ગ્રાહકો વધારે બદલાઈ જાય છે. આવી સ્થિતિમાં કોઈને ઊંઘ આવે ખરી?

તાજેતરમાં, મેરિટલ રેપની સુનાવણી દરમિયાન, દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે સેક્સ વર્કર્સને પણ ના કહેવાનો અધિકાર છે, પરંતુ પત્નીઓને આ અધિકાર નથી. કોર્ટે આ મામલે કહ્યું છે, પરંતુ શું સેક્સ વર્કર્સ પાસે ખરેખર એટલો અવકાશ છે કે તેઓ પોતાની મરજીથી ગ્રાહકોને પસંદ કરી શકે. આ સમજવા માટે અમે પહોંચી ગયા દિલ્હીના રેડ લાઈટ એરિયા, જીબી રોડ! અહીં 30 થી વધુ કોઠા છે, જ્યાં 2 હજારથી વધુ સેક્સ વર્કર કામ કરે છે. ચોક્કસ ડેટા કોઈને ખબર નથી.

નીચે હાર્ડવેર અથવા બાથરૂમ ફિટિંગની દુકાનોની ઉપર આખો એક અલગ જ ધંધો ચાલી રહ્યો હોય છે. અજમેરી ગેટ પર પહોંચતા જ આ રૂમોની ગંધ નાકમાં ભરાઈ જાય છે. સસ્તા અત્તરની ગંધ. આલ્કોહોલની દુર્ગંધ, અને તેનાથી પણ વધુ અસંખ્ય મુશ્કેલીઓની ગંધ, જે વર્ષોથી ઉદાસ ઘરોમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી રહી છે.

જો તમે ગ્રાહક ન હોવ તો આ રૂમ સુધી પહોંચવું સરળ નથી. મેં એનજીઓ મારફતે તેમની પાસે મળવાનો સમય માંગ્યો તે તેમણે કીધુ અહીંયા કોઈ સવાર પડતી નથી, આખી રાત અમે જાગીએ છીએ તમે દિવસે તો અમને નહીં મળી શકો. જ્યારે આપણે આકરા તાપમાં આપણાં એસી રૂમમાં સૂઈએ છીએ, ત્યારે અહીંની છોકરીઓ ગ્રાહકોને શોધવા માટે રસ્તા પર આવી જાય છે. એવા વ્યક્તિની શોધ કરે છે કે જેનાથી બીજા દિવસનું પેટ ભરાય.

અજમેરી ગેટ પર બે છોકરાઓ મને લેવા આવ્યા - એક લગભગ વીસ વર્ષનો, બીજો માંડ દસ વર્ષનો. અમે પગપાળા આગળ વધીએ છીએ. સ્વામી શ્રધ્ધાનંદ માર્ગની રોડ-સાઇન એ તરફ ઇશારો કરે છે જ્યાં આપણે જવું છે. હું થોભું છું અને એક ફોટો લઉં છું, તે દરમિયાન ઘણી આંખો મારી સામે જોવા લાગે છે. સાથે આવેલા બાળકોનો બદલાતો ચહેરો જોઈને હું ઝડપથી આગળ વધું છું. એમાંના વડીલ કહે, 'તમે સીડી ઉપર જાવ તો ફોટા ના પાડો. કોઈ જોશે તો તકલીફ થશે.

દુકાનો કરતાં વધુ ટેરેસ છે. દરેક છતનો એક નંબર હોય છે. અમે આ રીતે ચોક્કસ સંખ્યામાં સીડીઓ ચઢીએ છીએ. સાથી ઈશારો કરે છે અને કહે છે, રસ્તો સાફ છે, હું ફોટો લઈશ.એક પછી એક કેટલાય કોરિડોર ક્રોસ થાય છે. કેટલાક રૂમ બંધ છે. કેટલીક બહાર છોકરીઓ ઉભી હતી. હું માથું નમાવીને સાથી છોકરાઓને અનુસરું છું. આગળ તે સ્ત્રી આવે છે જે મારી સાથે વાત કરશે.

વર્ષોથી અહીં રહેતી નિમ્મો સામેથી શૂટ કરવાનો ઈનકાર કરી દે છે. તેણે કહ્યું- બાળકોના મિત્રો ઓળખી જશે તો પ્રોબ્લમ થઈ જશે. મેં પીઠ તરફથી શૂટિંગ શરુ કર્યું.

તે યાદ કરે છે- હું ગરીબ ઘરથી છું. ઓળખીતાએ દિલ્હીમાં કામ કરવાનો વાયદો આપ્યો. હું નાના શહેરની હતી. દિલ્હીનું નામ સાંભળીને જ ડરી ગઈ પણ નાના ભાઈ-બહેનની ભૂખ આગળ હારી ગઈ. કામનુ વચન આપીને અહીં લાવીને ઉભી કરી દીધી. હું ગરીબ હતી પણ મારુ ઘર મોટું હતું, હવાઉજાસ હતી અહીં તો એક પણ બારી પણ નહોતી અને ઉપરથી બહાર તાળુ હોય.

મેં બહાર નીકળવાના ઘણા પ્રયત્નો કર્યા પણ ન નીકળી શકાયુ. મને ખૂબ માર મારવામાં આવ્યો. મેં કહ્યું મારે દિલ્હી નથી જોવુ મને ઘરે જવા દો હું ધંધો નહીં કરું, આટલુ કહેતા જ એક વ્યક્તિ રાક્ષસની જેમ મને મારવા લાગ્યો. દિલ્હી શહેરમાં આ મારુ વેલકમ હતું.

બે રાત બાદ મારો સોદો પાક્કો થઈ ગયો. હું પંદર વર્ષની હતી, અને તે 40 કે તેથી વધુની ઉંમરનો. તે મારી માટે ફર્સ્ટ ટાઈમ હતું. એણે મારા જોડે ખૂબ જ જબરદસ્તી કરી. પૈસા તો મળ્યા પણ કિંમત બહુ મોટી ચૂકવવી પડી. જેમ કોઈ નાનુ બાળક પ્લાસ્ટિકનું રમકડુ જોઈને તેને મચેડી નાખે છે એવી જ રીતે તેણે મારી જોડે કૃત્ય કર્યું. જવાન હતી એટલે ઘણા દિવસો સુધી મારી કિંમત વધુ રહી.

મેં પુછ્યું- આટલા લોકો મળ્યા, કોઈ તને પસંદ ન આવ્યું?
નિમ્મોએ ઉંચા અવાજમાં જવાબ આપ્યો કે મન તો લાગ્યું હતું પણ તેણે આવવાનું છોડી દીધુ કારણ કે તે પણ મારા શરીરથી કંટાળી ગયો હતો. બધા આવા જ આવતા હતા. કોઈ વારંવાર આવતુ, પરંતુ હંમેશા માટે કોઈ નહોતુ આવતું. કોઈએ કીધુ નહીં કે ચલો મારી સાથે ઘર વસાવો. દારુના નશામાં પ્રેમની વાતો કરે પણ નશો ઉતરતા જ ધંધાવાળી કહીને જતા રહે.

અમારો આગળનો ચહેરો નીરજા હતી. દુબળી-પાતળી નીરજા સતત ગુટખા કે ખૈની જેવી વસ્તુઓ ખાતી રહે છે. જ્યારે મેં કારણ પૂછ્યું, ત્યારે તે હસીને કહે છે - જ્યારે હું ગર્ભવતી હતી, ત્યારે મને કંઈક અલગ ખાવાનું મન થતું હતું. હવે મારી પાસે એવો પતિ નથી કે જે મારા નખરા ઉઠાવી શકે તો આ ખાવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેની આદત પડી ગઈ.

ગામથી દિલ્હી અને પછી જીબી રોડ સુધી પહોંચવાની તેની વાર્તા પણ ગરીબીથી શરૂ થાય છે અને છેતરપિંડી પર સમાપ્ત થાય છે. જ્યારે અમે તેના રૂમમાં પહોંચ્યા ત્યારે તે શાક બનાવતી હતી જેથી તે બાળકોને ખવડાવીને કામ શરૂ કરી શકે. સાંજની 'શિફ્ટ' કરતી નીરજા કહે છે - જ્યારે હું રાત્રે જાગ્યા પછી સવાર સુધી ઊંધતી નથી. 2 વાગ્યા પછી કામ શરૂ થાય છે. ગેસ્ટ પિક-અપ! પછી તે મધરાત સુધી ચાલે છે.

મેં જોયું કે તેની ભાષા બાકીની સ્ત્રીઓ કરતાં થોડી અલગ છે. તે ક્લાયન્ટને ગેસ્ટ બોલે છે અને ધંધાને કામ. ક્યારેક બાલ્કનીમાંથી બોલાવવામાં આવે ત્યારે ગેસ્ટ આવે છે તો ક્યારેક આવતા નથી. તેઓ આવે તો પણ તેઓ કોના ભાગે જશે તેના નામે લડાઈ ચાલે છે. ઘણી વખત, એક યુવાન છોકરીને જોઈને, તે તેની પાસે જાય છે. ક્યારેક વર્તન કામ કરે છે.

શરૂઆતમાં હું પણ બાલ્કનીમાં રાહ જોતી હતી. હવે સીધા રસ્તા પર જઈને ગ્રાહકોને લઈ આવુ છું. પહેલા તો મને શરમ આવતી કે રસ્તામાં એક માણસનો હાથ કેવી રીતે પકડી લઉં, તેને મારી સાથે ચાલવાનું કેવી રીતે કહું! પછી આદત બની ગઈ.

શું તમને ક્યારેય કોઈ ગેસ્ટને તે ના પાડી છે- હું નીરજા સાથે તેની ભાષામાં વાત કરું છું. તેણે થોડુ વિચારીને જવાબ આપ્યો - શરૂઆતમાં ઘણી જબરદસ્તી થતી. ન માનવા પર મારપીટ અલગથી થતી. જે કોઈ પણ આવે મનમાની કરીને જતુ રહેતું. હું રડતી રહેતી હતી. હવે 16 વર્ષથી વધુ સમય થઈ ગયો. ગંદકીમાં રહીને હવે તેની આદત થઈ ગઈ છે. કોઈ દારુના નશામાં ચૂર થઈને ગંદી ડિમાન્ડ કરતા હોય છે તો કોઈ એવુ કરે કે શરીર સહન જ ના કરી શકે, હું એવા લોકોને ભગાડી દઉં છું.

કોન્ડોમના વપરાશ અંગે નીરજાએ કહ્યું અમારી પાસે સ્ટોક હોય છે, તેના વગર અમે કામ નથી કરતા. આ વાત કરતા જ મેં તેના ગળામાં મંગળસૂત્ર જોયું, હું પુછુ એના પહેલા જ તેણે સામેથી જવાબ આપ્યો- ના હું પરિણિત નથી, હા પણ બાળકો જરુર છે. વચ્ચે એક ગેસ્ટ આવેલો, ઘણા વર્ષો સુધી આવતો રહ્યો, હું જાણતી હતી કે લગ્ન નહીં કરે પરંતુ હું પોતાને પરિણિત માનવા લાગી. પછી એક દિવસ તે ત્યાંથી ચાલ્યો ગયો.

ક્યારેય બાળકોના ખબર-અંતર પૂછ્યા એણે? મારા આ સવાલ પર તેણી એ ના પાડી દીધી. મારા બાળકને હું ફોન આપી બીજા રુમમાં સૂવડાઈ દઉ છું. મોટો થશે ત્યારે યુનિવર્સિટીમાં મુકી દઈશ જેથી કરીને અહીંની ગંદકી જોવી ન પડે. તે ભણીગણીને મોટા થાય અને મને અહીંથી નીકાળે તે આશાએ હું તેના અભ્યાસમાં કોઈ સમાધાન નથી કરતી.

મારી સાથે આવેલા NGOના એક ઓફિસરે મને જણાવ્યું કે અહીંની સ્ત્રીઓનું જીવન એટલુ નર્ક જેવુ હોય છે, જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. તેઓ હોસ્પિટલમાં જાય અને સ્ટાફ જો જી.બી રોડ જોવે તો ત્યાં પણ તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે. અહીં 15 વર્ષથી લઈને 70 વર્ષની સ્ત્રીઓ કામ કરે છે, પરિસ્થિતિ એટલી ખરાબ છે કે શરીરમાં 17 બિમારીઓ હોવા છતા તેમને આ કામ કરવુ પડે છે. સેક્સ વર્કરને વૃદ્ધ થવાની છૂટ નથી.

મોટું સોનાનું દાન... રત્નોજડિત સોનામાંથી બનેલો સુવર્ણ મુકુટ અર્પણ કર્યોપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં હાલમાં આસ્થા અને ભક્...
02/01/2026

મોટું સોનાનું દાન... રત્નોજડિત સોનામાંથી બનેલો સુવર્ણ મુકુટ અર્પણ કર્યો

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં હાલમાં આસ્થા અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. શાકંભરી નવરાત્રીના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે, ત્યારે અમદાવાદના પ્રખ્યાત જય ભોલે ગ્રુપ દ્વારા અંબાજી માતાજીના ચરણોમાં એક અમૂલ્ય ભેટ ધરવામાં આવી છે. ગ્રુપ દ્વારા માતાજીને આશરે 43.51 લાખ રૂપિયાની કિંમતનો સુવર્ણ મુકુટ અર્પણ કરવામાં આવ્યો છે.

620 ગ્રામ સોનું અને રત્નોથી મઢેલો મુગટ
પોષી પૂનમ એટલે કે માં અંબાનો પ્રાગટ્ય દિવસ નજીક છે, ત્યારે શાકંભરી નવરાત્રીના આઠમા દિવસે એટલે કે 2 જાન્યુઆરીના રોજ આ વિશેષ પૂજા વિધિ યોજાઈ હતી. આ મુકુટ અંદાજે 620 ગ્રામ શુદ્ધ સોનામાંથી બનાવવામાં આવ્યો છે. મુકુટમાં અનેક પ્રકારના કિંમતી હીરા અને રત્નો જડવામાં આવ્યા છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે. રત્નો અને સોના સાથે આ મુકુટની અંદાજિત કિંમત 43.51 લાખ રૂપિયા છે.

કલેકટર સહિત મહાનુભાવોની હાજરીમાં માતાજીને મુગટ અર્પણ
આ સુવર્ણ મુકુટ અર્પણ વિધિ સમયે જય ભોલે ગ્રુપના તમામ સભ્યો ઉત્સાહભેર હાજર રહ્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમમાં અંબાજી મંદિરના ચેરમેન, જિલ્લા એસપી (SP), જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને મંદિરના વહીવટદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

જય ભોલે ગ્રુપે અગાઉ પણ સોનાની વસ્તુઓ માતાજીને ભેટ ધરી
જય ભોલે ગ્રુપના દીપેશ પટેલે જણાવ્યું હતું કે, પોષી પૂનમ અને માં અંબાના પ્રાગટ્ય પર્વના શુભ અવસરે માતાજીની સેવા કરવાનો આ એક લ્હાવો છે. નોંધનીય છે કે આ ગ્રુપ દ્વારા અગાઉ પણ માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાના ભાગરૂપે મંદિરમાં સોનાની વસ્તુઓ સુવર્ણ પાદુકા, સોનાનું ચામર અને સોનાના કુંડળની ભેટ આપવામાં આવી છે.

પ્રાગટ્ય દિવસ માતાજીની નગરયાત્રા
પોષ સુદ પૂનમ એ માતા અંબાનો પ્રાગટ્ય દિવસ છે અને આ દિવસે શાકંભરી નવરાત્રીનો પૂર્ણાહુતિનો દિવસ પણ હોય છે. આ પવિત્ર અવસર પહેલા માતાજીના શૃંગારમાં આ નવા સુવર્ણ મુકુટનો ઉમેરો થતા ભક્તોમાં પણ ભારે આનંદની લહેર જોવા મળી રહી છે.

3 જાન્યુઆરીએ પોષી પૂનમના દિવસે સવારે 10 શક્તિદ્વારા પર માતાજીની મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ માતાજીના ચલ સ્વરૂપને હાથી પર અંબાડીમાં બેસાડવામાં આવશે અને માતાજી નગરચર્યાએ નીકળશે. માતાજીની આ નગરયાત્રામાં 40 જેટલા ટેબલો-ઝાંખીઓ રહેશે. આખું અંબાજી કાલે માતાજીની ભક્તિમાં લીન થશે અને ઠેર ઠેર માતાજીનું સ્વાગત કરવામાં આવશે. સમગ્ર નગરયાત્રા દરમિયાન મંદિર ટ્રસ્ટ તરફથી 2100 કિલો સુખડીનો પ્રસાદ વિતરણ કરવામાં આવસે.

પિતાની આંખ ફરી જાય માથું શરમથી ઝૂકી જાય એવા વસ્ત્રો ન પહેરો....રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે ચાલી રહેલી 'શ્રી હનુમાન...
01/01/2026

પિતાની આંખ ફરી જાય માથું શરમથી ઝૂકી જાય એવા વસ્ત્રો ન પહેરો....

રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે ચાલી રહેલી 'શ્રી હનુમાન ચાલીસા યુવા કથા' સૌ રાજકોટ વાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર બની છે. કથાના ચોથા દિવસ હરિપ્રકાસદાસજી સ્વામીએ વ્યાસપીઠ ઉપરથી શ્રોતાગણોને પોતાની આગવી શૈલીમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું રસપાન કરાવી યુવાનોને વ્યસન અને ફેશનથી દૂર રહેવા સંકેત આપી આપણી સંસ્કૃતિને સુભે તેવા વસ્ત્રો પહેરવા અપીલ કરી છે જયારે વધતા જતા આત્મહત્યાના કેસોને ધ્યાનમાં લઇ ખાસ નિસ્ફળતાથી હારી જીવન ન ટૂંકાવવા અપીલ કરી જીવનમાં એકાદ બે નિષ્ફ્ળતા આપણી સફળતાને શ્રેષ્ઠ બનાવવા માટે આવતી હોય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપી આત્મહત્યા ન કરવા હાથ જોડી અપીલ કરી હતી.

વ્યસન અને ફેશનથી દૂર રહેવા યુવાનોને અપીલ
સ્વામી હરિપ્રકાશદાસજીએ પોતાની કથા દરમિયાન ચોથા દિવસે કહ્યું હતું કે, હું ફેશનનો વિરોધી નથી. તમે સમય પ્રમાણે પહેરો ઓઢો એમાં વાંધો નથી. પરંતુ આપણી સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરજો તમને જોઈ તમારા પિતાની આંખ ફરી જાય માથું શરમથી ઝૂકી જાય એવા વસ્ત્રો ન પહેરવા ખાસ અપીલ કરી છે. તેમાં પણ ઉદાહરણ આપતા કહ્યું કે એક બાપ દીકરીને બાજુ બેસાડી તેનો મોબાઈલ માંગે છે અને આ બે લાખના ફોનમાં પ્લાસ્ટિકના કવરની શું જરૂર છે જેના જવાબમાં દીકરી કહે છે મોબાઈલ ખરાબ ન થાય, તૂટી ન જાય, ધૂળ ના લાગે અને તેની સેફટી માટે છે ત્યારે બાપ દીકરીને કહે છે કરોડો રૂપિયા આપતા પણ ન મળે એવી કાયા ભગવાને તને આપી છે તેની પણ તું આટલી કાળજી રાખજે હું તારો બાપ છું જોઈ નથી શકતો એટલે કહું છું.

નિષ્ફ્ળતા આપણી સફળતાને શ્રેષ્ઠ બનાવવા માટે આવતી હોય છે
વધતા જતા આત્મહત્યા અને ડિપ્રેશનના બનાવોને ધ્યાનમાં રાખી સ્વામીએ વ્યાસપીઠ પરથી કહ્યું કે, કોઈ વખત એકાદ-બે નિષ્ફ્ળતા આપણી સફળતાને શ્રેષ્ઠ બનાવવા માટે આવતી હોય છે, તેનાથી હારી ન જવું, ડિપ્રેશનમાં ન આવવું અને આત્મહત્યા ન કરવી હું બધાને ખાસ અપીલ કરું છું. અહીં 10 અને 12 ધોરણના વિદ્યાર્થીઓ પણ છે મારી તેમને બે હાથ જોડીને વિનંતી છે થોડા માર્ક ઓછા આવ તો ભલે આવે ટકા ઓછા આવે તો ભલે આવે તેમાં ચિંતા કરવાની જરૂર નથી કાગળના ટકા ભલે ઓછા હોય પણ જીવનની અંદર સારા ટકા આવવા જોઈએ. પરીક્ષામાં જેટલું જતું કરો એટલા માર્ક કપાય અને જિંદગીની પરીક્ષામાં જેટલું જતું કરો એટલા માર્ક વધુ આવશે.

31/12/2025

અમદાવાદ શહેર પ્રગતિના પંથે આગળ વધી રહ્યુ છે.↗️✌🏻

પહેલા પ્રેમમાં પડે, પછી વહેમમાં અને અંતે ડેમમાં...હરિપ્રકાશદાસ સ્વામીની યુવાનોને ટકોરઆજનો પ્રેમ એટલે સોમવારે મળ્યા અને શ...
31/12/2025

પહેલા પ્રેમમાં પડે, પછી વહેમમાં અને અંતે ડેમમાં...હરિપ્રકાશદાસ સ્વામીની યુવાનોને ટકોર

આજનો પ્રેમ એટલે સોમવારે મળ્યા અને શુક્રવાર સુધીમાં સોગંદ ખાધા પછી પૂરું

રાજકોટના રેસકોર્સ મેદાનમાં હરિપ્રકાસદાસજી સ્વામીના મુખે હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રીજા દિવસે સ્વામીજીએ આજના સમયમાં થતા પ્રેમ વિશે ટકોર કરતા આજના સોશિયલ મીડિયાના આધુનિક યુગમાં થતા પ્રેમ વિશે યુવાનોને ટકોર સાથે પ્રેમનું વર્ણન કરતા કહ્યું હતું કે, આજનો પ્રેમ એટલે સોમવારે સામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા ચાલ્યા,ગુરુવારે ગમી ગયા અને શુક્રવારે સોગંદ ખાધા પછી પૂરું. પ્રેમ કરવો હો તો રાધા અને કૃષ્ણ જેવો કરવો કારણ કે રાધા અને કૃષ્ણનો પ્રેમ એ સાચો પ્રેમ હતો.

શ્રી હનુમાન ચાલીસા યુવા કથાના ત્રીજા દિવસે હરિપ્રકાસદાસજી સ્વામીએ વ્યાસપીઠ ઉપરથી શ્રોતાગણોને તેમની આગવી શૈલીમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું રસપાન કરાવ્યું હતું. કથાના બીજા દિવસે એટલે કે રવિવારે 38,000 બાદ સોમવારે ત્રીજા દિવસે 30,000થી વધુ લોકોએ કથાનું રસપાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે દરરોજ કથાની શરૂઆત કરતા પહેલા આરતી અને રાષ્ટ્રગીતથી ભક્તિમય વાતાવરણ બનાવી બાદમાં સ્વામી દ્વારા કથાનું રસપાન કરાવવાની શરૂઆત કરવામાં આવે છે.

'પહેલા લોકો પ્રેમમાં પડે, પછી મુશ્કેલીમાં અને અંતે ડેમમાં પડે'
સ્વામીજીએ લવ મેરેજ અને અરેન્જ મેરેજ વચ્ચેનો તફાવત ખૂબ જ સરળ અને લોકબોલીમાં સમજાવતા જણાવ્યું હતું કે, 'જ્યારે આપણે બધાને કહીને અને પરિવારની સાથે બેસીને જમીએ તેને અરેન્જ મેરેજ કહેવાય છે, પરંતુ જે એકલા અને છાનામાના જમી લે, તેને લવ મેરેજ કહેવાય છે.' તેમણે લગ્નમાં પારિવારિક સહમતી અને સામાજિક મર્યાદાના મહત્વ પર ભાર મૂક્યો હતો. આજના જમાનાનો પ્રેમ અજીબ છે. પહેલા લોકો પ્રેમમાં પડે, પછી મુશ્કેલીમાં પડે અને અંતે બંને જણા ડેમમાં પડે. આ માટે કહ્યું કે સોમવારે સામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા ચાલ્યા, ગુરુવારે ગમી ગયા અને શુક્રવારે સોગંદ ખાધા પછી પૂરું.

'દીકરીઓએ માત્ર મોડેલ નહીં ઝાંસીની રાણી બનીને પોતાની રક્ષા કરવાની છે'
સોશિયલ મીડિયા પર વધતી અસલામતી અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે, હવે યુનિવર્સિટીઓમાં દીકરીઓના ફોટા ખોટી રીતે જોવા નહીં મળે, કારણ કે આપણી દીકરીઓએ માત્ર 'મોડેલ' બનીને નથી રહેવાનું, પણ 'ઝાંસીની રાણી' જેવી વીરાંગના બનીને પોતાની રક્ષા પોતે કરવાની છે.

ભારતના ઈતિહાસ અને વર્તમાનમાં ગુજરાતનું યોગદાન અતુલનીય
સ્વામી હરિપ્રકાસદાસજીએ જણાવ્યું હતું કે, આપણી માટે ગૌરવની વાત એ છે કે દેશને આઝાદી અપાવવામાં સૌથી મહત્વનો ફાળો ગુજરાતના પનોતા પુત્રો મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે આપ્યો છે. ખાસ કરીને સરદાર પટેલ વિશે વાત કરતા જણાવાયું હતું કે, 'જો આ દેશને સરદાર પટેલ ન મળ્યા હોત, તો આજે પરિસ્થિતિ કંઈક અલગ જ હોત.' દેશને એકસૂત્રે બાંધવાનું ભગીરથ કાર્ય તેમના થકી જ શક્ય બન્યું છે.

અડધી દુનિયામાં રાજકોટ અને ગુજરાતના વેપારીઓનો ડંકો
સ્વામીજીએ સંબોધન કરતા જણાવ્યું કે, જ્યારે ભારતને બિઝનેસ કરતા નહોતું આવડતું, ત્યારે બે કાઠિયાવાડીઓએ દુનિયાને વેપારની નવી દિશા બતાવી. ધીરુભાઈ અંબાણીએ શૂન્યમાંથી સર્જન કરીને આખા ભારતને બિઝનેસના પાઠ ભણાવ્યા છે. આજે પણ અડધી દુનિયામાં રાજકોટ અને ગુજરાતના વેપારીઓનો ડંકો વાગે છે. વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટની ધરતીમાં કંઈક એવી તેજસ્વીતા છે કે અહીંથી નીકળેલા લોકો વિશ્વ ફલક પર છવાઈ જાય છે. આજે નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી જે રીતે દેશનું નેતૃત્વ કરી રહી છે, તેનાથી વિશ્વના મોટા દેશો પણ ભારતની તાકાતની નોંધ લેતા થયા છે.

પટેલ સમાજ ઓરિસ્સાથી દીકરી લાવે છે, એ કયો સમાજ છે? આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે મહેશ સવાણી આકરા પાણીએહાલ ચાલી રહેલા લવમેરેજના ...
31/12/2025

પટેલ સમાજ ઓરિસ્સાથી દીકરી લાવે છે, એ કયો સમાજ છે? આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે મહેશ સવાણી આકરા પાણીએ

હાલ ચાલી રહેલા લવમેરેજના વિવાદ વચ્ચે પાટીદાર અગ્રણી મહેશ સવાણીએ મોટું નિવેદન આપ્યું છે. તેઓ લવમેરેજના ખુલ્લીને સમર્થનમાં આવ્યા છે.

એક મીડિયા સાથેની વાતીચીતમાં મહેશ સવાણીએ કહ્યું, પટેલ સમાજ ઓરિસ્સાથી દીકરી લાવે છે. એ કયો સમાજ છે? આંતરજ્ઞાતિય લગ્નને લઈને સમાજે એકદમ ખોટો મુદ્દો ઉભો કરેલો છે. ભગવાને પુરુષ અને સ્ત્રી બંને જન્મ આપ્યો છે. જ્ઞાતિના વાડા રાજકારણ, સમાજ અને આપણે ભેગા થઈને આપ્યા છે. હું બ્રાહ્મણ છું, હું પટેલ છું, હું કોળી છું. મનુષ્ય મનુષ્ય સાથે જ લગ્ન કરે છે ને? જાનવર સાથે તો કરતા નથી. મોટા લોકો આંતરજ્ઞાતિય લગ્ન કરે તો કોઈ વિવાદ નહીં, અને નાના લોકો કરે તો પ્રોબ્લેમ.

તેમણે આગળ કહ્યું, દીકરીઓની અછત હોવાથી ઘણા મા-બાપ તેના દીકરાઓને સલાહ આપે છે કે તમે કોઈ છોકરી સાથે લવ કરીને લઈ આવો અમે તેને સ્વીકારી લઈશું. ખાલી દીકરીઓને બદલવાની જરૂર નથી. દીકરાઓએ બદલવાની જરૂર છે, એ આવું ન કરે. સમાજમાં આ જ્ઞાતિ હોવી જ ન જોઈએ. હું ફોરેનમાં રહ્યો છું, ત્યાં કોઈ જ્ઞાતિ નથી. ફોરેન જઈને આપણે ઈન્ડિયન થઈ જાય છીએ. અહીં આવે આપણે બ્રાહ્મણ, પટેલ કે કોળી થઈ જઈએ છીએ. આંતરજ્ઞાતિય લગ્નનો મુદ્દો જેમણે પણ ઉભો કર્યો છે એકદમ ખોટો છે. અને જ્ઞાતિઓના વાડાઓના કારણે જ આપણો દેશ ઘણો પાછળ રહી ગયો છે.

સગી દીકરીના ત્રાસથી વૃદ્ધ માતા વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર... મિલકત લખાવી લીધી અને પછી...સુરત શહેરમાંથી નાત-જાતના સંબંધોને...
30/12/2025

સગી દીકરીના ત્રાસથી વૃદ્ધ માતા વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર... મિલકત લખાવી લીધી અને પછી...

સુરત શહેરમાંથી નાત-જાતના સંબંધોને લાંછન લગાડતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક વૃદ્ધ માતાને પોતાની જ સગી દીકરી અને પુત્રોના ત્રાસને કારણે વૃદ્ધાશ્રમનો આશરો લેવાની નોબત આવી છે. માતાને માનસિક ત્રાસ આપી, તેમની મિલકત લખાવી લીધા બાદ તરછોડી દીધાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. આ મામલે વુમન ઈમ્પ્રુવમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા લસકાણા પોલીસને સાથે રાખી વૃદ્ધાના ઘરે પહોંચ્યા હતા. ત્યારબાદ વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં આશરો આપવામાં આવ્યો છે.

શું છે સમગ્ર ઘટના?
મળતી વિગત મુજબ, વૃદ્ધા સુરતના વાલક વિસ્તારમાં આવેલી રેસિડેન્સીમાં પોતાની દીકરી સાથે રહેતા હતા. દીકરીના છૂટાછેડા થઈ ગયા હોવાથી તે લાંબા સમયથી માતાના ઘરે જ રહેતી હતી. જોકે, આશરો આપનાર માતા પર જ દીકરીએ પહાડ જેવા દુઃખો આપવાનું શરૂ કર્યું હતું.

મિલકત પચાવી પાડ્યા બાદ મળ્યો ત્રાસ
આક્ષેપ છે કે, દીકરી અને તેના ભાઈઓએ સાથે મળીને માતાની તમામ મિલકતો પોતાના નામે કરાવી લીધી હતી. માતાની પ્રોપર્ટી વેચીને જે રકમ આવી તેમાંથી સુરતમાં મકાન લેવામાં આવ્યું હતું. આ મકાનના ભાડાની આવકથી જ સંતાનો પોતાનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ જે માતાના કારણે આ વૈભવ મળ્યો, તે જ માતાને બે ટંકનું જમવાનું કે સન્માન આપવાને બદલે દીકરી માનસિક ત્રાસ આપતી હતી. દીકરી દરરોજ તેની માતાને મન ફાવે તેવા અપશબ્દો કહી અપમાનિત કરતી હતી. મિલકત પડાવી લીધા બાદ માતા ઘરમાંથી નીકળી જાય તે માટે સતત દબાણ કરવામાં આવતું હતું.

સામાજિક સંસ્થાઓએ આપ્યો સહારો
દીકરીના અસહ્ય ત્રાસથી કંટાળીને અંતે હારેલા માતાએ મદદની ગુહાર લગાવી હતી. વૃદ્ધાએ 'વુમન ઈમ્પ્રુવમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ' ના ચેતનાબેનનો સંપર્ક સાધ્યો હતો. ગંભીરતા સમજીને ચેતનાબેન તુરંત 'લોક સેવા સદભાવના વૃદ્ધાશ્રમ' ના ગુણવંતભાઈને સાથે રાખીને વૃદ્ધાના ઘરે પહોંચ્યા હતા. આ સાથે પોલીસને પણ સાથે રાખવામાં આવ્યા હતા. ત્યાંની પરિસ્થિતિ જોયા બાદ અને વૃદ્ધાની આપવીતી સાંભળ્યા બાદ, બંને સામાજિક કાર્યકરોએ તેમને સુરક્ષિત જગ્યાએ ખસેડવાનો નિર્ણય લીધો હતો. અંતે વૃદ્ધાને આ ગૂંગળામણભર્યા વાતાવરણમાંથી મુક્ત કરાવી લોક સેવા સદભાવના વૃદ્ધાશ્રમ માં આશરો આપવામાં આવ્યો છે.

લોકસેવા સદભાવના વૃદ્ધાશ્રમના પિયુષભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે, લોકસેવા સદભાવના વૃદ્ધાશ્રમની અંદર આજે આ માતાને અહીંયા લઈને આવ્યા છીએ. માતાની કહાની એવી છે કે માતાને એની જે દીકરી છે, એ દીકરી રાખતી નથી. અને દીકરીએ જે કંઈ એની માતાની મિલકત હતી, બાની જે મિલકત હતી એને દીકરીએ પચાવી પાડી છે. માતાને ખાવા પણ નથી દેતી અને વ્યવસ્થિત રીતે રાખતી પણ નથી. તો આ માતાને લોકસેવા સદભાવના વૃદ્ધાશ્રમની અંદર આશરો આપી અને માતાની ખૂબ સારી રીતે સેવા આપવાની છે. ચેતનાબેન અહીંયા એમને લઈને આવ્યા છે અને એમની ટીમ પણ ખૂબ સારી રીતે મહેનત કરે છે.

વૃદ્ધાં ટેબલ પર બેઠાં ને સેકન્ડોમાં ઢળી પડ્યાં... ઓમ શાંતિ...શાંતિ...શાંતિવલસાડમાં 60 વર્ષીય વૃદ્ધાનું હાર્ટ એટેકથી મોત ...
30/12/2025

વૃદ્ધાં ટેબલ પર બેઠાં ને સેકન્ડોમાં ઢળી પડ્યાં... ઓમ શાંતિ...શાંતિ...શાંતિ

વલસાડમાં 60 વર્ષીય વૃદ્ધાનું હાર્ટ એટેકથી મોત થયું છે. 60 વર્ષીય વૃદ્ધા અયોધ્યા જવા માટે ખરીદી કરવા આવ્યાં હતા. તે સમયે અચાનક તેઓને ગભરામણ થતા ટેબલ પર બેઠા હતા. તે દરમિયાન હાર્ટ એટેક આવતા સેકન્ડોમાં જ ઢળી પડ્યાં હતા. જે સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. 60 વર્ષીય વૃદ્ધા ભાવનાબેન પટેલનું નિધન થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનાબેન પટેલ તેમના પરિવાર સાથે અયોધ્યા ફરવા જવાના હતા, જેના માટે તેઓ મોજડી ખરીદવા ચોરગલી આવ્યા હતા. સવારે 11 વાગ્યા આસપાસ તેઓ એક ફરસાણ સેન્ટર બહાર પહોંચતા વૃદ્ધાને ગભરામણ થવા લાગી હતી. જેને પગલે બાજુમાં ઉભેલા એક મહિલાએ ભાવનાબેનને ટેબલ ઉપર બેસાડ્યા હતા. ત્યારબાદ અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ભાવનાબેન સેકન્ડોમાં જ ઢળી પડ્યા હતા.

જાગૃત નાગરિકે CPR આપી બચાવવાનો પ્રયાસ કર્યો
આ ઘટના બનતા જ આસપાસના લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. એક જાગૃત નાગરિકે ભાવનાબેનને સીપીઆર (CPR) આપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ, 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ભાવનાબેનના નિધનથી પરિવારમાં શોકનો માહોલ
હોસ્પિટલમાં ફરજ પરના તબીબે ભાવનાબેનને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ભાવનાબેનના પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા હતા. મોગરવાડી, ભોલાભાઈની ચાલીમાં રહેતા ભાવનાબેનના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પાટીદાર સિંગર આરતી સાંગાણીનો કાર્યક્રમ રદ... મહેશ વાઘાણીએ કહ્યું- એકપણ પ્રોગ્રામ થવા નહીં દઈએ...સુરતમાં પાટીદાર સિંગર આર...
30/12/2025

પાટીદાર સિંગર આરતી સાંગાણીનો કાર્યક્રમ રદ... મહેશ વાઘાણીએ કહ્યું- એકપણ પ્રોગ્રામ થવા નહીં દઈએ...

સુરતમાં પાટીદાર સિંગર આરતી સાંગાણીના લવમેરેજને લઈ સર્જાયેલો વિવાદ હવે તેના કાર્યક્રમો સુધી પહોંચ્યો છે. શહેરના કતારગામ મોટી વેડ વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં આરતી સાંગાણીના કાર્યક્રમનો પાટીદાર યુવાનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, કાર્યક્રમ આયોજકો દ્વારા પહેલા જ રદ કરી દેવામાં આવ્યો હતો.

આરતી સાંગાણીના લવમેરેજને લઈને પાટીદાર સમાજમાં ભારે રોષ
સુરતના મોટી વેડ વિસ્તારમાં આવેલા સિલ્વર ફાર્મ ખાતે પાટીદાર અગ્રણી સુરાણી પરિવારના આંગણે લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લગ્ન ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીને આમંત્રિત કરવામાં આવી હતી. જોકે, આરતી સાંગાણીના લવમેરેજને લઈને પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વિરોધ થાય તે પહેલાં જ સુરાણી પરિવારે કાર્યક્રમ રદ કર્યો
આરતી સાંગાણી કાર્યક્રમ સ્થળે પહોંચે તે પહેલા જ મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો સિલ્વર ફાર્મની બહાર એકઠા થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદની અસર ગ્રાઉન્ડ ઝીરો પર પણ જોવા મળી હતી. સમગ્ર મામલો બિચકતા અને સમાજની લાગણી દુભાતી જોઈને યજમાન સુરાણી પરિવારે તાત્કાલિક નિર્ણય લીધો હતો. વિરોધ થાય તે પહેલાં જ આરતી સાંગાણીના કાર્યક્રમને રદ કરી દીધો હતો.

આરતી સાંગાણીને બદલે સુરાણી પરિવારે સિંગર ગોપી પટેલને બોલાવી
પરિવારે સ્પષ્ટ કર્યું કે, તેઓ હંમેશા સમાજની સાથે છે અને સમાજના હિત માટે તેઓ કોઈ પણ બાંધછોડ કરવા તૈયાર નથી. આરતી સાંગાણીના સ્થાને જાણીતી સિંગર ગોપી પટેલને લગ્ન ગીતો ગાવા માટે નક્કી કરવામાં આવ્યા હતા. પરિવારે જણાવ્યું કે, સમાજના વિરોધ અને યુવાનોની લાગણીને માન આપીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આરતીબેને જે કામ કર્યું એ ખરેખર નિંદનીય છે: મહેશ વાઘાણી
પાટીદાર યુવાન મહેશ વાઘાણીએ જણાવ્યું હતું કે, અહીંયા અમારા પાટીદાર સમાજની એક દીકરી છે જેને લવમેરેજ કર્યા એવી વાત અમને મળી. આટલો સરસ સમાજ કામ કરી રહ્યો છે અને આ આરતીબેને આજે જે કામ કર્યું છે એ ખરેખર નિંદનીય છે. એ એટલા માટે એવું નથી કે કદાચ આ કોઈ ટપોરી છોકરા હોય, એણે ફોસલાવીને, આ મોહિનીકરણ કંઈ કરીને આ દીકરીને ફોસલાવીને કંઈક કર્યું છે. મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે સમાજની અંદર આના લીધે બીજી કોઈ દીકરીઓની આ હાલત ન થાય એટલા માટે.

'એકપણ પ્રોગ્રામ અમે ચાલવા નહીં દઈએ'
પોતે સિંગર હતા અને આજે સિલ્વર ફાર્મની અંદર કતારગામમાં અમે અહીંયા આવ્યા. અમને જાણ થઈ કે આજે એનો પ્રોગ્રામ છે. અમે પ્રોગ્રામને કેન્સલ કરવા માટે આવ્યા અને આપ જોઈ શકો કે સંપૂર્ણપણે આજે ડાયરો એનો સુરાણી પરિવારનો હતો એ પ્રોગ્રામને કેન્સલ કર્યો છે. એણે તો એવું કીધું કે પાટીદાર સમાજને જ્યાં પણ જરૂર પડે ત્યાં અમને જાણ કરજો, એકપણ પ્રોગ્રામ અમે ચાલવા નહીં દઈએ કારણ કે જે સમાજની અંદર જે બફાટ કરે છે ખોટી રીતે એ બિલકુલ ચાલવા નહીં દઈએ.

'સુરાણી પરિવારે પાટીદાર સમાજને સાથ આપ્યો'
આ સમાજ લાગણીશીલ સમાજ છે, સમાજ દેવાવાળો સમાજ છે પણ કોઈ આ રીતનું કૃત્ય કરે અને સમાજની અંદર એક નવી દિશા આપવાની કોશિશ કરે તો અમે આ બિલકુલ ચલાવી નહીં લઈએ. સુરાણી પરિવારે પાટીદાર સમાજને સાથ આપ્યો એ પણ બહુ મોટી વાત છે. આજે જે પણ એ પરિવાર છે, એ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમે અહીંયા આવ્યા અને ગણતરીના કલાકોની અંદર જ આ પ્રોગ્રામને કેન્સલ કરવામાં આવ્યો. ખરેખર આવા પરિવારો સમાજની અંદર છે ત્યાં સુધી અમને ગર્વથી કહી શકીએ છીએ કે અમે પાટીદાર છીએ.

લોકલાગણીને માન આપીને અમે આરતીબેનનો પ્રોગ્રામ રદ કર્યો: ધર્મેશભાઈ સુરાણી
કાર્યક્રમના આયોજક ધર્મેશભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે, આજનો અમારો 29 તારીખનો ડાયરાનો પ્રોગ્રામ હતો. એમાં આરતીબેન હતા, હિતેશ અંટાળા હતા પણ લોકલાગણીને માન આપીને અમે આરતીબેનનો પ્રોગ્રામ તમામ રદ કર્યો છે. એની જગ્યાએ અમે ગોપી પટેલ અને હિતેશ અંટાળા છે. સમાજની સાથે રહેવા જ અમે માંગીએ છીએ અને અમારો પર્સનલ પ્રોગ્રામ છે, પર્સનલ પ્રસંગ છે. એટલે લોકલાગણીને અમે માન આપી અને અમે એનો પ્રોગ્રામ તમામ કેન્સલ કર્યો છે અને બાકી જે કંઈ છે એ અમારો પર્સનલ પ્રોગ્રામ છે. અમે સમાજની સાથે જ છીએ.

સિંદૂર પૂરી, મંગળસૂત્ર પહેરી વીડિયો બનાવી સમાજ સામે આંગળી ચીંધવી યોગ્ય નથી...દીકરીઓ વિશ્વાસઘાત કરી ભાગીને લગ્ન કરે ત્યાર...
29/12/2025

સિંદૂર પૂરી, મંગળસૂત્ર પહેરી વીડિયો બનાવી સમાજ સામે આંગળી ચીંધવી યોગ્ય નથી...

દીકરીઓ વિશ્વાસઘાત કરી ભાગીને લગ્ન કરે ત્યારે સમાજના અગ્રણી તરીકે ચિંતા થાય છે: પાટીદાર અગ્રણી વિજય માંગુકિયા

સુરતની પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નનો મામલો હવે સોશિયલ મીડિયા અને સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા આ વિવાદમાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે આરતીએ તેના પિતાની અપીલને ફગાવીને સમાજની વ્યવસ્થા પર આકરા સવાલો ઉઠાવ્યા. સવારે આરતીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને બપોર બાદ રડતા રડતા વેદના ઠાલવી હતી. આ સાથે સવાલ ઉઠાવ્યો હતો કે, દીકરી મરી-મરીને જીવે એ પોસાય છે, હું આજે કોઈ પ્રેશરમાં આવીને કદાચ આપઘાત કરી લઉં તો શું આ સમાજ જવાબદારી લેશે?

તો બીજી તરફ આરતીના આ પ્રકારના એક બાદ એક વીડિયો સોશિયલ મીડિયા પર આવતા સમાજના આગેવાન વિજય માંગુકીયાએ નારાજગી વ્યકત કરી હતી. સાથે કહ્યું હતું કે, છોકરાની ઉંમર 21 વર્ષથી ઓછી હોવાથી લગ્ન શક્ય નથી. જ્યારે મૈત્રી કરારમાં રહેતા હોય ત્યારે મંગળસૂત્ર અને સેથો પૂરી વીડિયો બનાવી સમાજ પર આગળી ચીંધવી યોગ્ય નથી.

પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી આરતી સાંગાણીનો વિવાદ સર્જાયો છે અને લોકો ગેરમાર્ગે દોરાય, યુવાન-યુવતીઓ ગેરમાર્ગે દોરાય તેવા વીડિયો વાયરલ કરે છે, પોસ્ટો મૂકે છે ત્યારે આરતી સંગાણીને મારે સમાજના અગ્રણી તરીકે એટલું કહેવું છે કે, જો તને તારા પ્રત્યે ભરોસો હોય, તને તારી જીવનની ઉડાન ભરવી હોય તો તું તારી રીતે ભર. પરંતુ, આ સમાજની સામે આંગળી ચીંધવાનું બંધ કરી દે. જ્યારે તે પ્રેમ લગ્નનું નાટક કર્યું અને ભાગીને જ્યારે લગ્ન કર્યા છે, તે ડોળ કર્યો છે ત્યારે ચોક્કસ સામે આવે છે કે છોકરાની ઉંમર 21 વર્ષની હજી પૂરી નથી થઈ. અને જ્યારે ભારતીય સંવિધાન મુજબ જ્યારે 21 વર્ષની ઉંમર પૂરી નથી થતી ત્યારે મૈત્રી કરારમાં રહેતા હોય એવા સંજોગોમાં સિંદૂર પૂરવું, મંગળસૂત્ર પહેરીને વીડિયો બનાવીને સમાજની સામે આંગળીઓ ચીંધવી એ યોગ્ય નથી.

ઉપરાંત, જ્યારે સમાજની સામે આંગળી ચીંધીને કહેવું કે સમાજને બળાત્કારીઓ સામે વાંધો નથી પરંતુ સમાજની કોઈ દીકરી પ્રેમ લગ્ન કરી ભાગે એની સામે વાંધો છે. હા ચોક્કસ, સમાજની પરંપરા ખોરવાય છે. આવી જો દીકરીઓ માવતરને વિશ્વાસઘાત કરી અને ભાગીને લગ્ન કરે ત્યારે સમાજ બળવાખોર તરીકે એમને જાહેર કરે છે અને આવો બળવો કરવો એ સમાજમાં દૂષણ પણ કહેવાય છે અને સમાજની પરંપરા પણ આની અંદર ખોરવાય છે.

ક્યારેય બળાત્કારીઓને કોઈપણ સમાજ સ્વીકારતો નથી અને બળાત્કારીઓની જો વાત કરતી હોય તો બળાત્કારીઓ સામે સરકાર અને સિસ્ટમ કડક હાથે પગલાં લે છે. પરંતુ આ બંધારણની સામે, સમાજ સરકારની સામે લડી રહ્યો છે જેથી કરીને આવી દીકરીઓ માવતરો સાથે, માવતરોએ જે ઉડાન ભરવાની એને શક્તિ આપી હશે રાત-દિવસ જોયા વગર જ્યારે એમના પિતા, કોઈપણ દીકરીના માવતરો જ્યારે એમને ઉડવાની તાકાત આપતા હોય છે, ઉડાન ભરવાની તાકાત આપતા હોય છે, તેમ છતાંય સ્વતંત્રતા આપ્યા પછી જે દીકરીઓ વિશ્વાસઘાત કરતી હોય છે ત્યારે ચોક્કસ સમાજના અગ્રણી તરીકે ચિંતા થાય છે.

અને વીડિયો જ્યારે વાયરલ થાય છે, કોઈ પોસ્ટ જ્યારે સોશિયલ મીડિયાની અંદર આવે છે ત્યારે ચોક્કસ દુઃખ થાય છે કે લોકોને, યુવાન-યુવતીઓને શું આની અંદરથી પ્રેરણા મળશે? અને યુવાન-યુવતી હંમેશા તેમના જીવન માટે સ્વતંત્ર હોય છે પણ એ સ્વતંત્રતા સમાજને ક્યાંક ને ક્યાંક નુકસાન કરતી હોય છે, પરંપરાઓને નુકસાન કરતી હોય છે ત્યારે ક્યારેય સમાજ આ વાતને સ્વીકારતો નથી.

Address

Ahmedabad
380015

Website

Alerts

Be the first to know and let us send you an email when I Love Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share